SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ ૫૪૧ અર્થ - આ જીવની તૃષ્ણારૂપી ખાડી સ્વર્ગના સુખો વડે પણ જરાય પુરાય એવી નથી, તો અહીં આ મનુષ્યભવમાં ઇન્દ્રિયસુખની શું આશા રાખવી? માટે હે આય! હવે અવિનાશી સુખનો ઉપાય ગ્રહણ કરો કે જેથી ફરી કોઈ કાળે દુઃખ આવે નહીં. આશા સમજી સર્વે રે દીક્ષા ગ્રહી રહે, જનક જિનેશ્વર પાસ, સુણ ચક્રી તે રે હર્ષથી લે કરે સૌની વ્યવસ્થા ખાસ. જાગો અર્થ - પ્રભુની કહેલ વાતને સમજી સર્વે અઠ્ઠાણું પુત્રોએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી અને જનક એટલે પિતા જિનેશ્વરની પાસે જ રહ્યા. ચક્રવર્તી ભરત સર્વની દીક્ષા સાંભળી હર્ષ પામ્યા. તથા તેમના રાજ્યોની વ્યવસ્થા કરી ખાસ સંભાળ લીધી. IIટા બાહુબલિને રે દંત હવે મોકલે સ્વીકારવા ભાઈ-આણ, પણ બળ-ગર્વે રે નમવા ન ઇચ્છતાં, માંડે યુદ્ધ-મંડાણ. જાગો. અર્થ - હવે ભરતેશ્વર, મંત્રીના કહેવાથી બાહુબલિને ભાઈની આજ્ઞા સ્વીકારવા માટે દૂત મોકલે છે. પણ બાહબલિ બળના ગર્વથી નમવા ઇચ્છતા નથી. તેથી બન્ને વચ્ચે યુદ્ધનું મંડાણ થયું. તેમાં રણશિંગાના રે નાદો દશે દિશે આકાશે ઊભરાય, નોબત, ભેરી રે, હય-ગજ-ગર્જના, સુભટ-હુંકારા થાય. જાગો. અર્થ - રણસંગ્રામના નાદો દશે દિશામાં આકાશે ઊભરાવા લાગ્યા. નોબત, ભેરી, હય એટલે ઘોડા, હાથીની ગર્જના તથા સુભટોના હુંકારા જોરશોરથી સંભળાવા લાગ્યા. ૧૦ના દિવ્યાયુથો રે ચક્રાદિ ચળકતાં, રથચક્રે ચિત્કાર, રજ ઊડ્યાથી રે રવિ ઢંકાય ત્યાં, કરે ચારણ જયકાર. જાગો. અર્થ - દિવ્ય આયુધો એટલે હથિયારો તથા ચક્રાદિ ચળકતા હતા. રથના ચક્રોનો ચિત્કાર પણ સંભળાતો હતો. સર્વ સૈનિકો, ઘોડાઓ, હાથીઓ, રથો વગેરે જોરશોરથી ચાલવાથી એટલી ધૂળ ઊડી કે જેથી સૂર્ય ઢંકાઈ ગયો. ચારણ ભાટો પણ ઊંચા અવાજે જય જયકારના શબ્દો બોલતા હતા. ૧૧ાા વિદ્યાથર ને રે સુર-નર-અગ્રણી વર-યશ વરવા જાય, સેના સાથે ભરત નૃપ ચાલિયા, ર્જીતવા બાહુબલિ રાય. જાગો. અર્થ - વિદ્યાઘર, દેવતા તથા મનુષ્યોમાં આગેવાન બઘા વીરતા બતાવી યશ મેળવવા માટે ચાલ્યા. સર્વ સેના સાથે ભરત મહારાજાએ પણ બાહુબલિ રાજાને જીતવા માટે પ્રયાણ કર્યું. ૧૨ા. બાહુબલિએ રે નૃપ બહુ નોતરી, કર તૈયારી સાર, સામા ચાલ્યા રે નિજ સીમા સુઘી, ઘરી ઉત્સાહ અપાર. જાગો અર્થ -બાહુબલિએ પણ ઘણા રાજાઓને નોતરી લડાઈને યોગ્ય સર્વ તૈયારી કરી. પછી ભરતરાજાની સામાં પોતાની સીમા સુધી સર્વ રાજાઓ સેના સાથે અપાર ઉત્સાહ ઘરીને ચાલ્યા. /૧૩ના સેના સર્વે સમક્ષ બાહુબલિ, બોલે બોલો વિશાળ - “મોટી સેના રે ભરતેશ્વરે ભરી, તેમાં માનો ન માલ. જાગો.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy