SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૭ સમ્યગ્દર્શન તણા પ્રતાપે, જ્ઞાન-દોષ દૂર થાતો રે, કુશ્રુત આદિ સુશ્રુત બનતાં, મોક્ષમાર્ગ સમજાતો રે. પરો. વ૦ અર્થ - સમ્યગ્દર્શનના પ્રતાપે, જ્ઞાનમાં વિપરીતતારૂપ દોષ હોય તે દૂર થાય છે. તેથી કશ્રત એટલે મિથ્યાજ્ઞાન આદિ સુશ્રુત બનતાં જીવને મોક્ષમાર્ગ સમજાય છે. ૧૦૨ાા વિપરીત વર્તન પણ પલટાતું, સવ્રત આદિ આવે રે, સર્વ-સંગ-પરિત્યાગ કરી તે સિદ્ધ-ભાવના ભાવે રે. પરો. વ. અર્થ :- સમ્યગ્દર્શનવડે વિપરીત વર્તન પણ પલટાઈ જાય છે અને સુવ્રત આદિ જીવનમાં આવે છે. પછી સર્વસંગ પરિત્યાગ કરી તે સિદ્ધ બનવાની ભાવનાને ભાવે છે. ||૧૦૩ જીંવતા સુઘી પાંચ મહાવ્રત મુમુક્ષુ મુનિ પાળે રે, ત્રસ કે સ્થાવર જીવ હણે ના ર્જીવન "અહિંસક ગાળે રે. પરોવળ અર્થ – જીવતા સુધી મુમુક્ષુ એવા મુનિ પંચ મહાવ્રત પાળે છે. ત્રસ કે સ્થાવર જીવોને હણે નહીં. તથા સંપૂર્ણ અહિંસક જીવન તે ગાળે છે. તે ૧૦૪ો. પ્રિય, હિતકારી, મિત, અહિંસક, ‘સત્ય વચન મુનિ બોલે રે, આપ્યા વિના કાંઈ ન લેતા, વ્રત અચૌર્ય તે પાળે રે. પરો. વ૦ અર્થ - પ્રિય, હિતકારી, મિત એટલે માપસર તથા અહિંસક, સત્ય વચન મુનિ બોલે છે. એ એમનું સત્ય મહાવ્રત છે. તથા આપ્યા વિના કાંઈ લે નહીં. એમ તે અચૌર્ય મહાવ્રતને પાળે છે. ૧૦પા બ્રહ્મચર્ય વ્રત તન-મન-વચને પાળ પળાવે હર્ષે રે, મમતા કરે ન કોઈ પદાર્થો, વ્રત અપરિગ્રહ રક્ષે રે. પરો. વ૦ અર્થ - ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતને મનવચનકાયાથી પોતે હર્ષથી પાળી બીજાને પણ પળાવે છે. કોઈ પદાર્થમાં મમતા એટલે મૂછભાવ કરતા નથી. કેમકે મૂછભાવ એ જ ખરેખર પરિગ્રહ છે. એમ મમતારહિત વર્તી અપરિગ્રહ મહાવ્રતની રક્ષા કરે છે. ||૧૦૬ાા અંશે વ્રત તે પાંચે પાળે, અર્ણવ્રતી તે જાણો રે, યથાશક્તિ ગૃહી ઉપાસક, મહાવ્રતે મન આણો રે. પરોઢ વરુ અર્થ - એ પાંચ મહાવ્રતને જે અંશે પાળે તે અણુવ્રતી શ્રાવક કહેવાય છે. તે ઘરમાં રહીને યથાશક્તિ ઉપાસના કરે છે. તથા મહાવ્રત પાળવાની જેના મનમાં અભિલાષા છે કે હું ક્યારે સર્વસંગપરિત્યાગી થઈશ, તે જ ખરો શ્રાવક કહેવાય છે. ૧૦શા સત, પત્ની-વ્રત, સંતોષી તે, સત્ય વચન ઉચ્ચારે રે, ત્રસ જીંવને ના હણે કદી તે, સ્થાવર વ્યર્થ ન મારે રે. પરો. વ૦ અર્થ - સતી હોય કે પતિ પ્રત્યેના કર્તવ્યને અને શ્રાવક હોય તે પત્ની પ્રત્યેના કર્તવ્યને સંતોષી, સત્ય વચન ઉચ્ચારે છે. તે કદી ત્રસ જીવોને હણે નહીં. તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોને પણ તે વ્યર્થ મારતા નથી. ૧૦૮ાા.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy