SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨ ૧૯ ગરમ કરી પાણી પીવું ? સૌને આ ઉપદેશ, તેમ બને ના તો પીવુ, ગાળી પાણી વિશેષ. ૭૩ અર્થ :- પાણીને ગરમ કરીને પીવું એવો સઘળાને ભગવાનનો ઉપદેશ છે. તેમ જો ના બની શકે તો પાણીને વિશેષપણે એટલે બેવડું ગરણું રાખીને ગાળીને પીવું. ૭૩ના બન્ને પક્ષે લાભ દે સુજ્ઞ કરે સુવિચાર, વાળા-મરકી-હેતુ આ અણગળ પાણી ઘાર. ૭૪ અર્થ - સંસાર પક્ષ અને મુક્તિપક્ષ એમ બેય પક્ષે તે લાભકારક છે. માટે સુજ્ઞ તેના ઉપર સુવિચારણા કરે. સંસાર પક્ષે અળગણ પાણી પીવાથી, વાળા, મરકી, કોગળિયા આદિ અનેક જાતના રોગો થવાની શક્યતા છે. ૧૭૪ મુક્તિ-પક્ષે લાભ દે નિર્વિકાર જળ ઉષ્ણ, રસના ઑતવામાં ભલું ઑવ થાય થર અતૃષ્ણ. ૭૫ અર્થ - મુક્તિપક્ષે ગરમ કરીને પીઘેલું પાણી નિર્વિકાર હોવાથી રસના ઇન્દ્રિય જીતવામાં તેમજ કામવિકાર જીતવામાં મદદરૂપ છે. જેથી જીવ વિકારી તૃષ્ણાઓથી રહિત થઈ ધૈર્યવાન બને છે. I૭પ હે! દુરાત્મા, કાળ સમ કાળો નાગ નિહાળ, પાસું ફેરવી તાકતો; ઘર્મ-મંત્ર સંભાળ. ૭૬ અર્થ :- “હે દુરાત્મા! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે : માટે તું હવે તે ઘર્મના “નવકાર મંત્ર' ને સંભાર.' II૭૬ાા મરણ પછી પણ ઘર્મ એ મળો મને, એ માગ; ઘર્મ-શરણ સાચું, હવે આવ્યો અપૂર્વ લાગ. ૭૭ અર્થ - મરણ પછી પણ મને એ ઘર્મ જ મળો એવું માગ. એક ઘર્મનું જ શરણ સાચું છે. હવે એ ઘર્મનો વિચાર કરવાનો તને અપૂર્વ લાગ આવ્યો છે. II૭ળા એવા ભાવો જ્યાં થયા, કૌતુક બન્યું અચિંત્ય : મંત્ર મુખે ઉચ્ચારતાં-અહો! ‘નમઃ અરિહંત', ૭૮ અર્થ :- એવા ભાવો જ્યાં થયા કે ત્યાં એક અચિંત્ય કૌતુક બની ગયું. મેં મુખથી મંત્રનો ઉચ્ચાર કર્યો કે અહો! “નમો અરિહંતાણં.” II૭૮. કાળો નાગ ખસી ગયો દૂર રાફડા પાસ, દયા કરી જાણે અરે! હરવા મારો ત્રાસ. ૭૯ અર્થ - તે ભયંકર કાળો નાગ જે મારા પ્રાણ લેવા પાસું ફેરવતો હતો તે હવે દૂર રાફડા તરફ જતો જણાયો. જાણે અરે! મારા ત્રાસને હરવા મારા પર દયા કરતો હોય તેમ જણાયો. II૭૯યા. સર્પ સરી આઘો, વદે: “રાજકુમાર, વિચાર, સત્ય ઘર્મરૂપ ગર્ભથી નવો થયો અવતાર. ૮૦ અર્થ :- નાગદેવ આઘો સરી જઈને બોલ્યો : હે રાજકુમાર! આ સત્ય ઘર્મરૂપ ગર્ભથી આજે
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy