SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સો ગામનું દાન દીધું તથા સોના અને રત્ન આદિથી તેની પૂજા કરી. મુરલા આજ મુંજ અભિષેકનો ઉત્સવ નૂતન થાતો રે, તમે પઘાર્યા તો ઉરે હર્ષ હવે ના માતો રે.” ૩૦ અર્થ :- શ્રી વિજયકુંવર કહેઃ આજે મારો નૂતન રાજ્યાભિષેકનો ઉત્સવ થાય છે અને તેમાં વળી ઓચિંતા તમે પઘાર્યા તેથી હદયમાં હર્ષ સમાતો નથી. ૩૦ થોડા દિન રહીને ગયો અમિતતેજ નિજ પુરે રે; સુતારા વિદ્યાથરી રમી રહીં પતિના ઉરે રે. ૩૧ અર્થ - થોડા દિવસ સાસરામાં રહી અમિતતેજ પોતાના નગરમાં ગયો. તેની બહેન સુતારા વિદ્યાધરી જે રાજા વિજયકુંવરને પરણાવેલ છે તે પતિને પ્રિય હોવાથી તેના હૃદયમાં રમી રહી આનંદ સહ કાળ નિર્ગમન કરવા લાગી. ૩૧ના માતાની શિક્ષા વડે શ્રવિજય વિદ્યા સાથે રે, સુતારા સહ તે વને, ગગને જાય અબાધે રે. ૩૨ અર્થ - એકવાર માતાની શિક્ષાથી શ્રી વિજયકુંવર સુતારા સાથે આકાશમાર્ગે અબાઘાપૂર્વક વનમાં જઈ વિદ્યા સાધવા લાગ્યો. રા. વન-ક્રીડા કરતો ફરે, પ્રેમ-મદિરા પીતો રે, સિંહાદિના સ્થાનમાં ફરતાં તે ના બીલો રે. ૩૩ અર્થ - જંગલમાં પ્રેમરૂપી મદિરા પીતો તે વનક્રીડા કરવા લાગ્યો. સિંહ આદિના સ્થાનમાં પણ ફરતાં તે બીતો નથી. ૩૩ાા. હરણું અવનવું દેખીને કહે સુતારા, “ઝાલો રે, રમવા લઈ જઈશું ભલું, જર્ફેર મને એ આલો રે.”૩૪ અર્થ :- ત્યાં વિચિત્રરૂપવાળું હરણને જોઈ સુતારા બોલી : એને ઝાલી મને આપો. એને રમવા લઈ જઈશું. તે જરૂર મને લાવી આપો. ૩૪ો. શ્રીવિજય ચતુરાઈથી તેની પાછળ ચાલ્યો રે, તે પણ દોડે વળી ચરે, કાળ એમ બહુ ગાળ્યો રે. ૩૫ અર્થ:- શ્રી વિજયકુંવર ચતુરાઈથી તેને પકડવા પાછળ ચાલ્યો. તે હરણ પણ દોડે, વળી ચરવા લાગે. એમ કરતાં બહુ સમય પસાર કર્યો. સપના વિદ્યાઘર કપટી બીજો શ્રીવિજય થઈ આવ્યો રે : હાથ ન આવ્યું હરણ તે, કોઈ રીતે ના ફાવ્યો રે; ૩૬ અર્થ - ત્યાં સુતારા પાસે બીજો એક વિદ્યાધર કપટથી શ્રી વિજયકુંવરનું રૂપ લઈ આવ્યો. અને કહેવા લાગ્યો કે બહુ પ્રયત્ન કરવા છતાં તે હરણ હાથમાં આવ્યું નહીં; હું કોઈ રીતે તેમાં સફળતા મેળવી શક્યો નહીં. ૩૬ો.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy