SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) પંચ મહાવ્રત વિષે વિચાર ૪૬૫ સ્થાન :- સ્થાન એટલે અવગાહના. નિગોદીયા જીવ વગેરે કેટલી જગા રોકે તેને અવગાહના કહે છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ મહામસ્યની અવગાહના સૌથી મોટી છે. તે હજાર યોજન લાંબો. પાંચસો યોજન પહોળો અને અઢીસો યોજન જાડો છે. ઉપરોક્ત પ્રકાર જાણીને વૈરાગ્ય પામી પંચ મહાવ્રતને આદરી જીવ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પણ ત્યાં પૂર્ણરૂપે છે અહિંસા પરમ ઘર્મ બઘા ગણે, આરંભ અણુ પણ ત્યાં નહીં, આશ્રમ પરમજ્ઞાની ભણે; નિર્ચથતા ઘરતા મુનિવર પરમ કરુણારસ ભર્યા, ના ઘર્મસાઘનમાં ય મમતા, મૃગસમી ચર્યા વર્યા. ૬ અર્થ - પંચ મહાવ્રતમાં પૂર્ણરૂપે અહિંસાનું પાલન છે. અહિંસાને સર્વોત્કૃષ્ટ પરમ ઘર્મ બઘા ગણે છે. કેમકે ત્યાં અણુમાત્ર પાપનો આરંભ નથી. તેને સંન્યસ્થ આશ્રમ પરમજ્ઞાની એવા ભગવાન કહે છે. એ પંચમહાવ્રતને ઘરનાર મુનિવર નિર્ગથતાને ઘારણ કરેલ છે, અર્થાત રાગદ્વેષ અજ્ઞાનની ગાંઠ જેની ગળી ગઈ છે એવા મુનિવર પરમ કરુણાના સાગર છે. જેને ઘર્મના સાથન એવા પુસ્તકો કે ઉપકરણમાં પણ મમતાભાવ નથી. પુસ્તકનું પ્રયોજન પૂરું થયે ઝાડના બખોલમાં પણ મૂકી દે. તથા મૃગ એટલે હરણની જેમ જેની ચર્યા છે, અર્થાત્ જેને રહેવા કરવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી; તેઓ અપ્રતિબદ્ધ વિહારી છે. કા. સ્થાવર અને ત્રસ જીવને ત્રણ લોકમાં ઍવતા સુથી, હણવા પ્રમાદે ના કદી ત્રિકરણ ચોગ-પ્રયોગથી; આવું મહાવ્રત છે અહિંસા; મુખ્ય એ મતિ લાવવી, આદિ-મહાવ્રત સ્થિર કરવા ભાવના આ ભાવવી : ૭ અર્થ - પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ કે વનસ્પતિકાય એ પંચ સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયોવાળા ત્રસકાય એવા ત્રણે લોકમાં રહેલા સર્વ ઇ કાય જીવોને જીવતા સુધી પ્રમાદવડે, મન વચન કાયાના યોગનો પ્રયોગ કરીને કદી હણવા નહીં, આવો અહિંસા મહાવ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મુખ્ય આદિ મહાવ્રત એટલે પ્રથમ અહિંસા મહાવ્રતને હૃદયમાં સ્થિર કરવા નીચે પ્રમાણે ભાવના ભાવવી. શા "વાણી અને મનગુતિ, સમિતિ ચાલવે, લેવ-મૂંછ્યું, આહાર-પાન વિલોકી લે – એ પાંચ રીતિ ના ચૅકે. જીંવતાં સુથી નવ લેશ જૂઠું કદી પ્રમાદે બોલવું, મૃષા-વિરતિ બીજું મહાવ્રત પૂર્ણતાથી પાલવું. ૮ હવે અહિંસા મહાવ્રતને સહાયકારી એવી પાંચ ભાવનાઓ જણાવે છે : અર્થ :- (૧) વાણી એટલે વચનગુતિ અર્થાત્ મૌન રહેવું, અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું (૨) મનગુપ્તિ (૩) ઈર્ષા સમિતિ (૪) આદાન નિક્ષેપણ સમિતિ અર્થાત લેવું મૂકવું. અને (૫) આહાર-પાન વિલોકી એટલે દેખી તપાસીને બેંતાલીસ દોષરહિત આહાર લેવો. એ પાંચ સમિતિની રીતને અહિંસા મહાવ્રતવાળા કદી ચૂકે નહીં. જીવતા સુધી પ્રમાદવશ પણ લેશ માત્ર જાડું કદી બોલવું નહીં. એ મૃષાવિરતિ એટલે સત્ય મહાવ્રત નામનું બીજાં મહાવ્રત છે. તેનું પૂર્ણરૂપે પાલન કરવું. ઉપયોગ શૂન્ય ક્રિયા એ બઘો પ્રમાદ છે. દા.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy