SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬) પારમાર્થિક સત્ય ૪૩૧ અર્થ :— ૫૨વસ્તુને પોતાની કહેવી તે વ્યવહારનયની અપેક્ષાએ ઉપચાર એટલે કહેવામાત્ર છે. એવા ઉપયોગની જાગૃતિપૂર્વક બોલવું તે પરમાર્થથી સત્ય ભાષા ગણાય છે. ટા સૌ આરોપિત વસ્તુ જે દેહ, સ્ત્રી, પુત્રાદિ વિષે રે, વાત કરે પણ જાણતો ભિન્ન સ્વરૂપ ઉર દીસે રે. સદ્ગુરુના અર્થ :— દેહમાં સ્વપણાનું આરોપણ કરીને, કે સગાંસંબંધી એવા સ્ત્રી પુત્રાદિમાં મારાપણનો આરોપણ કરીને વાત કરતો હોય, તે વખતે પણ પોતાના અંતરમાં એ સર્વ પદાર્થ મારાથી સ્પષ્ટપણે ભિન્ન છે, એમ પારમાર્થિક ભાષા બોલનાર માને છે. ‘૧. દૃષ્ટાંત ઃ એક માણસ પોતાના આરોપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતો હોય તે વખતે સ્પષ્ટપણે તે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું, અને તે મારાં નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તો તે સત્ય કહેવાય.” (વ.પૂ.૬૭) ||૯|| મારાં નર્થી એ માનતો ભાન સહિત કહે કોઈ રે, તો પરમાર્થ સત્ય તે; ભાષાસમિતિ તે જોઈ રે. સદ્ગુરુના અર્થ :— દેહ કુટુંબાદિને આરોપિત ધર્મવડે પોતાના કહેતો હોય, પણ અંત૨માં ભાન સહિત હોય કે એ મારા નથી; તો તે પરમાર્થે સત્ય ભાષા કહેવાય છે. તે ભાષાસમિતિ ધઈ એમ માન. ભગવાને જેમ આજ્ઞા આપી છે તે આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું તે ભાષાસમિતિ છે. ।।૧૦।। ગ્રંથ વિષે વર્ગો વર્ણવે શ્રેણિક, ચેલાણારાણી રે, બન્ને આત્મા તે હતા, ભવ-કર્મ અન્ય પ્રમાણી રે. સદ્ગુરુના = અર્થ – કોઈ ગ્રંથકાર ગ્રંથમાં શ્રેણિકરાજા અને ચેલણા૨ાણીનું વર્ણન કરે ત્યારે એ બન્ને આત્મા હતા. પણ તે ભવ આશ્રયી તેમનો આ કર્મ સંબંધ હતો. અન્ય ઘન, રાજ્ય વગેરે પણ કર્મના પ્રમાણે હતા. ‘૨. દૃષ્ટાંત : જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિકરાજા અને ચેલણારાણીનું વર્ણન કરતા હોય; તો તેઓ બન્ને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમનો સંબંધ, અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વગેરેનો સંબંઘ હતો; તે વાત લક્ષમાં રાખ્યા પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થસત્ય.” (પૃ.૬૭૬)||૧૧|| સંયોગો સૌ જાદા ગણી વર્ણવે, લખે વ્યવહારે રે, તો પરમાર્થે સત્ય તે; દ્રષ્ટિ એ આશય ઘારે રે. સદ્ગુરુના અર્થ :— મળેલા સર્વ કુટુંબાદિ સંયોગોને અંતરથી જુદા જાણી ઉપરથી વ્યવહારે તેમની સાથે વર્તન કરે, તો તે પરમાર્થે સત્ય ગણાય છે. સમ્યદૃષ્ટિ મહાત્માના હૃદયમાં એવો આશય હોય છે. ।।૧૨।। સમ્યગ્દષ્ટિ થયા પછી, અભ્યાસે બોલી શકાતું રે, પરમાર્થ સત્ય સ્વરૂપ આ, પછીથી સહજ થઈ જાતું રે. સદ્ગુરુના અર્થ :- સમ્યગ્દર્શન થયા પછી અભ્યાસથી આ પરમાર્થ સત્ય બોલી શકાય છે. પછી વિશેષ અભ્યાસે તે સહજ થઈ જાય છે. “સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી ૫રમાર્થસત્ય બોલવાનું થઈ શકે છે; અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે.’’ (વ.પૃ.૬૭૬) ||૧૩|| પછી ઉપયોગ રહ્યા કરે, વિશેષ અભ્યાસ સેવ્યે રે. વ્યવહારથી ય સત્ય જે બોલવું મૂકે નેવે રે- સદ્ગુરુના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy