SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) પુનર્જન્મ ૪૬૧ સર્પને મોર મારે છે, કેસરી હસ્તિને હરે, બિલાડી ઉંદરો મારે; જાતિ-વૈર ન વિસરે. ૩૪ અર્થ - મોરને સર્પ પ્રત્યે જન્મથી જ વેર હોવાથી તેને જ્યાં જાએ ત્યાં મારે છે. તેમજ કેસરી સિંહ પણ હાથીને જોઈ હણે છે કે બિલાડી જન્મતાં જ ઉંદરોને મારવા લાગે છે. તે પ્રાણીઓ જાતિવેરને કદી ભૂલતા નથી. કારણ કે તે તે જીવો પ્રત્યે વૈરભાવના સંસ્કારો તે પૂર્વભવથી જ સાથે લઈને આવ્યા છે. “સર્પ અને મોરને; હાથી અને સિંહને; ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે.” (વ.પૃ.૭૬૮) ૩૪ વિદ્યા શીખે વિના ગોખે, સંસ્કારી પૂર્વના સહુ; પુનર્જન્મ પ્રતીતિનાં દ્રષ્ટાંતો મળતાં બહુ. ૩૫ અર્થ - કેટલાકને ગોખ્યા વિના પણ વિદ્યા આવડી જાય છે. તે સર્વ પૂર્વના સંસ્કારી જીવો છે. પૂર્વ જન્મમાં જેણે જે વિદ્યાનો ઘણો અભ્યાસ કરેલ છે તેમને અહીં વગર શીખે પણ આવડી જાય છે. જેથી પૂર્વ જન્મ છે એમ સિદ્ધ થાય છે. પુનર્જન્મ છે એવી પ્રતીતિના બીજા પણ અનેક દ્રષ્ટાંતો અહીં મળી આવે છે. જેમકે પરમકૃપાળુદેવ લખે છે કે – “લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૫) શ્રી યશોવિજયજી મહારાજને પાંચ વર્ષની ઉંમરમાં ભક્તામર શ્રવણ માત્રથી આવડી ગયું હતું. શ્રી હેમચંદ્રાચાર્ય પણ નવ વર્ષની નાની વયમાં જ દીક્ષા લઈને પ્રખર વિદ્વાન બની “કલિકાલ સર્વજ્ઞ'ના બિરુદને પામ્યા હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ સોળ વર્ષ સુધીમાં સર્વ ઘર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરી જૈનદર્શનના સારરૂપ મોક્ષમાળાની રચના કરી. તેઓ શાસ્ત્રો ભણવા માટે ક્યાંય ગયા નહોતા. આ બધો ક્ષયોપશમ પૂર્વભવની સાધનાના આઘારે ઊગી નીકળ્યો હતો. રૂપા પુનર્જન્મ તણી શ્રદ્ધા કરે નિર્ભય જીવને; મૃત્યુથી યે ડરે ના તે, ઇચ્છે શિવ સદૈવ તે. ૩૬ હવે પુનર્જન્મની શ્રદ્ધાથી જીવને શો લાભ થાય છે તે જણાવે છે – અર્થ – પુનર્જન્મની શ્રદ્ધા જીવને મરણના ભયથી મુક્ત કરે છે. શ્રી આનંદઘનજીએ કહ્યું તેમ –“અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દીયો તજ, ક્યું કર દેહ ઘરેંગે; અબ હમ અમર ભયે ન મરેંગે.” -શ્રી આનંદધનજી પુનર્જન્મ નિશ્ચિત છે એવો દ્રઢ નિર્ણય થયે તે પ્રાણી મૃત્યુથી ડરતો નથી પણ સદૈવ શિવ એટલે મુક્તિને ઇચ્છે છે. કહ્યું છે કે : “ર ને મૃત્યુ : તો મિત:, નમે વ્યાધ તો વ્યથા; ना हं बालो ना वृद्धोहं, न युवैतानि पुद्गलेः" । અર્થ - મારું મરણ જ નથી તો મને ભય શાનો? મને વ્યાધિ નથી તો પીડા શાની? નથી હું
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy