SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦) (ચાર) ઉદયાદિ ભંગ-૨ ૧ ૦૫ અર્થ - હવે નવમા ગુણસ્થાનનાં, નવમા ભાગના અંતમાં ચોથી એટલે સંજ્વલન માયા પણ જવાથી આ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ૧૦૨ પ્રકૃતિની સત્તા શેષ રહી. હવે ક્ષપક શ્રેણીવાળો અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શે નહીં. તેથી દશમા ગુણસ્થાનના અંતે સંજ્વલન લોભ પણ જવાથી બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં ૧૦૧ પ્રકૃતિ સત્તામાં રહી. ૪શા નિદ્રા, પ્રચલા જાય, નવ્વાણું અંતમે હો લાલ નવ્વા ત્યાં જતી બીજી ચૌદ પંચાસી તેરમે-હો લાલ પંચા ૪૮ અર્થ - ત્યારબાદ બારમા ગુણસ્થાનમાં નિદ્રા અને પ્રચલા એમ બે પ્રકૃતિનો નાશ થવાથી છેલ્લા સમયથી એક સમય પહેલા ૯૯ પ્રકૃતિઓ સત્તામાં શેષ રહી. તેમાંથી બીજી ચૌદ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંત સમયમાં ક્ષય થવાથી ૯૯માંથી ૧૪ બાદ કરતાં ૮૫ પ્રકૃતિઓ તેરમાં સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. II૪૮ જ્ઞાનાવરણીય પાંચ બથી અંતરાયની હો લાલ બથી. દર્શનાવરણી ચાર ગઈ ચૌદ ઘાતીની હો લાલ ગઈ. ૪૯ અર્થ - તે ચૌદ પ્રકૃતિઓ જે ગઈ તે કઈ કઈ હતી તે જણાવે છે – જ્ઞાનાવરણીયની ૫, અંતરાયકર્મની ૫, તથા દર્શનાવરણીયની ૪, એમ ઘાતીયા કર્મની ૧૪ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંતમાં ક્ષય થયો. અને ૮૫ પ્રકૃતિઓ તેરમા સયોગી ગુણસ્થાને સત્તામાં રહી. તેરમા ગુણસ્થાનમાં એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી. તેથી ચૌદમા ગુણસ્થાનની શરૂઆતમાં પણ ૮૫ પ્રકૃતિ સત્તામાં રહી. અયોગના બે ભાગ, પંચાસી એકમાં હો લાલ પંચા ઉપાંત્ય સમયે હોય તે, બોંતેર જતાં. હો લાલ તેર૦ ૫૦ અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાનના બે વિભાગ કર્યા. પહેલા વિભાગમાં ૮૫ પ્રકૃતિઓ હતી. તે વિભાગના ઉપાંત્ય સમયે એટલે અંતિમ સમયે પહેલાના એક સમયમાં ૭૨ પ્રકૃતિઓ ક્ષય થવાથી તેર પ્રકૃતિઓ શેષ સત્તામાં રહી. તે તેર પ્રવૃત્તિઓ ચૌદમા ગુણસ્થાનનાં અંત સમયમાં ક્ષય થવાથી આત્મા સિદ્ધગતિને પામે છે. સુર-ખગતિ-ગંળદ્ધિક વર્ણ-રસ-પંચક હો લાલ વર્ણ પંચક-બંઘન-સંઘાત, તન સૌ, સ્પર્શાષ્ટક હો લાલ તન ૫૧ અર્થ :- હવે ૭૨ પ્રકૃતિઓ જે પ્રથમ ક્ષય થઈ તેના નામ જણાવે છે : ૧. દેવગતિ, ૨. દેવાનુપૂર્વી, ખગતિ એટલે ૩. શુભવિહાયોગતિ, ૪. અશુભ વિહાયોગતિ, ૫. સુગંઘ, ૬. દુર્ગઘ, ૭. લાલ, ૮. પીળો, ૯. વાદળી, ૧૦. કાળો, ૧૧. ઘોળો વર્ણ, ૧૨. કડવો, ૧૩. તીખો, ૧૪. તૂરો, ૧૫. ખાટો, ૧૬. ગળ્યો રસ, ૧૭. ઔદારિક, ૧૮. વૈક્રિય, ૧૯. આહારક, ૨૦. તૈજસ, ૨૧. કાર્પણ એ શરીરના પાંચ બંઘન અને ૨૨. ઔદારિક, ૨૩. વૈક્રિય, ૨૪. આહારક ૨૫. તૈજસ , ૨૬. કાશ્મણ એ શરીરના પાંચ સંઘાતન તથા ૨૭. ઔદારિક, ૨૮. વૈક્રિય, ર૯. આહારક, ૩૦. તૈજસ, ૩૧. કાર્પણ એ પાંચ શરીર અને ૩૨. કર્કશ, ૩૩. મૃદુ, ૩૪. હલકો, ૩૫. ભારે, ૩૬. શીત,
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy