SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) પુનર્જન્મ ૪૫૩ શરીર પ્રત્યે જીવને રાગ વિશેષ હોવાથી ફરી ફરી નવા જન્મ ઘારણ કરવા પડે છે. જેટલી શરીર પ્રત્યે આસક્તિ વિશેષ તેટલા જન્મ મરણ પણ વધારે કરવા પડે. જો પુનર્જન્મ નહીં લેવો હોય તો શરીરાદિ પ્રત્યેની મોહ મમતા ઘટાડવી જરૂરની છે. હવે પુનર્જન્મ વિષેની વિસ્તારથી હકીકત નીચેના પાઠમાં જણાવવામાં આવે છે. (૪૦) પુનર્જન્મ (અનુષ્ટ્રપ) લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ઘરે; રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. ૧ “પુનર્જન્મ છે–જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું” એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે.” (વ.પૃ.૩૬૧) અર્થ :- જેને પુનર્જન્મ લેવો નથી એવી જે હૃદયમાં દ્રઢતાને ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતની સેવા એટલે આજ્ઞા ઉઠાવવા મારું મન ઉત્સુક થઈ રહ્યું છે; એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. [૧] જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ-સ્મરણ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું, સંત-દર્શિત સાનથી. ૨ અર્થ :- જેણે જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વ ભવો જાણ્યા છે એવા પરમકૃપાળુદેવની કૃપાવડે તથા સંત એવા પ.પૂ. પ્રભુશ્રીજી દ્વારા દર્શાવેલ આત્મા ઓળખવાની સાનવડે અર્થાત્ સમજવડે હું આ પુનર્જન્મ વિષે હવે જણાવું છું તે આ પ્રમાણે છે. પરમકૃપાળુદેવને સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન થયેલ. આગળ જતાં જુનાગઢનો ગઢ જોતાં તે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મુંબઈમાં પદમશીભાઈએ પૂછેલ કે આપને નવ સો ભવનું જ્ઞાન છે તે વાત સાચી છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવેલ કે તેના આધારે કહેવાણું છું. પછી તે વિષે વિશેષ ખુલાસો કર્યો નહોતો. ગારા સંત શ્રી લઘુરાજે ય જાણી પૂર્વ ભવો કહ્યું: વર્ત આનંદ, આનંદ, સલ્વા થકી એ કહ્યું.”૩ અર્થ – સંત એવા લઘુરાજસ્વામીએ પણ પોતાના પૂર્વભવો જાણીને જાનાગઢથી લખેલ પત્રમાં જણાવ્યું કે-પૂર્વભવ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એ બધું થવાનું કારણ પરમકૃપાળુદેવ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા છે. એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ જે પત્રમાં જણાવેલ તે નીચે મુજબ છે : અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. (ઉ.પૃ.૧૬) IIકા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy