SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) જિનમત-નિરાકરણ ૧૧૩ અર્થ :— વર્તમાન સમાજમાં તો આ ચાર આશ્રમોના શબ્દો કેવળ શાસ્ત્રમાં જ રહ્યા છે. માત્ર બીજા ધર્મોને કુનેત્ર એટલે દોષવૃષ્ટિથી જોવા અને તેમની નિંદા કરવા અર્થે આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ।।૩૨। પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય તો આજે વિરલા સેવે રે, એ અભ્યાસ-સમય ચુકાવી પુત્રપુત્રી પરણાવે રે. શ્રીમદ્ અર્થ :— આજના સમયમાં પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યવ્રત તો કોઈ વિરલા પાળે છે. પચીસ વર્ષ સુધીનો સમય તો અભ્યાસને માટે છે. પણ તે મૂકાવી પુત્રપુત્રીને પહેલાં જ પરણાવી દે છે. ।।૩૩।। ક્રમાી કરવા કરે. ઉતાવળ, ભોગ-સરે જોડે રે, જ્ઞાનકથા સુણવા ના નવરા, ધંધા કરવા દોઢે રે. શ્રીમદ્′′ અર્થ :— પરણ્યા પછી પૈસાની કમાણી કરવા ઉતાવળ કરે છે. પતિપત્ની બન્નેને ભોગેચ્છા હોવાથી, બળદોને જેમ ગાડાના ઝૂંસરામાં જોડે તેમ બન્ને જોડાઈ જઈ સંસારરૂપી ગાડીનો ભાર વહન કર્યા કરે છે. સમ્યક્ તત્ત્વજ્ઞાન સાંભળવા માટે તેમને નવરાશ નથી; પણ ઘંઘા કરવા માટે દોડાદોડ કરે છે. ।।૩૪। અંતિમ દ્વય આશ્રમનો પરિચય કોણ કરાવે કળિમાં રે? ઘનતૃષ્ણા સહ સઘળા મરતા મોહપુષ્પની કીમાં રે, શ્રીમદ્ = અર્થ :— અંતિમ વાનપ્રસ્થ અને સંન્યસ્થ આશ્રમનો પરિચય આ કળિકાળમાં તેમને કોણ કરાવે? સત્પુરુષના લગભગ અભાવ જેવો આ કાળ વર્તે છે. તેથી મોહરૂપ પુષ્પની કળીમાં આસક્ત થઈ ઘનની તૃષ્ણા કરતાં કરતાં સઘળા જીવો મરી જાય છે. ।।૩૫।। મોસૈન્ય આશ્રમને લૂંટે, તેને કોણ નિવારે રે? ત્યાગી કે વૈરાગ્ય જનોની વાણી ચઢતી વારે રે. શ્રીમદ્ અર્થ :— આ મોહરૂપી સેના આશ્રમઘર્મને લૂંટે છે, પણ તેને કોણ નિવારી શકે ? તો કે ત્યાગી અને વૈરાગી જનોની વાણી તેમને વહારે જાય છે; અર્થાત્ તેમને મોહથી નિવારવા પ્રયત્ન કરે છે. ।।૩૬। ઝાઝું રે, સાચું રે. શ્રીમદ્′′ તિકારી વચનો પણ ખૂંચે, મોહલ્પેન જો આવી પડેલી આપત્તિ પણ ના દેખે એ અર્થ – ત્યાગી વૈરાગી જ્ઞાનીપુરુષોના હિતકારી વચનો પણ જો મોતની ઘેલછા વિશેષ છે તો તેને ખૂંચે છે; ગમતા નથી. મોહની ઘેલછા ઘણી છે તો સંસારમાં આવી પડેલી ત્રિવિધ તાપરૂપ આપત્તિને પણ તે ગણતો નથી; એ સાચી વાત છે. ।।૩૭।। જીવન વ્યવસ્થિત સદ્વિચારે બને, મોહ જ્યાં મટશે રે, નિર્મોહી નરના દૃષ્ટાંતે કે વચને તે ઘટશે રે. શ્રીમદ્ : અર્થ ઃ— જ્યારે સદ્વિચારથી કરી મોહની ઘેલછા મટશે ત્યારે જીવન વ્યવસ્થિત બનશે. તે ઘેલછા નિર્મોહી સત્પુરુષોના હૃષ્ટાંતે કે તેમનાં વચનો દ્વારા ઘટશે ત્યારે જીવ કલ્યાણ સન્મુખ થશે. II૩૮।। વૈરાગ્યભોમિયો શિવપથદર્શક, ત્યાગ તણો સહકારી રે, વૈરાગી, ત્યાગી, સંસ્કારી મોક્ષમાર્ગ-અધિકારી રે. શ્રીમદ્
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy