SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તે જીવ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહનીય કર્મને બાંધે છે. તેથી સાચા દેવગુરુઘર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવવાથી તેનું ચિત્ત અસ્થિર રહે છે. પિતા પ્રમાદ-કારણ તન-મન-વાચા-વર્તન વીર્ય-પ્રભાવે; વીર્ય પ્રવર્તે કાયાથી; જીંવ કાયા-કારણ થાવે. સગુરુવ અર્થ :- પ્રમાદ થવાનું કારણ તન-મન અને વચનનું વર્તન છે. તે વીર્યના પ્રભાવે વર્તે છે. તે વીર્ય કાયાવડે પ્રવર્તે છે. તે કાયાના પ્રવર્તનનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય છે. કાાં ચારે ગતિના જીવો વેદે કાંક્ષા-મોહ સદાયે, પૃથ્વી-અ-કાયાવાળા પણ મનરહિત છે તોયે. સદ્ગુરુ અર્થ - તેથી પ્રમાદનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય પોતે હોવાથી ચારે ગતિના જીવો સદાયે દર્શનમોહ એટલે મિથ્યાત્વને વેદે છે. પૃથ્વીકાય, અપ એટલે જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો મનરહિત છે તો પણ મિથ્યાત્વના ઉદયને વેદે છે. Iળા. સાધુ-દશા પામી પણ વેદે કર્મ ઉદય જો આવે; કુસંગથી શ્રદ્ધા પલટાતાં, મન સંશય ઉપજાવે. સદગુરુ અર્થ :- સાધુદશા પામીને પણ જો કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વને વેદે છે. જો કુસંગ હોય તો શ્રદ્ધા પલટાઈ જઈ મનમાં શંકા ઉત્પન્ન થાય છે. દા. શંકા સદગુરુ કે સન્માર્ગે, પ્રેરે પરમત-પ્રીતિ; વીતરાગતા શું ફળ દેશે? રહે નહીં ભવભીતિ. સદગુરુ અર્થ :- સદ્ગુરુમાં શંકા થવી કે આ સાચા સદગુરુ હશે? અથવા આ સાચો મોક્ષમાર્ગ હશે? એવી શંકા જીવને પરમતમાં પ્રીતિ કરવાની પ્રેરણા આપે છે. આ વીતરાગતા જીવને શું ફળ આપશે? આવી વિચારણા મિથ્યાત્વમોહને લઈને કરતાં જીવને ભવનો ભય પણ લાગતો નથી. લા. ઋદ્ધિ-સિદ્ધિ અતિશય ગુણો હજી નથી ઉદ્ભવતા, જરૂર વિપરીત માર્ગે હું છું એમ મુનિ અનુભવતા. સગુરુ અર્થ:- આટલી આરાઘના કરવા છતાં મને હજી કેમ ઋદ્ધિ-સિદ્ધિવાળા અતિશય ગુણો પ્રગટતા નથી. માટે જરૂર હું વિપરીત માગું છું એમ મુનિ મનમાં અનુભવે છે અર્થાત્ વિચાર કરે છે. I/૧૦ના મૂંઝવતા આ કાળે જો જીંવ, મંદ ગણે નિજ બુદ્ધિ, વીતરાગ, સર્વજ્ઞ જ સાચા, પરમતમાં નહિ શુદ્ધિ. સદ્ગુરુ અર્થ - પણ એમ જો મુનિ વિચારે કે આ દુષમકાળમાં આ પ્રમાણે દર્શનમોહ મને મૂંઝવે છે તેનું કારણ આ મારી બુદ્ધિ મંદપણાને પામી છે. વીતરાગ કે સર્વજ્ઞ પુરુષો તો સદૈવ સાચા જ છે. પરધર્મમાં આત્મશુદ્ધિનો આવો પરિપૂર્ણ બોઘ ક્યાંય છે નહીં. ||૧૧|| પાછું વાળે મન ડગમગતું જો કુસંગ તજીને, દશા વિશેષ થયે શંકા સૌ જશે, એમ સમજીને. સદ્ગુરુ અર્થ - એમ વિચારી ડગમગતા મનને મિથ્યામતવાદીઓનો કુસંગ તજી જો પાછું વાળે તો દશા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy