SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઔષધિ અમી સમી મળે જી, ઇન્દ્ર સમા સ્વામી હોય, વજ સમાં આયુથ છે જી, મરે ઇન્દ્રાણી તોય. જીંવ, જોને. અર્થ - જ્યાં અમી એટલે અમૃત જેવી ઔષધિ મળે છે, ઇન્દ્ર જેવા જેના સ્વામી છે, વજ જેવાં આયુર્ઘ એટલે હથિયાર છે; છતાં દેવલોકમાં રહેલી ઇન્દ્રાણીનું મરણ થઈ જાય છે. તેને કોઈ બચાવવા સમર્થ નથી. II. હરે હરણ હરિ જંગલે જી, તેમ મરણની ફાળ અચૂક જાણી ચેતવું જી, તજી અવર જંજાળ. જીંવ, જોને. અર્થ - જંગલમાં રહેલ હરણનું હરિ એટલે સિંહ હરણ કરી જાય છે. તેમ મરણની ફાળ એટલે ધ્રાસકો સર્વને અચૂક લાગવાનો છે; એમ જાણી ચેતી જવું. બીજી બધી સંસારની જંજાળ તજી દઈ શીધ્ર આત્મહિત કરવું. ./૧૦ગા. ત્રિગુતિ આરાઘવા છે, જે ન કરે પુરુષાર્થ, મડદા સમ નર તે ભમે જી, અશરણ, ચૂંક આત્માર્થ. છંવ, જોને અર્થ - મનગતિ, વચનગુપ્તિ અને કાયમુતિને આરાઘવા જે જીવ પુરુષાર્થ કરતો નથી, તે જીવ હાલતા ચાલતા મડદા જેવો છે. તે આત્માર્થને ચૂકી જઈ, અશરણ બની ચારે ગતિમાં ભમ્યા કરે છે. ||૧૧|| અનિત્ય નરદેહે રહે છે, આત્મા નિત્ય સુગુપ્ત, શાશ્વતતા પ્રગટાવવી જી, રહું નહીં સુષુપ્ત. જીંવ, જોને. અર્થ – અનિત્ય એવા આ મનુષ્યદેહમાં નિત્ય એવો આત્મા સારી રીતે ગુણ રહેલો છે. “ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.” તે આત્માની શાશ્વત સુખરૂપ દશાને પ્રગટાવવા માટે હવે સતતુ પ્રયત્નશીલ રહું, પણ મોહનિદ્રામાં સુષુપ્ત એટલે સુતેલો રહું નહીં એવી અશરણભાવના શ્રી ઋષભદેવ ભાવી રહ્યાં છે. ૧૨ા. (૩) એકત્વભાવના સ્વજન-મિત્ર-સંયોગના જી, થાય વિયોગો જરૂર, જીવે જગમાં એકલો જી, ભમે સ્વકર્મે દૂર. જીંવ, જોને અર્થ - જગતમાં મળેલ સ્વજન કુટુંબીઓ કે મિત્રોના સંયોગનો વિયોગ અવશ્ય થાય છે. તે કંઈ કાયમ રહેતા નથી. પોતે એકલો જ જગતમાં સર્વ કાળ જીવે છે. અને પોતાના જ કરેલા કર્મ પ્રમાણે તે ચાર ગતિમાં ભમ્યા કરે છે. તેમજ સર્વ કર્મોને દૂર કરનાર પણ પોતે જ છે. ૧૩ અબુધ, જન્માંથ, હીજડો જી, ગરીબ ને ગુણહીન, દયામણો ર્જીવ એકલો જી, ચંડ, ચંડાલ, દીન. જીંવ, જોને. અર્થ - પોતાના કર્મ પ્રમાણે તે અબુઘ એટલે અજ્ઞાની, જન્માંઘ કે હીજડો બને છે, ગરીબ કે ગુણહીન થાય છે. અથવા પોતે જે ચંડ એટલે ક્રોથી, ચંડાલ કે દીન એટલે ભિખારી બની જઈ દયામણો એટલે દયા કરવાને પાત્ર થાય છે. આ સર્વ દુઃખ જીવ એકલો જ ભોગવે છે. II૧૪.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy