SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૨ ૫ શીત, તાપ, વરસાદ, વીજળી, વાઘ, વરું ભયકારી રે, ભૂખ, તરસ, નિદ્રાદિ હાજતો અર્થ વર્ષ વિસારી રે. પરો. અર્થ :- પ્રભુએ છ મહિના સુધી ઠંડી, ગરમી, વરસાદ, વીજળી કે ભય ઉપજાવનાર વાઘ, વરુ એટલે હિંસક પ્રાણીનો પણ ભય રાખ્યો નથી. ભૂખ, તરસ, નિદ્રા આદિ હાજતો પણ અર્થ વર્ષ સુધી વિસારી દીધી. ગરપા પછી ચિંતવે : “દીવો તેલે, તરુ જળથી પોષાયે રે, આ કાયા આહારે ચાલે, ભિક્ષા-શુદ્ધિ સહાયે રે. પરો. અર્થ :- પછી ચિંતવા લાગ્યા કે દીવો તેલથી પ્રકાશ આપે, વૃક્ષ જળથી પોષણ પામે તેમ આ કાયા પણ આહારથી ચાલે છે. માટે શરીર ટકાવવા બેંતાલીશ દોષ રહિત શુદ્ધ આહારની ભિક્ષા લેવી યોગ્ય છે. શરીર મધ્યમ્ વસ્તુ ઘર્મ સાધનમ્'. શરીર છે તો ઘર્મની આરાધના થઈ શકે. પરવા તે માટે વસ્તીમાં ફરવું એક વખત મધ્યાહ્ન રે, દોષ-રહિત ભિક્ષા ના પામું, તો તપ થાશે ધ્યાને રે. પરો. અર્થ :- ભિક્ષા અર્થે એક વખત મધ્યાહ્નકાળે વસ્તીમાં ફરવું. તેમાં જો દોષરહિત શુદ્ધ ભિક્ષા ન મળી તો તપમાં વૃદ્ધિ થઈ એમ માની ધ્યાનમાં લીન થવું. રા હું તો હજીં ખેંચું તપ તોયે કાયા ચાલે તેવી રે, પણ મુનિ-માર્ગ તણી રીતિને હવે પ્રગટવા દેવી રે. પરો. અર્થ - હું તો હજી તપને લંબાવું તો પણ કાયા ચાલે તેવી છે. છતાં મુનિમાર્ગની આહારરીતિને હવે પ્રગટવા દેવી છે. જેથી તેમ કરવું યોગ્ય છે. ૨૮ શરીર સાઘન તપનું ટકતું મુનિજનનું આહારે રે, તપથી ઇંદ્રિય-જય, પછી સમતા, મોક્ષ એ જ આઘારે રે.” પરો. અર્થ - તપ કરવાનું સાઘન શરીર છે. તે મુનિજનનું આહારવડે ટકે છે. “ઇચ્છાનિરોઘરૂપ ઇચ્છાઓને રોકી નિર્મૂળ કરવામાં શરીર સાઘનભૂત છે. તપથી ઇન્દ્રિય જય થાય છે, પછી સમતા આવે છે. એ પ્રમાણે એક બીજાના આઘારથી જીવ મોક્ષને પામે છે. રા. મૌનપણે ભિક્ષાર્થે વિચરે, પ્રતિમાનયોગ તજીને રે, જગ-ઉપકારક ઋષભ જિનેશ્વર, સમિતિ-યોગ સજીને રે. પરો. અર્થ - પ્રભુ મૌનપણે પ્રતિમાચોગ એટલે કાઉસગ્ગ ધ્યાનનો ત્યાગ કરી ભિક્ષા મેળવવા અર્થે વિચરવા લાગ્યા. જગતના જીવોનો ઉપકાર કરવામાં સમર્થ એવા શ્રી ત્રઋષભ જિનેશ્વર પ્રભુ ચાલવા વગેરેમાં ઈર્ષા સમિતિ આદિ પૂર્વક વિચરવા લાગ્યા. ૩૦ નગરજનો નમીને બોલાવે : “સ્વીકારો મે'માની રે, અમ ઘર પગલાં જરૂર કરો પ્રભુ, પ્રીતિ-રીતિ પિછાની રે, પરો. અર્થ – ભિક્ષાર્થે વિચરતા પ્રભુને નગરજનો નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે પ્રભુ! અમારી મહેમાનગીરી સ્વીકારી અમને કૃતાર્થ કરો. આપ પ્રેમની રીત પિછાની અમ ઘેર પગલાં જરૂર કરો. ૩૧ાા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy