SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૫ અરૂણદેવરાજાનું દ્રષ્ટાંત - મણિમંદિર નામે નગરમાં અરૂણદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા ઉદ્યાનમાં રાજાએ શ્રી મણિશેખર રાજર્ષિને જોયા. તેમને જોતાં જ અરૂણદેવ રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પોતાના પૂર્વભવમાં પોતે મહાપાપારંભ કરનારો વૈદ્ય હતો. ત્યારે એક તપસ્વી મુનિ તેના ઘરે આવ્યા. તેમને સૂઝતું ઔષઘ આપ્યું. મુનિએ પણ તેના ઉપર દયા લાવી ઘર્મોપદેશ આપ્યો. છતાં અનુક્રમે તે વૈદ્ય આર્તધ્યાનથી મરણ પામી જંગલમાં પાંચસો વાંદરીઓનો સ્વામી થયો. ત્યાં એક મુનિને પગમાં શલ્યવાળા જોઈ વાનરને પૂર્વભવ સાંભરી આવ્યો. પૂર્વભવના અભ્યાસથી ઔષઘ શોધી લાવી મુનિના પગે ચોપડી મુનિને શલ્યરહિત કર્યા. મુનિએ પણ ઉપદેશ આપ્યો. તેથી તે વાનર સમકિત પામી અનશન લઈ સ્વર્ગે ગયો. ત્યાંથી ચવીને આ તું રાજા થયો એમ જણાવવાથી અરૂણદેવે વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. એકદા શ્રી ગુરુમુખે ચારિત્ર ઘર્મનો મહિમા સાંભળ્યો કે “જે કોઈ સામાયિકાદિ ષડાવશ્યક ત્રિકરણ યોગે શુદ્ધ ઉપયોગથી આરાઘે તે રૈલોક્ય વૈદ્ય એવા જિનનામકર્મને ઉપાર્જે છે. કેમકે સામાયિકથી સંયમ નિર્મળ થાય છે. ચોવીસ તીર્થંકરની સ્તવનાથી સમતિ શુદ્ધ થાય છે. વંદનથી ગુરુજનની સેવાભક્તિથી થાય છે, પ્રતિક્રમણથી આત્મગહ્ન થાય છે, કાયોત્સર્ગથી ચારિત્રના અતિચાર દૂર કરાય છે. તે સાંભળી અરૂણદેવે શુદ્ધ રીતે ચારિત્ર પાળી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અનશન કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકરપદ પામી મોક્ષપદને પામશે. ||૧૪ છે બ્રહ્મચર્ય મૅળ અર્થથી આત્મચર્યા, ચારિત્રલાભ દઈ દે શિવ-સૌખ્ય-શયા; તે બારમું પદ ઘરું ગુરુ રાજ-સાખે, તેવા ગુરું કળિયુગે કદી એક લાખે. ૧૫ અર્થ – ૧૨. બ્રહ્મચર્ય પદ – મનવચનકાયાથી, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્ય વ્રત છે. તે પાળનારને વિષયકષાય, પરિગ્રહ આદિ મોક્ષમાર્ગમાં વિઘ્ન કરતા નથી. બ્રહ્મચર્યનો મૂળ અર્થઆત્મામાં ચર્યા એટલે રમણતા કરવી તે છે. એ આત્મરણારૂપ બ્રહ્મચર્ય, સમ્યફચારિત્રનો લાભ અપાવી અંતે મોક્ષ સુખશય્યાને આપે છે. એ બારમા બ્રહ્મચર્યપદને હું શ્રી ગુરુરાજની સાક્ષીએ ઘારણ કરું છું. કેમકે પરમકૃપાળુદેવ જેવા સાચા આત્મજ્ઞાની ગુરુ આ કળિયુગમાં કદાચ લાખમાં પણ એક હોય અથવા ન પણ હોય. તેવા મળ્યા છે માટે બ્રહ્મચર્ય અંગીકાર કરી જીવન સાર્થક કરું. ચંદ્રવર્મા રાજાનું દૃષ્ટાંત – માકંદીપુરી નામે નગરમાં ચંદ્રવર્મા નામે રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો. તે નગરના ઉદ્યાનમાં ઘણા મુનિઓના પરિવાર સહિત ચાર જ્ઞાનના ઘર્તા આચાર્ય ભગવંત પઘાર્યા. ગુરુનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળતા તીર્થંકરપદ પ્રાપ્તિના વીસ સ્થાનકમાં કોઈ બારમા બ્રહ્મચર્યપદરૂપ સ્થાનકને મનવચનકાયાથી શુદ્ધ રીતે આરાધે, દેવ ચળાવે તો પણ મેરુ પર્વતની જેમ સ્થિર રહી દ્રઢ શીલવ્રત પાળે તે સત્વર જિનનામ કર્મ ઉપાર્જે છે. કેમકે સઘળા વ્રતોમાં શીલવ્રત સૌથી વઘારે શ્રેષ્ઠ કહ્યું છે. શ્રી ગુરુમુખથી આવું શીલવ્રતનું માહાત્મ સાંભળીને રાજર્ષિ મુનિ ત્રિકરણ શુદ્ધ નવવાયુક્ત શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. કોઈપણ સ્ત્રીની સામે સરાગથી દ્રષ્ટિ નાખે નહીં, સ્ત્રી સંબંઘી વર્ણન તેમજ તે સંબંધી અન્ય કથા વાર્તાનો પણ ત્યાગ કરી સ્થિર ચિત્તથી શીલવ્રતનું પાલન કરવા લાગ્યા. દેવે અનેક પ્રકારના અનુકુળ ઉપસર્ગો કર્યા છતાં પોતાના વ્રતમાં દ્રઢ રહ્યા. તેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જ સ્વર્ગે સિઘાવ્યા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે તીર્થકર બની મોક્ષસુખને પામશે. II૧પાા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy