SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૯ સિંહવૃત્તિથી તેને પાળે છે. તેમાં સ્થિર થવા માટે બ્રહ્મચર્યને સહાયકારી એવી પાંચેય ભાવનાને ભાવે છે અને તેને આદરે છે અર્થાત્ તે પ્રમાણે વર્તે છે. તે પાંચ ભાવનાઓમાંની પહેલી ભાવના (૧) સ્ત્રી, પશુ કે નપુંસક જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં તે ઊતરતા નથી. /૧ણા સ્વ-શરીર-સંસ્કારે ન રાચે, નાર -અંગ ન નીરખે, ના પૂર્વ રતિ -સુખને સ્મરે, વિષ વિષયનું વ્યાપે, રખે! “કામોદ્દીપક ને ઇષ્ટપુષ્ટ રસો તજે વૈરાગ્યથી, ત્રી-રાગ -વર્થક વાત કદી ભાખે-સુણે ના રાગથી. ૧૮ અર્થ :- (૨) મુનિઓ સ્નાન કરતા નથી તેમજ પોતાના શરીરનો શણગાર કરવામાં રાચતા નથી. સ્ત્રીના અંગોપાંગને જે નીરખતા નથી અર્થાત્ ઘારીને જોતા નથી. (૩) પૂર્વ રતિ ક્રીડાની સ્મૃતિ પણ જે કરતા નથી કે જેથી રખેને વિષયનું વિષ ફરી વ્યાપી જાય. (૪) જે કામને ઉત્તેજિત કરવાવાળા એવા ઇષ્ટ એટલે ગમતા અને પુષ્ટ એટલે પૌષ્ટિક રસોને વૈરાગ્યથી ત્યાગી દે છે. જેમકે પ.પૂ.પ્રભુશ્રીજીએ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરવા માટે પરમકૃપાળુદેવને પૂછતાં નીરસ આહાર લેવાની આજ્ઞા થતાં પૌષ્ટિક આહાર છોડી દીધો હતો. (૫) સ્ત્રી પ્રત્યે રાગ વૃદ્ધિ પામે એવી કોઈ પણ વાત રાગથી જેઓ કદી કરતા નથી કે સાંભળતા પણ નથી. ૧૮ સુંદર સ્વપર વધુ નિરખતાં વૃત્તિ કુતુહલવશ ઠરે, કે કામપીડા તીવ્ર ઉદયે જન્મતી ઝટ સંહરે; સંભાર મુનિ નિજ સહજ આત્મા ના નિમિત્તાથન બને, ને ઊગરે જ્ઞાની ગુરુંનાં વચનના આલંબને. ૧૯ અર્થ :- સુંદર પોતાના કે પરના વપુ એટલે શરીરને નીરખતાં જો વૃત્તિ કુતુહલવશ ત્યાં સ્થિર થાય કે તીવ્ર કર્મના ઉદયે કામપીડા જો જન્મ પામે, તો મુનિ પોતાના આત્માના સહજ શુદ્ધ સ્વરૂપને સંભારી તે રાગદ્વેષનો ઝટ સંહાર કરે છે; પણ નિમિત્તને આધીન થતા નથી. “તપસ્વીને કદી મોહે રાગદ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તો, ક્ષણમાં શાંતિ પામશો.' -સમાધિશતક તેમજ જ્ઞાની ગુરુ ભગવંતના વચનનું આલંબન લઈને પોતાનો ઉદ્ધાર કરે છે. ૧૯ બન્ને પરિગ્રહને તજી હું નવીન સંગ્રહ ના કરું, કે ના કરાવું, ના અનુંમોટું; સદા એ અનુસરુંઉપયોગથી ત્રિયોગ-શુદ્ધિ નિર્મમત્વે આદરું, પંચમ મહાવ્રત આ પરિગ્રહ -ત્યાગનું અતિ આકરું. ૨૦ હવે પરિગ્રહત્યાગ મહાવ્રત વિષે જણાવે છે – અર્થ :- બાહ્ય તેમજ અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહને તજીને હું નવીન સંગ્રહ કરું નહીં, કરાવું નહીં કે સંગ્રહ કરનારની અનુમોદના કરું નહીં. સદા એ ભાવને અનુસરું. એમ મુનિ ભગવંત વિચારે છે. ઉપયોગ રાખીને નિર્મમત્વભાવ ટકાવવા મન વચન કાયાના ત્રણેય યોગથી શુદ્ધિને આદરું. આ પંચમ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy