SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૮૩ અર્થ - જ્ઞાનમાં સાગર જેવા ગંભીર મુનિ, જીવોની અનંતી કરુણાના કારણે જ્યારે બોલે છે ત્યારે તેમને સંજ્વલન કષાયનો ઉદય હોય છે; છતાં નિર્મોહી છે. કેમકે તે સમયે પણ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલતા નથી. ૧૫ાા આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે મુખ ખોલે, આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે. હો ભક્ત અર્થ - જેમ ભગવંતે આજ્ઞા આપી છે તે રીતે જરૂર પડ્યે મુખ ખોલે છે. નહીં તો મૌન રહે છે. અને બોલવું પડે તો આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે છે. ૧૬ાા સ્વરૂપ-સ્થિત, ઇચ્છા-ત્યાગી, પૂર્વપ્રયોગે ખેલે, અપૂર્વ વાણી જગ-ઉપકારક ગુમ રહસ્ય ઉકેલે. હો ભક્ત અર્થ - જે સ્વરૂપમાં સ્થિત છે, સર્વ ઇચ્છાઓના ત્યાગી છે, માત્ર પૂર્વે બાંધેલા કર્માનુસાર જેમનું સંસારમાં વિચરવાપણું છે, જેની અપૂર્વ વાણી છે, જેનામાં પરમથુતગુણ હોવાથી શાસ્ત્રોના ગુઢ રહસ્યોને આ વાણી દ્વારા જગજીવોના ઉપકાર અર્થે ખોલે છે, એવા જ્ઞાની પુરુષોને અમારા કોટીશઃ પ્રણામ હો. “સ્વરૂપ સ્થિત ઇચ્છા રહિત; વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત સગુરુ લક્ષણ યોગ્ય.” આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમકૃત, સગુરુ લક્ષણ યોગ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત - રજ્જા નામની સાથ્વીને એકવાર કોઢ રોગ થવાથી બીજી સાધ્વીઓને એમ કહ્યું કે આ મને કોઢ થયો છે તેનું કારણ આ પ્રાસુક જળ અર્થાતુ આ ગરમ કરેલું પાણી છે. તેથી બીજી સાધ્વીઓને પણ પ્રાસુક જળ ત્યાગવાનો ભાવ ઉપજ્યો. છતાં એક સાધ્વીએ વિચાર્યું કે અનંત તીર્થકરોએ તો ગરમ કરેલ પ્રાસુક જળ પીવાની આજ્ઞા કરેલ છે. માટે એણે અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ થાય એવું વચન ઉચ્ચાર્યું છે પણ હું તો ભગવાને કહ્યું તેમજ કરીશ. એમ વિચારતાં તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી રજ્જા સાધ્વીએ કેવળી ભગવંતને પૂછ્યું કે મને આ કોઢ શાથી થયો? ત્યારે ભગવંતે કોઢનું કારણ શરીરમાં રક્તપિત્તનો દોષ હોવા છતાં સ્નિગ્ધ ભોજન કરવાથી અને તેમાં કરોળિયાની લાળનું મિશ્રણ ભળવાથી તને આ કોઢનો રોગ થયો છે. પછી રજ્જા સાથ્વીએ ઉસૂત્ર ભાષણના દોષનું પ્રાયશ્ચિત્ત પૂછતાં કેવળી ભગવંતે કહ્યું : તેં બધી સાધ્વીઓને શંકામાં નાખવાથી અનંત સંસાર વધાર્યો છે. માટે એનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે અનંત તીર્થકરની વિરુદ્ધ મહાપાપી વચન ઉચ્ચારવાથી તેં મોટું પાપ ઉપાર્જન કરેલ છે. તેના ફળમાં અનેક ભવમાં કુષ્ઠ, જલોદર, ભગંદર, ગંડમાળ વગેરે રોગોથી તને પીડાવું પડશે. માટે વિચારપૂર્વક ભાષા સમિતિનો ઉપયોગ રાખી શુદ્ધ વાક્ય બોલવાનો અભ્યાસ દરેકને રાખવા યોગ્ય છે. |૧ળા ૩. એષણા-સમિતિ સંયમ સાઘન દેહ ટકાવે સાધુ શુદ્ધ આહારે, ઉત્પાદોડ્ઝમ, અંગારાદિ, શંકા, વિધ્ર નિવારે. હો ભક્ત અર્થ:- સંયમનું સાધન આ દેહ છે. તેને ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy