SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) સનાતન ધર્મ ૨૬૯ જીવ માની જશે, અને રાગદ્વેષાદિ મૂકવામાં જ મારું હિત છે એમ જાણી સદાને માટે મૂકી દેશે. ।।૧૮।। રાગ આદિ રહિત જ્યાંથી ત્યાંથી થવું એ સનાતન મહા ધર્મ માનો, પ્રાપ્ત સંયોગમાં ભાવ સમતા તો સાથવો એ જ ઉપદેશ જાણો. આજ ૧૯ અર્થ :– જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ આત્માનો સનાતન મહાઘર્મ માનો, જેવા સંયોગ આવી મળે તે પ્રાપ્ત સંયોગોમાં સમભાવ રાખવાનો પ્રયત્ન કરવો એ જ સર્વ જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે એમ જાણો. જેમ નાભા ભગતની ઝૂંપડી પાસે ચોરે માલ દાટી દીધો. ભગતને ચોર જાણી માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે. એમ સર્વ સંજોગમાં સમતાભાવ સાધવાનો જ ભગવાનનો ઉપદેશ છે. ।।૧૯।। જ સર્વ ક્રિયા કરી, દાન શીલ આચરી, આટલું સાધવું છે, વિચારો : સહજ સમભાવ તે નિજ રૂપ જાણીને, સાચવી રાખવું જરૂર ઘારો. આજ૦૨૦ અર્થ :સર્વ જપ તપાદિની ક્રિયા કરીને કે દાન, શીલ, ભાવ આદિનું આચરણ કરીને આટલું સાધ્ય કરવું છે કે જીવને સર્વ દશામાં સહજ સમભાવ રહે. કારણકે સમભાવ એ આત્માનું સ્વરૂપ છે; આત્માને રહેવાનું ઘર છે. માટે સમભાવને જરૂર સાચવી રાખવો છે એમ મનમાં નિશ્ચય કરો; જેથી આત્માને પોતાના સનાતન ધર્મની પ્રાપ્તિ થાય. ।।૨।। આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મ-તિકારી સમતા ન ચૂકો, લક્ષ જો છૂટવાનો ઉરે આદરો તો ઉદાસીનતા કર્દી ન મૂકો. આજ૦૨૧ અર્થ :— આઘિ એટલે માનસિક ચિંતા, વ્યાઘિ એટલે શારીરિક રોગ અને ઉપાધિ એટલે વ્યાપાર વ્યવહાર કુટુંબ વગેરેની ઉપાધિ પૂર્વ કર્માનુસાર ઘણી આવશે. પણ તેમાં આત્માને કલ્યાણ કરનારી એવી સમતાને કદી ચૂકશો નહીં. સમતાભાવ વર્તમાનમાં સુખ આપનાર છે અને નવીન કર્મબંધને રોકનાર હોવાથી પરભવમાં પણ જીવને સુખનું કારણ થાય છે. માટે સંસારથી છૂટવાનો લક્ષ ખરેખર હૃદયમાં છે તો ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ, અનાસક્તભાવને કદી મુકશો નહીં. એ વડે સમભાવની સિદ્ધિ થશે. “ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ.'’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૨૧।। સર્વ દર્શન તણો, સર્વ શાસ્ત્રો તણો, સાર આ જાી એને ઉપાસો; હૃદયપલટો થયે વાત વ માનશે, માન્યતા સત્ય ત્યાં ધર્મ-વાસો. આજ ૨૨ અર્થ :– સર્વ દર્શન એટલે ધર્મનો, સર્વ શાસ્ત્રનો સાર સમતાભાવને જાણી એની ઉપાસના કરો. = સમભાવની વાત જ્યારે હૃદયમાં બરાબર સમજાશે ત્યારે જીવ તેને માન્ય કરશે. જ્યારે ખરેખર સત્ય માન્યતા થશે ત્યારે આત્મસ્વભાવરૂપ ધર્મ જીવમાં પ્રગટશે. ।।૨૨।। ભૂલ ગુરુમાં કરી, દેવ-ધર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્ગુરુ આશ્રર્ય, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૦૨૩ અર્થ :- ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ધર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદ્ગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy