SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) પુનર્જન્મ ૪૫૫ = અર્થ – અવધિજ્ઞાનના ધારક બીજાના ભવિષ્યમાં કયા કયા ભવ થવાના છે તે જાણી શકે છે તથા મન:પર્યવજ્ઞાની પણ બીજા જીવોના ભવ તેમજ તેના વર્તતા ભાવોને પણ જાણી શકે છે. ૮ા કેવલજ્ઞાની તો સર્વ વિશ્વ ત્રિકાળ દેખતા, ભો જાણે અનંતા તે વિશ્વ નાટક લેખતા. ૯ અર્થ :— જ્યારે કેવળજ્ઞાની તો વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોના ત્રિકાળ સ્વરૂપને એક સાથે જાએ છે, અર્થાત્ જીવોના સર્વ ભૂત ભાવી અનંતાભવોને તે એક સાથે જુએ છે અને જાણે છે. વિશ્વમાં રહેલ સર્વ જીવોના કર્મનું તે નાટક માને છે. ।।૯।। પુર્વે જીવ હતો તે છે, ભવિષ્યે પણ જીવશે, પ્રતીતિ જ્યાં સુધી આ’વી આવી ના ત્યાં સુધી થશે- ૧૦ અર્થ :— પૂર્વભવમાં જે જીવ હતો તે જ આ છે અને હવે ભવિષ્યમાં પણ જીવતો જ રહેશે. એવી પ્રતીતિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી તે જીવ શંકામાં જ ગળકા ખાતો રહેશે. ।।૧૦।। પ્રયત્નો થર્મ માટે તે, લૂલા, શંકાભર્યા સદા, કર્યા કરે છતાં જીવો પામે ના સિદ્ધિસંપદા. ૧૧ અર્થ :— તેના ધર્મ માટેના પ્રયત્નો સદા ભૂલા તથા શંકાભર્યા થયા કરશે. તેથી પુરુષાર્થ કરવા *= છતાં પણ આત્મસિદ્ધિની સંપત્તિને તે પામી શકશે નહીં. “જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું થર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી.’’ (વ.પૃ.૧૯૦) ||૧૧|| છે પુનર્જન્મ નિઃશંક, એવું જેણે નથી લહ્યું, પ્રત્યક્ષ કે પરોક્ષે તો આત્મજ્ઞાન નથી થયું. ૧૨ અર્થ :— • ‘પુનર્જન્મ છે' એવું નિઃશંકપણું જેને પ્રત્યક્ષ કે પરોક્ષે પણ નથી થયું તેને આત્મજ્ઞાન થયું નથી એમ સત્પુરુષો કરે છે. ‘(આ) ‘પુનર્જન્મ છે'; આટલું પરોક્ષ - પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી.’” (વ.પૃ.૧૯૦૯ ।।૧૨। પૂર્વની સ્મૃતિ પામીને જેને પ્રત્યક્ષ આ થયું, તે શ્રીમદ્ રાજચંદ્રે આ શ્રુત-જ્ઞાનાશ્રિત કર્યું. ૧૩ અર્થ :– પૂર્વભવોની સ્મૃતિ આવવાથી જેને અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા કે ભગવાન મહાવીર એમ કહેતા હતા એ બધું જેને પ્રત્યક્ષ થયું છે એવા શ્રીમદ્ રાજચંદ્રે આપણને શ્રુતજ્ઞાનને આધારે આ બધું જણાવ્યું છે. “પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું.'' (૧.પૃ.૧૯૦) ||૧૩।। પરોક્ષે પણ માને જે પુરુષ-પ્રીતિ-બો, પ્રત્યક્ષ જ્ઞાન પામે તે, સત્સાયનની સાંકળે. ૧૪ અર્થ :— જે પરમકૃપાળુદેવે કહ્યું છે તેને પરોક્ષ પણ જે જીવ માનશે, તે જીવ સત્પુરુષની શ્રદ્ધાના બળે એક પછી એક સાંકળની જેમ સત્સાધનને આરાધવાથી પ્રત્યક્ષ આત્માના અનુભવને પામશે. પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ કહ્યું છે કે પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. ।।૧૪।
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy