SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- ભગવાને કહેલા ઉપદેશોને સાચા ભાવથી વિચારીને ગ્રહણ કરી સર્વે સદાચારનું સેવન કરો. તથા રાગદ્વેષના ભાવોને ઘટાડવાનો જ નિરંતર લક્ષ રાખવા યોગ્ય છે. ૩૮ાા જ્ઞાનીની આજ્ઞાએ, અથવા કરી પરીક્ષા ઘારોજી સ્વરૂપ સુદેવ-સુઘર્મ-સુગુરુનું ગ્રહીત મિથ્યાત્વ વારોજી. સૂક્ષ્મ અર્થ :- જ્ઞાનીની આજ્ઞાએ તે રાગદ્વેષ કેમ ઘટે તે પ્રમાણે વર્તન કરવું. પણ “જેની પાસેથી ઘર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું.” (વ.પૃ.૩૮૨) માટે સતુદેવ, સતુઘર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ શું છે? તેની પરીક્ષા કરી સદગુરુને ઘારણ કરવા. અને પૂર્વે ગ્રહણ કરેલી મિથ્યા માન્યતાનો ત્યાગ કરી શ્રદ્ધાને નિર્મળ કરવી. એ જ આત્માના કલ્યાણ માટે પરમ હિતકારી ઔષધ છે. ૩૯ કુસંગ તજી સત્સંગે ભણજો જિન-કથિત જીવાદિજી, તત્ત્વપ્રતીતિ એ અભ્યાસે થતાં, વિચાર-પ્રસાદીજી. સૂક્ષ્મ અર્થ:- કુદેવ, કુગુરુ અને કુઘર્મનો કુસંગ તજી સત્સંગે જિનેશ્વર ભગવંતના ઉપદેશેલા જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરજો. જેથી જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા થશે અને તે સંબંધી વિચાર કરવાની શક્તિ પ્રગટશે. ૪૦ાા. વિચાર કર્યા કરતાં સ્વપરનો ભેદ ભાસવા લાગેજી, પોતાનો આત્મા ઓળખવા સ્વàપવિચારે જાગેજી. સૂક્ષ્મ અર્થ :- આમ જડ ચેતનનો વિચાર કરવાથી તેમાં સ્વ શું અને પર શું છે? તેનો સ્પષ્ટ ભેદ ભાસવા લાગશે. અને પોતાનો આત્મા ઓળખવા માટે આવા સ્વરૂપ વિચારથી તે જાગૃત થશે. (૪૧) આત્માનુભવની પ્રાપ્તિનો આ ક્રમ ઉત્તમ ઘારોજી, કદ દેવાદિ, કદી તત્ત્વો કે આત્મ-સ્વરૂપ વિચારોજી. સૂક્ષ્મ અર્થ - આત્મઅનુભવ કરવાનો આ ઉત્તમ ક્રમ છે એમ માની તેને ઘારણ કરો. તે માટે કદી દેવગુરુ ઘર્મ વિષે કે કદી સાત તત્ત્વો વિષે અથવા આત્મસ્વરૂપ વિષેનો વિચાર કરવો યોગ્ય છે. II૪રા દર્શન-મોહન થશે મંદતા, સમ્યગ્દર્શન પ્રગટેજી, ભવ્ય જીવ આવા અભ્યાસે આવે મુક્તિની નિકટેજી. સૂક્ષ્મ અર્થ:- દેહથી આત્મા ભિન્ન છે એમ વિચાર કરતાં દર્શનમોહનીય કર્મની મંદતા થશે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. ભવ્ય જીવો આવા પ્રકારનો અભ્યાસ કરવાથી મુક્તિની નિકટતાને પામે છે. II૪૩ એવા અનુક્રમથી સાથે તો, મોક્ષમાર્ગ ઑવ પામેજી, એ અનુક્રમ ઉલ્લંઘે તે ઑવ રખડે જ્ઞાની-નામેજી. સૂક્ષ્મ અર્થ - ઉપર કહેલા અનુક્રમથી જીવ સાથના કરશે તો જરૂર મોક્ષમાર્ગને પામશે. સંક્ષેપમાં તે ક્રમ આ પ્રમાણે છે કે સૌથી પહેલા સદ્ગુરુની શોઘ કરી તેમની આજ્ઞા માન્ય કરવી. જેથી સાચા દેવગુરુ ઘર્મની શ્રદ્ધા થશે. અને ગ્રહિત મિથ્યાત્વનો નાશ થશે. તેથી કુગુરુ, કુદેવ અને કુશર્મનો સંગ છૂટી જશે. પછી સાત તત્ત્વોનો અભ્યાસ કરવો. જીવાદિ તત્ત્વોનો વિચાર કરતાં સ્વપર ભેદ ભાસવા લાગશે. તેના
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy