SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આ વચનોને નિગ્રંથ પુરુષોના પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ગણું છું. એને સર્વ ઘમોંનું હૃદય(રહસ્ય) સમજો કે જ્ઞાની પુરુષના બોઘનું સંક્ષેપમાં સાચું બીજ જાણો. માટે આ વાતને ફરી ફરી સંભારજો તથા સમજપૂર્વક વિચારવા પ્રયત્ન કરજો. /૧૮ના એવા યત્ન સતત મથતાં, બાઘકારી પ્રકારોઆવે તેમાં અરત રહીને, વૃત્તિ એમાં જ ઘારો; મુમુક્ષુને અતિ હૂંપી રીતે કથ્ય આ મંત્ર મારો, જાણો એમાં નરદમ કહ્યું સત્ય તેને વિચારો. ૧૯ અર્થ - સમજવા માટે સતત મથતા જો કોઈ બાઘકારી કારણો જણાય તો તેમાં અરત એટલે ઉદાસીન રહીને આમાં જ વૃત્તિનો લય કરજો, અર્થાત્ બીજા કારણોને અવગણી જ્ઞાની પુરુષના શરણમાં જ વૃત્તિને લીન કરજો. કેમકે કોઈ પણ મુમુક્ષને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. આમાં નરદમ એટલે સંપૂર્ણ સત્ય જ કહ્યું છે. તેનો એકાગ્રચિત્તે વિચાર કરજો. ./૧૯ો. એ શિક્ષાને ઘણી સમજવા કાળ અત્યંત ગાળો, થાક્યા હો જો ક્ષણિક સુખથી, સત્યનો માર્ગ ભાળો; આવી વાતો કદી કદ સુણી, હર્ષ પામી ન ચૂકો, સાચી શોથે કમર કસીને, કાંઈ બાકી ન મૂકો. ૨૦ અર્થ - ઉપર કહેલ શિક્ષાને વિસ્તારથી સમજવા માટે ઘણો જ વખત ગાળજો. સંસારના ક્ષણિક સુખથી જો થાક્યા હો તો હવે આત્મશુદ્ધિના સત્યમાર્ગની ખોજ કરજો. આવી વાતોને કદી કદી સાંભળી હર્ષ પામી, તે સમયને ચૂકશો નહીં; પણ સાચા સપુરુષની શોઘ થયા પછી કમર કસી મરણીયા થઈ કાંઈ બાકી રાખવું નહીં; અર્થાત્ તે સત્પરુષનો દ્રઢ આશ્રય કરી, તેની આજ્ઞા આરાધી આત્મહિત અવશ્ય કરવું. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) I૨૦ના વીત્યાં વર્ષો અબઘડી સુથી કેટલાંયે નકામાં, તેનું સાટું જăર વળશે, લીન વૃત્તિ થતાં ત્યાં; સાચા શબ્દો નથી હૃદયમાં સ્થાન થોડાય પામ્યા, જેણે સાચી પકડ કરી તે આત્મ-સુંખે વિરામ્યા. ૨૧ અર્થ :- આજની ઘડી સુધી જીવનના કેટલાંય વર્ષો નકામાં ચાલ્યા ગયા. હવે જો સન્દુરુષની આજ્ઞામાં વૃત્તિ લીન થઈ ગઈ તો તેનું બધું સાટું જરૂર વળી જશે. પુરુષના કહેલ સાચા શબ્દો થોડાક પણ હજુ હૃદયમાં સ્થાન પામ્યા નથી. જેણે જ્ઞાનીપુરુષના વચનની સાચી પકડ કરી તે જીવો તો આત્મસુખમાં વિરામ પામ્યા, અર્થાતુ આત્મસુખને પામી ગયા. ર૧ આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો, ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુ:ખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી આજ્ઞા સાચા ગુરુન પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy