SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૬૫ ગટરમાં આળોટે છે. દારૂના નશામાં અંધ બનેલો તે ભાન વિના બકે છે કે હું તો ખાટલા ઉપર સૂતો છું. તેમ મોહથી અંઘ બનેલો પ્રાણી એમ માને છે કે હું તો સંસારમાં પરમ સુખી છું; કોઈ દુઃખ નથી. પાા સજ્જન સદ્ગુરુ ત્યાં થઈ જાતાં ઊભા તેવી વાટે રે, જગાડતા પોકારી, “ભાઈ, અરે! શ્વાન જો ચાટે રે. શ્રીમદ્ અર્થ :- સજ્જન એવા સદગુરુ ત્યાં થઈને જતાં, રસ્તામાં ઊભા રહી તેને જગાડવા માટે પોકારીને કહે છે કે અરે! ભાઈ, આ કૂતરા તારું શરીર ચાટે છે તે જો. કા. જાગ્રત થા રે! આમ આવ તું, આમ આવ પોકારે રે, ચાલ, ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ, ઉતાવળ મારે રે. શ્રીમદ્દ અર્થ :- હે જીવ, “કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.” આ બાજુ આવ, આત્મા ભણી વળ. ચાલ, તને તારા મૂળ આત્મસ્વરૂપરૂપ ઘરમાં પહોંચાડી દઉં. ભાઈ, હવે ઊઠ, મારે જવાની બહુ ઉતાવળ છે. આશા ક્યાં તુજ સુંદર સેજ અને આ કાદવ-ખરડી કાયા રે, લાજ તજી આળોટે કેવો! ઊઠ ઉત્તમ કુળ-જાયા રે.” શ્રીમ અર્થ - ક્યાં તારી સ્વરૂપાનંદમય પથારી અને ક્યાં તારી વિષયોરૂપ કાદવમાં ખરડાયેલી આ કાયા. તું લાજ તજી વિષયોમાં કેવો આળોટે છે ! હવે ઉત્તમકુળના જાયા તું ઊઠ. મૂળ સ્વરૂપે તો તું પરમાત્મસ્વરૂપમય ઉત્તમ જાતિકુળનો છું, તેનું હવે ભાન કર. //૮ની એમ મનોહર વચન કુસુમ સમ કરુણાકર ગુરુ વદતા રે, કુશળ પુરુષ એ કૃપા નજરથી વ્યસનોનું વિષ હરતા રે. શ્રીમદ્દ અર્થ :- એવા મનોહર કસમ એટલે કલ જેવા વચનો કરુણાળ સદગુરુ બોલે છે. તે બોલે છે ત્યારે જાણે ફૂલ ઝરે છે. એવા કુશળ સપુરુષ, કૃપાદ્રષ્ટિથી બોઘ આપીને સંસારી જીવોના વિષયરૂપ વ્યસનોનું વિષ હરણ કરે છે. લા. અસંગ ભાવ નિજ સ્પષ્ટ બતાવી આત્મમાહાભ્ય બતાવે રે, પરમ શાંત રસથી છલકાતું ઉર શાંતિ વરસાવે રે. શ્રીમદ્ અર્થ:- સદ્ગુરુ ભગવંત પોતાના મન વચન કાયાની નિર્મળ ચેષ્ટા વડે પોતાનો અસંગ-અલિતભાવ સ્પષ્ટ બતાવીને આત્માનું માહાભ્ય દર્શાવે છે. તેમનું પરમ શાંત રસથી છલકાતું એવું અંતઃકરણ મુમુક્ષુના મનમાં પરમ શાંતિ પ્રગટાવે છે. ||૧૦ના એવા સદ્ગુરુ સમીપ વસતાં દિનદિન દશા વિચારું રે, અપૂર્વ ગુણના આદરથી હું ગુરુ-શિક્ષા ઉર ઘારું રે. શ્રીમદ્ અર્થ :- એવા સદગુરુ પરમકૃપાળુદેવનો મને ભેટો થતાં તેમની અદભુત આત્મદશાનો પ્રતિદિન વિચાર કરું. તેમના અપૂર્વ ગુણો પ્રત્યે આદરભાવ લાવી શ્રી ગુરુની શિક્ષાને ભક્તિભાવે સદૈવ હૃદયમાં ઘારણ કરું. ll૧૧ાા. વિષય-કષાય વિદેશ જતા રહે, સ્વપ્ન પણ નહિ દેખું રે, ઉપશમ રસમાં નિત્યે ન્હાતાં, દેહકેદ નહિ લેખું રે. શ્રીમદ્દ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy