SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “સદગુરુ વૈદ્ય પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાન”ની બતાવી છે. “કર વિચાર તો પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સગુરુએ કરેલા બોઘને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તો આત્મભ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યકદર્શનરૂપ નેત્ર ઊઘડે, તો સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય.” -.-૩ (પૃ.૨૮૪) ક્રોધાદિ કષાયોને દૂર કરવા માટે જે ઉપાય જ્ઞાનીપુરુષ બતાવે તે જીવ જો આદરે તો તે કષાયો નિર્મળ થઈ ક્ષમાદિ ગુણો સદાને માટે પ્રગટે છે. “અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોઘાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે.” (વ.પૃ.૪૯૯) સત્પરુષોના લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોથ હોય, તેઓ ક્રોઘનો જે ઉપાય કહે તેથી ક્રોઘ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુઘી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે.” (વ.પૃ.૭૧૯) તેમ .પૂ.પ્રભુશ્રીજી પણ મનથી બ્રહ્મચર્યના પાલન માટે, પોતાના દિક્ષિતગુરુ શ્રી હરખચંદજી મહારાજના કહ્યા પ્રમાણે એકાંતરા ઉપવાસ કરતા હતા. છતાં મનથી પાલન થયું નહીં. જે અનુભવી એવા પરમકૃપાળુદેવે નીરસ ભોજન કરવાનું કહેવાથી ખાતા છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું. તેમ અનુભવી સદ્ગુરુ જે ઉપાય બતાવે તેથી દોષ અવશ્ય જાય. ||૧૭ળા. સાઘન સર્વ સમાય સુગુરુ-આજ્ઞા વિષે રે, સુગુરુ૦ અજ્ઞાન એથી જ જાય તે નેત્રથી સૌ દસે રે, તે જ્ઞાની કહે જે ઝેર, તે ઝેર જાણી મૂકે રે, તે તરવાનો કામ જ તેહ, આજ્ઞા નહીં તે કે રે. આજ્ઞા. ૧૮ અર્થ :- સદ્ગુરુની આજ્ઞામાં સર્વ આત્માર્થ સાઘન સમાય છે. “સદગુરુની આજ્ઞામાં બઘાં સાઘનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બધી વાસનાનો નાશ થાય છે.” (વ.પૃ.૭૧૯) “જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાઘો. જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિધ કલ્યાણ છે.” (વ.પૃ.૬૬૯) “ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૭) અનાદિકાળનું અજ્ઞાન પણ જ્ઞાનીનાં વચનોથી જાય છે. પછી સમ્યક્રનેત્ર પ્રાપ્ત થવાથી સર્વ પદાર્થનું સ્વરૂપ યથાર્થ જણાય છે. નિશ્ચય, નિગ્રંથ જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાઘવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. જ્ઞાની પુરુષો આત્માર્થ માટે જે પદાર્થને ઝેર જેવા કહે તેને તેમ જાણી મૂકે અને જ્ઞાનીની આજ્ઞાને કદી ચૂકે નહીં તે જ જીવો તરવાના કામી છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાઘે તેને તરવાના કામી કહેવાય.” (વ.પૃ.૭૨૦) /૧૮ી. ઋષભદેવના પુત્ર અઠ્ઠાણું વન ગયા રે, અઠ્ઠાણું કરવાને ફરિયાદ, ભરત સામા થયા રે; ભરત
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy