SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - મહાપુરુષની અનંત દયાવડે કેટલાય દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પણ સમ્યક શ્રદ્ધાનાં બળે સમકિત સન્મુખ થાય છે. ભગવાન પાર્શ્વનાથ પૂર્વ ભવમાં હાથીના ભવમાંથી તેમજ ભગવાન મહાવીર સિંહના ભવમાંથી સમકિત પામ્યા હતા. મિથ્યાત્વસંયુક્ત સમકિત વગરના દીર્ઘ સંસારી જીવો કષ્ણપક્ષી કહેવાય છે તે પણ સત્પરુષના બોઘવડે સમ્યક્દર્શન પામવાથી શુક્લપક્ષી બની અલ્પ સંસારી થાય છે. [૧૨ાા. જાતિ-સ્મરણે જાણતા જય૦ પૂર્વ ભવો વળી કોય રે ગુણ પરિભ્રમણ દુખ ટાળવા જય હવે ન ચૂકે સોય રે ગુણ૦ ૧૩ અર્થ - કોઈ વળી જાતિસ્મરણજ્ઞાન પામી પૂર્વભવોને જાણે છે. જેમકે મૃગાપુત્ર દોગંદક દેવની જેમ સુખ ભોગવતો હતો. પણ મુનિના દર્શનથી આ મેં કોઈ ઠેકાણે જોયેલું છે. એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી માતાપિતાને નરકાદિ ગતિનું ભયંકર સ્વરૂપ સમજાવી તેમજ અનાદિકાળનું પરિભ્રમણ દુઃખ ટાળવા માટે હવે હું આ અવસરને ચૂકું એમ નથી વગેરે જણાવીને દીક્ષા ગ્રહણ કરી. સંપ્રતિરાજા પણ મુનિને જોતાં જાતિસ્મરણજ્ઞાન પામવાથી શ્રી ગુરુની અનંતદયાવડે દ્રઢ જૈનધર્મી બની મંદિર મૂર્તિઓ વગેરે કરાવી શાસનની ઘણી પ્રભાવના કરી. ૧૩. અવધિજ્ઞાની બને ઘણા જય૦ દેખે ભૂત, ભવિષ્ય રે ગુણ મન:પર્યયજ્ઞાને કરી જય૦ મન વાંચે મુનીશ રે ગુણ૦ ૧૪ અર્થ - સત્પરુષની આજ્ઞા ઉઠાવવાથી આનંદ શ્રાવક જેવા ઘણા અવધિજ્ઞાની બની ભૂત ભવિષ્યને જુએ છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાનના બળે પ્રથમ દેવલોક અને નીચે પ્રથમ નરક સુઘી દેખાતું હતું. કોઈ મહાત્માઓ મન:પર્યવજ્ઞાન પામી મુનીશ્વરોના મનને વાંચે છે અર્થાત્ તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. ||૧૪. ગણઘર મોટા જે થતા જય. આગમ રચે અશેષ રે ગુણ ગુરુગમથી આગમ ભણી જય૦ જાણે સર્વ વિશેષ રે ગુણ ૧૫ અર્થ :- સત્પરુષની કૃપાથી શ્રી ગૌતમ સ્વામી જેવા મોટા ગણથરો થાય છે. તે અશેષ એટલે સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. કોઈ ગુરુમુખથી ગુરુગમ પામી આગમ ભણીને તેના સંપૂર્ણ રહસ્યને જાણે છે. ૧૫ શ્રુતકેવળી ભગવંત તે જય૦ દે સાચો ઉપદેશ રે ગુણ લબ્ધિવંત ઘણા જણા જય ગર્વ ઘરે નહિ લેશ રે ગુણ૦ ૧૬ અર્થ :– સમસ્ત વ્યુતના રહસ્યને જાણનાર એવા શ્રુતકેવળી ભગવંત તે ભવ્યાત્માઓને સાચો ઉપદેશ આપે છે. કેટલાય મુનિઓ અનેક લબ્ધિઘારી હોવા છતાં તેનો લેશ માત્ર ગર્વ કરતા નથી. શ્રી ગૌતમ સ્વામીએ ખીરના માત્ર એક પાત્રથી પંદરસો તાપસોને પારણું કરાવ્યું. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” એવા શ્રી ગૌતમ સ્વામી હોવા છતાં તેમનો તેમને કોઈ ગર્વ નથી. ||૧૬ાા વિચરે દેશ-વિદેશમાં જય ગગન-વિહારી કોય ૨ ગુણ ઘર્મ-પ્રભાવ વઘારતા જય૦ વાદ-રસિક જે હોય રે ગુણ૦ ૧૭
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy