SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) સમાધિ-મરણ ભાગ-૧ ૧ ૯ પ્રેમ આવે છે. તો પછી અતિ પરિચિત એવા દેહને બદલતા ડર લાગવો ન જોઈએ. સુખે સુખે તેનું મમત્વ ત્યાગવું જોઈએ. હવે સમાધિમરણ સાઘવાથી, અમરગતિ કહેતા દેવગતિ પામી, ફરી ત્યાંથી ચ્યવી ઉત્તમ મનુષ્ય અવતાર લઈ, કર્મવશાત્ નટની જેમ જગતમાં જનમનરંજન કરતો આજ સુધી ફરતો હતો તે મટી જઈ આ જીવ શિવપદ એટલે મોક્ષપદનો સ્વામી બનશે. રજા. સમાધિ-મરણની તૈયારી તો કૃશતા કાય-કષાય તણી કહી સલ્તાત્રે જ્ઞાની જનોએ આત્મહિતનો હેતુ ગણી; રહો પોષતા કાયાને તો વિષય-વાસના તીવ્ર થશે, નિર્મળતા આત્માની ટળશે, કામ-ક્રોઘ અરિબળ વઘશે. ૨૭ અર્થ :- સમાધિમરણ માટે શું શું કરવું તે હવે જણાવે છે : સમાધિમરણની તૈયારી માટે તપશ્ચર્યા વડે કાયાને કુશ કરવી અને રાગદ્વેષ મોહને ઘટાડી કષાયોને કુશ કરવા. કષાયોને કુશ કર્યા વગર એકલી કાયાની કૃશતા કરવી તે વૃથા છે. એમ જ્ઞાનીજનોએ આત્મહિતનું કારણ જાણી સન્શાસ્ત્રોમાં આ વાત કહી છે. કાયાને જો પોષતા રહીશું તો વિષયવાસના તીવ્ર થશે. તેથી આત્માની નિર્મળતા ટળશે અને કામ ક્રોધાદિ શત્રુઓનું પણ બળ વધી જશે. રિલા વાત-પિત્ત-આદિથી રોગો વઘતાં અતિ દુર્ગાન થશે, જીવ પરિષહ સહવાનું નહિ સાહસ ઉર ઘરી શકશે. આળસ, નિદ્રા, પ્રમાદ વઘતાં ભવભ્રમણ-કારણ વઘશે, માટે અનશન આદિ ક્રમથી શરીર કૃશ કરવું પડશે. ૨૮ અર્થ - કાયાને વિશેષ ખવડાવી પુષ્ટ કરવાથી વાત-પિત્ત-કફના રોગોની વૃદ્ધિ થશે. તેના વડે અતિ દુર્ગાન થશે. પછી ભૂખ તરસના પરિષહ સહન કરવાનું સાહસ પણ જીવ કરી શકશે નહીં. વિશેષ ખાવાથી આળસ, નિદ્રા, પ્રમાદ આદિ વઘતાં સંસાર પરિભ્રમણનું કારણ વઘશે. માટે ઉપવાસ, ઉણોદરી, કાયક્લેશ, વૃત્તિસંક્ષેપ આદિના અભ્યાસક્રમથી શરીર કશ કરવું પડશે. ૨૮ાા. દેહેન્દ્રિય આદિ ઉપરથી મમતા તર્જે વૈરાગ્ય ઘરો, આહાર તણા સ્વાદો પ્રતિ અરુચિ ઘરી નિજ જીંવને બોઘ કરો : “હે! જીંવ, તેં સંસારભ્રમણમાં ભમતાં અતિ આહાર કર્યા, દરેક ભવ દીઠ કણ કણ લેતાં અનંત મેરું-પુંજ ભર્યા. ૨૯ અર્થ - દેહ અને ઇન્દ્રિયો આદિ ઉપરથી મમતા તજી વૈરાગ્ય ઘારણ કરો, આહારના સ્વાદો પ્રત્યે અરુચિ ઘરી પોતાના આત્માને બોઘ કરો. હે જીવ! તેં સંસારભ્રમણમાં ભમતા ઘણો આહાર કર્યો છે. દરેક ભવ દીઠ એક એક કણ લઈએ તો પણ અનંત મેરુપર્વત જેટલા ઢગલા થઈ જાય. રા. અનંત ભવમાં પાણી પીધું, બિંદુ બિંદુ ભવદઠ લેતાં, અનંત સમુદ્ર ભરાઈ જાયે; તો ય ન તૃપ્તિ તે દેતાં. મરણ સમીપ હવે તો ભાસે, તે શું તૃમિ દઈ શકશે? ઉદર-પોષણે પાપ કર્યો તે પરભવ ભોગવવા પડશે. ૩૦ અર્થ – અનંતભવમાં એટલું પાણી પીધું છે કે એક એક જન્મનું એક એક ટીપું લઈએ તો પણ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy