SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અને બીજા ભેદમાં જ્ઞાનાવર્ણીની પ, દર્શનાવર્ણયની ૪, નામકર્મની ૩૭, ગોત્રની ૧ તથા અંતરાયની પાંચ મળીને પર, ઉદીરણા યોગ્ય પ્રવૃતિઓ ગણાય છે. રા. વળી ઓગણચાલીસ સયોગી તેરમે, હો લાલ સયોગી. ઉદીરણાને યોગ્ય નહીં કોઈ ચૌદમે, હો લાલ નહીં. ૩૦ અર્થ :- તેરમા સયોગી કેવળી ગુણસ્થાનમાં નામકર્મની ૩૮ અને ગોત્રકર્મની ૧ મળીને કુલ ૩૯ પ્રકૃતિઓ ઉદીરણા યોગ્ય હોય છે. ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં ઉદીરણા કરવા યોગ્ય એક પણ પ્રકૃતિ નથી. કેમકે ત્યાં મન વચન કાયાના યોગ નથી. ૩૦ગા. ૪. સત્તા* બંઘાયેલા કર્મોનું અબાઘાકાળ સુધી આત્મા સાથે વળગી રહેવું તેને સત્તા કહેવાય છે. બંઘાદિથી બર્ની કર્મ વળગી રહે જીવને, હો લાલ વળગી સત્તા કર્મની તે જ; ભેદાનભેદને- હો લાલ મેદાનભેદને ૩૧ અર્થ :- રાગદ્વેષ આદિના ભાવોથી કાર્પણ વર્ગણાઓ ખેંચાઈને આવી આત્માના પ્રદેશો સાથે કર્મરૂપે થઈ જે વળગી રહે, તે જ કર્મની સત્તા છે અને તેના અનેક ભેદ પ્રભેદ છે. ૩૧ાા ગણતાં અડતાળીસ સોની ઉપર થઈ, હો લાલ સોની બીજે, ત્રીજે સોની ઉપર સુડતાળીની, હો લાલ ઉપર૦ ૩૨ અર્થ :- હવે તે ભેદ પ્રભેદને ગણતાં પ્રથમ મિથ્યાત્વ નામના ગુણસ્થાનમાં તે ૧૪૮ પ્રકૃતિ થાય છે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, આયુની ૪, નામકર્મની ૯૩, ગોત્રની ૨ અને અંતરાય કર્મની ૫ મળીને કુલ ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજા સાસ્વાદન તથા ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થકર નામકર્મની સત્તા ન હોવાથી એક પ્રકૃતિ ઓછી થઈ; તેથી ૧૪૭ પ્રકૃતિઓ આ બે ગુણસ્થાનમાં સત્તારૂપે હોય છે. [૩રા સત્તા, વણ-જિનબીજ; અન્યમાં પૂરી છે, હો લાલ અન્ય પહેલેથી ઉપશાંત સુઘી સત્તા વિષે હો લાલ સુથી સત્તા ૩૩ અર્થ - જિનબીજ એટલે તીર્થંકર નામકર્મ જેણે બાંધ્યું તે અન્યમાં એટલે બીજા, ત્રીજા ગુણસ્થાનમાં જાય નહીં. એ બે ગુણસ્થાન વિના પહેલા ગુણસ્થાનકથી છેક ઉપશાંતમોહ નામના અગ્યારમા ગુણસ્થાન સુઘી ૧૪૮ પ્રકૃતિની સત્તા પૂરેપુરી હોય છે. તેને સંભવસત્તા કહેવાય છે. ૩૩ના અનંતાનુબંર્થી ચાર નરક પશુ-આયુની, હો લાલ નરક છ વિના સૌથી અધિક બેંતાળીસ પ્રકૃતિ, હો લાલ બેંતા૩૪ અર્થ - અનંતાનુબંધી કષાયની ચાર તથા નરકાયુ અને પશુઆયુની મળીને કુલ છ પ્રકૃતિઓ હમણાં સત્તામાં નથી એવા ઉપશમ શ્રેણીવાળાને ૧૪ર પ્રવૃતિઓ સત્તામાં સંભવે છે. સત્તાના બે પ્રકાર * જુઓ ‘સત્તા યંત્ર” પૃષ્ઠ ૬૦૧ ઉપર
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy