SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨ ૬૩ મન સહ સૌ ઇન્દ્રિય, જે ભવમાં જીંવ પામે, ત્યાં દુઃખ-હેતુ-સુવિચાર થયે સુખ જામે; જો તીવ્ર ઉદય રાગાદિકનો આવ્યો તો, રાચી વિષયાદિકમાં લે ઉત્કટ બંઘો. ૨૨ અર્થ - મન સહિત પાંચ ઇન્દ્રિયો જે ભવમાં જીવ પામે, ત્યાં પણ દુઃખ શું અને દુઃખના કારણો શું? તેનો સમ્યવિચાર ઉત્પન્ન થયે જ સાચા આત્મિક સુખની જીવને પ્રાપ્તિ થાય છે. તે ભવમાં પણ જો જીવને તીવ્ર રાગદ્વેષાદિ ભાવનો ઉદય આવી ગયો તો તે વિષયકષાયમાં રાચીને તીવ્ર કર્મબંઘ કરે છે. રાા રાગાદિ ઉદય જો મંદપણે વર્તે તો, વળી મળી આવે શુભ ઉપદેશાદિ નિમિત્તો; એ બાહ્ય નિમિત્તે જીંવ ઉપયોગ લગાવે, તો ઘર્મ-પ્રવૃત્તિ પુરુષાર્થે બની આવે. ૨૩ અર્થ – જો તે ભવમાં રાગદ્વેષાદિ ભાવોનો ઉદય મંદપણે વર્તે, જેમ પરમકૃપાળુદેવે જણાવ્યું તેમ મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર વળી સરુ ભગવંતના ઉપદેશાદિ શુભ નિમિત્તો મળી આવે, અને તેવા બાહ્ય શુભ નિમિત્તોમાં જો જીવ પોતાનો ઉપયોગ લગાવે તો ઘર્મની પ્રવૃત્તિ પુરુષાર્થવડે થઈ શકે એમ છે. રિયા ઑવ અવસર પામી કરે તત્ત્વ-નિર્ણય જો, તો કર્મ મંદ થઈ દર્શનમોહ ઘટે, જો. ખાસ તત્ત્વ-નિર્ણય-કાર્ય ઍવે કરવાનું, ફળ સમ્યગ્દર્શન આપોઆપ થવાનું. ૨૪ અર્થ :- જીવ આવો અવસર પામી જો આત્મતત્ત્વનો નિર્ણય કરે તો કર્મની શક્તિ મંદ થઈ દર્શનમોહ એટલે મિથ્યાત્વના દળિયા ઘટી જાય. ખાસ જીવ અજીવાદિ તત્ત્વનો નિર્ણય કરવાનું કાર્ય જીવે પ્રથમ કરવાનું છે. જેથી સમ્યક્રર્શનરૂપ ફળ તો આપોઆપ પ્રાપ્ત થશે. ૨૪ થયે સમ્યગ્દર્શન એવી થાર્ટી પ્રતીતિ : આત્મા હું, તજું રાગાદિક જોઈ શક્તિ'; ચારિત્ર મોહથી હજીં રાગાદિ દીસે, કદ તીવ્ર ઉદયમાં વર્તે વિષયાદિકે. ૨૫ અર્થ :- સમ્યગ્દર્શન થયે જીવને એવી પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે કે હું આત્મા છું. રાગદ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી. માટે મારી શક્તિ જોઈ તે તે વિભાવિક ભાવોને મારે ત્યાગવા જોઈએ. ચારિત્ર મોહનીયકર્મના કારણે હજુ મારામાં રાગદ્વેષાદિ ભાવો દેખાય છે અને કદી તીવ્રકર્મના ઉદયે તે વિષયાદિમાં વર્તન પણ થાય છે, પણ તે ત્યાગવા યોગ્ય છે એવો ભાવ સમ્યગ્દષ્ટિને હૃદયમાં સદા રહે છે. 1રપાા તે મંદ ઉદયમાં ઘર્મ-કાર્ય આરાશે, વા વેરાગ્યાદિક ભાવ વિષે મન રાખે; એ શુભ ઉપયોગે વર્તન-મોહ ઘસાતો, પુરુષાર્થ વચ્ચે જીંવ દેશ-સર્વ વ્રતી થાતો. ૨૬ અર્થ – પણ કર્મના મંદ ઉદયમાં જો જીવ ઘર્મકાર્યની આરાઘના કરે અથવા વૈરાગ્યાદિ ભાવોમાં મનને રાખે તો એવા શુભ ઉપયોગથી વર્તનમોહ એટલે વર્તનમાં જે ચારિત્રમોહ છે તે ઘસાતો જાય છે. અને તેના ફળમાં પુરુષાર્થ વર્ધમાન થયે તે જીવ દેશવ્રતી એટલે શ્રાવકના વ્રતવાળો કે સર્વવ્રતી એટલે મુનિના વ્રત ઘારણ કરવાવાળો થાય. સરકારી ચારિત્ર ઘરી ઘર્મે પુરુષાર્થ વઘારે, પરિણતિ વિશુદ્ધ થયા કરી કર્મ વિદારે; ક્રમ એવે મોહ ગયે જ્ઞાનાવરણાદિ ઘન-ઘાતી ખસ્ય, લેતા કેવળજ્ઞાનાદિ. ૨૭ અર્થ - મુનિ ચારિત્ર ઘારણ કરીને ઘર્મમાં વિશેષ પુરુષાર્થ વઘારતાં તેમની પરિણતિ એટલે
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy