SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) આત્મ-ભાવના ૪૩૯ અર્થ - કર્મના ઉદયનો સ્વભાવ આકુળતાપૂર્ણ છે. અર્થાત આત્માને અશાંતિ ઉપજાવનાર છે અને અસુખ-ઘામ એટલે દુઃખનું જ ઘર છે; જ્યારે આત્માનો સ્વભાવ સદા નિરાકુલ છે એમ વિચારો. આત્મા તો સ્વયં અનંત સુખથી પરિપૂર્ણ છે એમ મનમાં શ્રદ્ધા કરો. ૧૬ાા. આગામી કાળે ફળદાર્યો કર્મો, ઘરે ઉરે ગર્ભિત દુઃખ-થર્મો આત્મા નથી પુદ્ગલ-ભાવ-હેતુ, અદુઃખકારી, ભવ-અંબુ-સેતુ. ૧૭ અર્થ :- આગામી એટલે ભવિષ્યકાળમાં ફળ આપનાર કર્યો જે સત્તામાં પડ્યાં છે. તે પણ ગર્ભિત રીતે દુ:ખના ઘર્મોને જ ઘારણ કરેલ છે. જે પુદગલ પરમાણુનું પરિણમન થઈ રહ્યું છે તેનું કારણ આત્મા નથી. તે સ્વતઃ છે. આત્મા તો અદુઃખકારી એટલે અનંત સુખમય સ્વભાવવાળો છે, અને આત્મભાવના છે તે જીવને ભવ-અંબુ એટલે ભવજળથી પાર ઉતારવામાં સેતુ એટલે પુલ સમાન છે. ૧ળા આવા વિચારે ઑવ ભેદ-જ્ઞાને, શિથિલ કર્મોદયથી પિછાને ચૈતન્ય-ભાનુ, ખસતાં કુકર્મો અમાપ તેજે પ્રગટે સ્વથર્મો. ૧૮ અર્થ - ઉપરોક્ત ભેદજ્ઞાનના વિચાર કરવાથી જીવના કર્મોદય શિથિલ થતાં જાય છે. તેથી સૂર્ય સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માની તેને ઓળખાણ થાય છે. પછી કુકમોંના આવરણો ખસતાં આત્માનું અમાપ તેજ વાજલ્યમાન થઈ પોતાના અનંત ગુણધર્મો પ્રગટે છે. /૧૮ના હું મુક્ત સર્વે પરભાવથી છું, અસંગ છું દ્રવ્યથી એકલો હું, ક્ષેત્રે અસંખ્યાત ઘરું પ્રદેશો, સ્વદેહવ્યાપી અવગાહના શો. ૧૯ હવે આત્મભાવના કરવા આત્મસાઘન બતાવે છે : અર્થ – હું સર્વ પરભાવથી મુક્ત છું, હું ભાવકર્મ, દ્રવ્યકર્મ, નૌકર્મથી રહિત અસંગ છું, દ્રવ્યથી જોઈએ તો હું એકલો છું. ક્ષેત્રથી આત્માના અસંખ્યાત પ્રદેશોને ઘારણ કરનાર છું. અને સ્વદેહમાં વ્યાપેલો છું. સ્વદેહ પ્રમાણ એ મારી અવગાહના એટલે આકાર છે. ૧૯ાા કાળે સ્વપર્યાય પરિણમતો, અજન્મ ને શાશ્વત-થર્મ-વંતો છું શુદ્ધ ચૈતન્ય, વિકલ્પ-હીન, સ્વ-ભાવ-દ્રષ્ટા જ, વિજ્ઞાનલીન. ૨૦ અર્થ - કાળથી હું સમયે સમયે સ્વપર્યાયમાં જ પરિણમું છું, હું અજન્મ છું. મારો કોઈ કાળે જન્મ થયો નથી. કેમકે હું શાશ્વત-ઘર્મવાળો છું. અને ભાવથી હું જ્ઞાનદર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. મારો સ્વભાવ નિર્વિકલ્પ દ્રષ્ટા છે અને પોતાના વિશેષ જ્ઞાનમાં જ લીન રહેવાવાળો છું. ૨૦ાા આત્મસાઘન દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર - અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (વ.પૃ.૭૯૪). જ્ઞાની ક્રમે આત્મ-વિચાર અર્થે કહે શરીરે નિજ ભાવ વર્તે, ત્યાંથી ક્રમે પ્રાણ નિજાત્મ ઘારો, પછી ગણો ઇન્દ્રિયોના પ્રચારો. ૨૧
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy