SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧) મન્સુરુષોની અનંત દયા ૩૦૫ = અર્થ – ભગવાનની વાણી કિંમાલયના બરફની સમાન શીતલ હોવાથી ત્રિવિધ તાપને શમાવી શાંતિ આપનાર છે. જે સર્વ દિશાઓમાં એટલે સર્વ પ્રકારે સારરૂપ અર્થાત્ કલ્યાણને જ આપનારી છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સાગરમાં ભરતી લાવે તેમ ભગવાનની વાન્ની અંતરમાં નવા નવા ભાવો ઊભરાવી આનંદ પમાડનાર છે. કા ભાવ જ ચિંતામણિ ગણો જય ઇચ્છિત ફળ દેનાર રે ગુણ મોક્ષ વરે કોઈ ભાવથી જય” સુર-સુખ કો વરનાર રે ગુણ- ૮ અર્થ :– એ ઉત્તમ ભાવોને ચિંતામત્રિ રત્ન સમાન માનો કે જેથી સમકિત અથવા કેવળજ્ઞાનરૂપ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શુદ્ધભાવ ભાવી મોક્ષને પામે છે, અને કોઈ શુભભાવ ભાવી દેવલોકના ઇન્દ્રિયસુખને પામે છે. સર્વનું કારણ જીવના શુભાશુભભાવ કે શુદ્ધ ભાવ છે. ભરૂચમાં ઘોડાને બોઘ આપવા માટે શ્રી મુનિસુવ્રત ભગવાન ૬૦ યોજનનો વિહાર કરી આવ્યા. તેમની વાણી સાંભળી ઘોડો ખુબ આનંદ પામ્યો અને ઉત્તમભાવથી અનશન લઈ દેહત્યાગી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મોક્ષને પામશે. ગમે તે ગતિમાં જીવ ઉત્તમ ભાવ કરે તે ઉચ્ચ દશાને પામે છે. II૮ાા ક્ષેપક શ્રેણિ કોઈ ચઢે જય- સર્વજ્ઞ કોઈ થાય રે ગુણ ઉપશમ શ્રેણીના બળે જય કોઈ અમોહ્ન જણાય ૨ ગુણ હ અર્થ :– સત્પુરુષે અનંત દયા કરી ચિલાતીપુત્રને ઉપશમ, વિવેક, સંવર ત્રણ શબ્દો આપ્યા. તેના વિચારવર્ડ ક્ષપક શ્રેણી માંડી ને સર્વજ્ઞ થયા અથવા ગુરુઆજ્ઞાએ માત્ર 'માષ તુષ' નું રટણ કરતાં શિવભૂતિ મુનિ કેવળી બની ગયા. કોઈ વળી ઉપશમ શ્રેણીનાં બળે આગળ વધી અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી જઈ છદ્મસ્થ વીતરાગ જેવા અમોહી જણાયા. આ બઘી દશા પ્રાપ્ત થવાનું કારણ મહત્પુરુષોની અનંત દયા છે. ।।૯। દર્શનમોહ ખપાવતા જય૦ ક્ષય કરી આદિ કષાય રે ગુણ ક્ષાયિક દર્શન પામતા જય એવા જ્યાં નર-રાય રે ગુણ ૧૦ અર્થ સત્પુરુષોની કૃપાદૃષ્ટિથી, દર્શનમોહ એટલે મિથ્યાત્વને અને આદિ એટલે પ્રથમના અનંતાનુબંધી કષાયનો સાથે ક્ષય કરવાથી જીવ સમકિત પામે છે, જ્યારે શ્રેણિક જેવા મહારાજા ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી ક્ષાયિક સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે છે. ।।૧૦।। અપ્રમત્ત મુનિ કો બને જય૦ સર્વ-વિરતિ ઘરનાર રે ગુણ દેશ-વિરતિ કો આદરે જય કોઈ સુદર્શન સાર રે ગુણ ૧૧ અર્થ :– ભગવાનના ઉપદેશથી કોઈ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રમત્ત મુનિ બને છે, કોઈ સર્વ વિરતિયંત મુનિપણું અંગીકાર કરે છે, કોઈ આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક જેવા હાદશવ્રતને ઘારણ કરી દેશ વિરતિવંત શ્રાવક બને છે. કોઈ અનાથીમુનિની કૃપાથી શ્રેણિક મહારાજા જેવા જગતમાં સારરૂપ એવા સુદર્શન એટલે સમ્યક્દર્શનને પામે છે, ।૧૧।। સુર નર તિર્યંચો ઘણા જય૰ કૃષ્ણપક્ષી જીવ કોઈ તો જય સમકિત સન્મુખ થાય રે ગુણ શુક્લપી બની જાય રે ગુણ ૧૨
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy