SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) શરીર ४४७ "यावत् वित्तोपार्जन सक्तः, तावत् निज परिवारो रक्तः, તનુ ગરીગા નરનર હે, વાર્તા પૃચ્છત કોડપિ ન દે.” -મોહમુદ્દ્ગર અર્થ :- જ્યાં સુધી પ્રાણી ઘર માટે ઘન ઉપાર્જન કરવામાં શક્તિશાળી હોય ત્યાં સુધી પોતાનો પરિવાર તેના ઉપર આસક્ત હોય છે. પણ જ્યારે તેનો દેહ જર્જરિત થઈ જાય છે, ત્યારે ઘરમાં તેને કોઈ વાત પણ પૂછતું નથી. વૃદ્ધાવસ્થામાં કાયા પણ પોતાની શક્તિ ઘટી જવાથી મરણનો ભય નજીક જાણી કંપવા લાગે છે. અને લડથડિયા ખાતા હવે તે દુઃખમાં દિવસો નિર્ગમન કરે છે. ઊઠવા જતાં લાકડીનો ટેકો લેવો પડે છે. એવી સ્થિતિ થઈ જાય છે. 'अंगम् गलितं पलितं मूडम् दशविहिनम् जातम् तुंडम्, શરડૂત પિત શોભિત દંડમ્ તપિ મુદ્યત સાશા પિંડમ્' -મોહમુદ્ગર “ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે; ત્વચા પર કરોચળી પડી જાય છે; સુંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે; કેશ ઘવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડિયાં ખાતાં ચાલવું પડે છે.” (વ.પૃ.૭૦) ૧૧ાા ઘણા રોગનો દુર્બળ દેહે વાસ જો, પછી પથારીવશ પણ પડી રહેવું પડે રે લો; નાનાં મોટાં સૌને દેતો ત્રાસ જો, દિન દિન દેહે દુઃખ અતિશય સાંપડે રે લો. ૧૨ અર્થ - વૃદ્ધાવસ્થામાં દેહ દુર્બળ થઈ જવાથી ઘણા રોગનો તેમાં વાસ થઈ જાય છે. પછી દુર્બળતાના કારણે પથારીવશ પણ પડી રહેવું પડે છે. તે સમયે ઘરના સૌ નાના મોટાને તે ત્રાસરૂપ જણાય છે. તેમજ દિવસે દિવસે શક્તિઓ ઘટતાં દેહમાં તે અતિશય પીડાને પામે છે. કાં તો જીવનપર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઇત્યાદિક રોગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કોળિયો કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે.” (વ.પૃ.૭૧) ૧૨ાા. જન્મ થકી પણ મરણ વખતનાં દુઃખ જો, કહે અનંતગુણાં જ્ઞાની જન જોઈને રે લો; ભલભલા બૅલી ભાન બને ય વિમુખ જો, શુદ્ધ સ્વરૂપે ટકતી સ્થિરતા કોઈને રે લો. ૧૩ અર્થ - હવે જન્મ કરતાં પણ મરણ વખતનું દુઃખ અનંતગણું છે. એમ જ્ઞાની પુરુષો કેવળજ્ઞાનવડે જોઈને કહે છે. મરણ વખતની વેદનામાં ભલભલા જીવો આત્માનું ભાન ભૂલી જાય છે. તે સમયે શરીરને શાતા ઉપજાવવાના વિચારમાં કે ઘનાદિ પરિગ્રહના વિચારમાં પડી જઈ ઘર્મ વિમુખ પણ બની જાય છે. કોઈક આરાઘક જીવની જે તે સમયે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે કે સહજાત્મસ્વરૂપના મંત્રમાં સ્થિરતા ટકી રહે છે; બાકી બધા વિચલિત થઈ જાય છે. "बाळस्तावत् क्रिडा सक्तः तरुणस्तावत् तरुणी रक्तः, વૃદ્ધતાવત્ વિંતા મન: પરે ગ્રહણ લોકપિ ન જના:” -મોહમુદ્ગર અર્થ :- બાળક હોય ત્યાં સુધી રમવામાં આસક્ત હોય. યુવાન થતાં સ્ત્રીમાં આસક્ત હોય અને વૃદ્ધાવસ્થા આધ્યે ચિંતામાં મગ્ન રહે છે પણ આત્માને ઓળખવાની કોઈને લગની લાગતી નથી. ||૧૩ના શેરડીના રાડા સમ જીવન જાણ જો, થડિયું ભોગ-અયોગ્ય કઠણ ગાંઠો ઘણી રે લો; ટોચ તરફનો સાંઠો મોળો છાણ જો, વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રે લો. ૧૪
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy