SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) તીર્થંકર-પદ-સંપ્રાપ્તિ-સ્થાનક ૧૩૩ અધ્યાત્મમય નવ તત્ત્વોના વિવેચન આદિથી આત્માને હિતરૂપ શું અને અહિતરૂપ શું તેનું ભાન થાય છે. એવો જ્ઞાનરૂપી પ્રભાવક દીવો મારા હૃદયમાં પ્રગટ થાય તે અર્થે આ અષ્ટમ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ સમ્યકજ્ઞાનને હૃદયમાં ભાવ લાવી ભક્તિથી નમસ્કાર કરું છું. જયંતદેવ રાજાનું દ્રષ્ટાંત – કૌશાંબી નગરીમાં જયંતદેવ નામે રાજા રાજ્ય કરતો હતો. એકદા નગરમાં આચાર્ય ભગવંતની દેશના સાંભળી રાજા ગુરુદેવને કહેવા લાગ્યો કે હે પ્રભુ! હું જ્ઞાની કે અજ્ઞાની? ગુરુ કહે છે નરેન્દ્ર! વિષયકષાય વગેરે દોષો જ્ઞાનીમાં હોય તો પછી જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત શું? વગેરે સમજણ મેળવી વૈરાગ્ય પામી રાજાએ શ્રીગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુ આજ્ઞાએ જ્ઞાનની પ્રેમ સહ ભક્તિ કરતાં બાર અંગ અર્થ સહિત ભણ્યા. દેવે અનુકૂળ ઉપસર્ગો કર્યા છતાં ચલાયમાન ન થયા. ઇન્દ્ર વૃદ્ધનું રૂપ લઈ પૂછ્યું કે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે? ત્યારે શ્રુતજ્ઞાનથી જાણીને કહ્યું કે હે સુરેશ! તમારું આયુષ્ય બે સાગરોપમમાં કાંઈક ન્યૂન બાકી છે. પછી નિગોદનું સ્વરૂપ પૂછતાં પણ યથાર્થ જવાબ સાંભળી ઇન્દ્ર ગુરુ પાસે જઈને પૂછ્યું કે ભગવંત! આ મુનિ આવા જ્ઞાનોપયોગમય છે તો તે શું ફળ પામશે? ત્યારે ગુરુ કહે : તે જ્ઞાનભક્તિના બળે તીર્થંકર પદને પામશે. તે સાંભળી ઉલ્લાસપૂર્વક મુનિને વંદન કરી ઇન્દ્ર દેવલોકે ગયો. //૧૧ાા સર્વે ગુણાંશફૅપ દર્શનને નમું હું, સમ્યકત્વ નામ નવમા પદને સ્મરુ છું; જો, સંયમાદિ સઘળા ગુણનો પિતા તે, સર્વેય ગ્લાધ્ય પુરુષો ગ્રહી તે, જીંત્યા છે. ૧૨ અર્થ - ૯. દર્શન વિશુદ્ધિ પદ - જે જ્ઞાનવડે આત્માનું સ્વરૂપ જાણ્યું, તે આત્માનો સાક્ષાત્ અનુભવ થવો તે સમ્યગ્દર્શન; અથવા સતદેવ, ગુરુ, ઘર્મમાં કે તેમના દ્વારા ઉપદિષ્ટ જીવાજીવાદિ નવે તત્ત્વોની દ્રઢ શ્રદ્ધા થવી તે વ્યાવહારિક સમ્યક્દર્શન છે. એવા “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” ને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. જે તીર્થકર પદ સંપ્રાપ્તિનું નવમું પદ છે. તેને ખાસ સ્મરણમાં રાખું છું. કારણકે સંયમાદિ સર્વ ગુણોના તે પિતા છે. જેમ પિતા વિના પુત્ર નથી તેમ સમ્યક્દર્શન વિના જ્ઞાન કે ચારિત્ર પણ યથાર્થ નથી. તે વિના સંયમાદિ સર્વ મોક્ષના કારણરૂપ થતા નથી. સર્વે સ્લાધ્ય એટલે પ્રશંસા કરવા લાયક એવા ૬૩ પુરુષો પણ સમ્યક્દર્શનને ગ્રહણ કરીને જ જિત્યા છે અર્થાત તે તે ઉત્તમ પદવીને પામ્યા છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ (વાસુદેવ) ૯ પ્રતિનારાયણ (પ્રતિવાસુદેવ) ૯ બળભદ્ર એ ૬૩ ગ્લાધ્ય પદવીઓ સમ્યક્દર્શન વિના પ્રાપ્ત થતી નથી. એવા સર્વ ગુણોમાં પ્રથમ આવશ્યક સમ્યક્દર્શનની વિશુદ્ધિ કરવારૂપ આ તીર્થંકર પદ પ્રાપ્તિના નવમા પદને હું પ્રણામ કરું છું. હરિવિક્રમરાજાનું દ્રષ્ટાંત -- હસ્તિનાપુર નગરમાં હરિષણરાજાનો ગુણવાન પુત્ર બત્રીસ રાજકન્યાઓનો સ્વામી હતો. તે દેવની પેઠે સુખ ભોગવતો હતો. પણ તીવ્ર કર્મના ઉદયથી તેના શરીરમાં આઠ પ્રકારનો કોઢ ઉત્પન્ન થયો. અનેક ઔષઘો કરવા છતાં પણ તે મટ્યો નહીં. તે શહેરમાં કેવળી ભગવંત પઘાર્યા. રાજા અને કુંવર દર્શનાર્થે ગયા. ત્યાં કેવળી ભગવંતના દર્શન કરતાં જ તે સર્વ રોગ નાશ પામી કાયા સુંદર થઈ ગઈ. તે જોઈ કુમારે ગુરુને પૂછ્યું કે હે ગુરુદેવ! પૂર્વભવે મેં એવું શું મહાપાપ કર્યું હતું કે જેથી આ યૌવનવયમાં મને આવી વેદના ઉત્પન્ન થઈ? ત્યારે શ્રી ગુરુ કહે : તું પૂર્વભવમાં રાજા હતો. શિકાર કરવા જતાં મૂનિ ભગવંતને અફાળી તેં મારી નાખ્યા. તેથી મંત્રી વગેરેએ મળી તને પદભ્રષ્ટ કરી પુત્રને રાજ્ય સોંપ્યું. પછી તું જંગલમાં ફરતા ફરી તરવારથી મુનિની ઘાત કરવા જતાં મુનિએ તારા ઉપર
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy