SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) શરીર ૪૪૫ બનાવેલો ઘડો મળથી ભરેલો હોય, કાણાંવાળો હોય, ચારે તરફથી મળ ઝરતો હોય, તેને પાણીથી ઘોઈએ તો પણ પવિત્ર શી રીતે થાય?” -સમાધિસોપાન (પૃ.૧૧૩) કાળ જતાં તે માંસ-પેશી સૅપ થાય જો, શિર, કર, ચરણ તણા અંકુર ત્યાં ફૂટતા રે લો; ઇન્દ્રિય-રચના આપોઆપ રચાય જો, આંખ, કાન, નાકાદિ અવયવ ઊગતા રે લો. ૪ અર્થ - સમય જતાં તે ગર્ભમાં પરપોટો માંસના લોચારૂપ થાય છે. પછી માથું, હાથ, પગના અંકુર ફુટે છે. ત્યારબાદ ઇન્દ્રિયની રચના આપોઆપ રચાઈ આંખ, કાન, નાક, આદિના અવયવ ઊગવા લાગે છે. એક અંતર્મુહૂર્તની અંદર જેટલી પર્યાતિઓ પ્રાપ્ત થવાની હોય તે પૂર્ણ થઈ જાય છે. તે પર્યાતિઓ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એમ કુલ છ પ્રકારની છે. ૪ જનની-જઠરે રસ ઝરતો પિવાય જો, કૃમિગણ સહ એ કેદ-દશા લ્યો ચિંતવી રે લો; અતિ અંઘારે જીવ ઘણો પીડાય જો, દશા પરાથીન નવ મહિના સુધી ભોગવી રે લો. ૫ અર્થ – માતાના પેટમાં જે રસ ઝરે છે તે દૂટી દ્વારા લઈને તે જીવ પોષણ પામે છે. પેટમાં ચારે બાજા કૃમિઓના સમૂહ સાથે રહેલા આ જીવની કેદ સમાન દુર્દશાની સ્થિતિનો જરા વિચાર કરીએ તો તે ભયંકર ભાસશે. ત્યાં અત્યંત અંધારી કોટડી સમાન જઠરમાં જીવ ઘણી પીડા પામે છે. તથા દુઃખમય એવી પરાધીનદશાને જીવ નવ મહિના સુધી ત્યાં નિરંતર ભોગવે છે. “पुनरपि जननम् पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्; રૂતિ સંસારે દતર કોષ:, વનથમિઢ માનવ તવ સંતોષ:'' -મોહમુદ્રગર અર્થ :- આ સંસારમાં વારંવાર જન્મવું તથા મરવું તેમજ માતાના ઉદરમાં વારંવાર સૂવું એ દેખીતો પ્રગટ દોષ છે, તો હે માનવ! તું તેમાં કેમ સંતોષ માને છે. //પા. પ્રસવ-કાલ પણ નિજ-પર-પીડા રૂપ જો, માતાની પણ ઘાત ગઈ જન માનતા રે લો; સંકુચિત દ્વારે નીકળતાં દુઃખ જો, ગર્ભ-કેદથી અનંતગણું બુથ જાણતા રે લો. ૬ અર્થ - લગભગ નવ મહિના પૂરા થતાં જ્યારે પ્રસવ-કાલ એટલે જન્મવાનો સમય આવે છે ત્યારે પોતાને અને પોતાની માતાને પણ તે પીડારૂપ થાય છે. બાળકનો જન્મ સુખે થતાં માતાની ઘાત ગઈ એમ લોકો માને છે. તેમજ જન્મ થતાં સમયે સંકુચિત દ્વારથી બહાર નીકળતાં બાળકને અને માતાને ઘણું દુઃખ થાય છે. જન્મ થતી વેળાએ બાળક, ગર્ભની કેદ કરતાં પણ અનંતગણું દુઃખ પામે છે એમ બુથ એટલે જ્ઞાની પુરુષો કેવળજ્ઞાન વડે જોઈને જણાવે છે. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) કા. બાળ-અવસ્થાનાં દુઃખ તો પ્રત્યક્ષ જો, ભૂખ, તરસ કે દરદ કંઈ કહી ના શકે રે લો; રોવું, જોવું, રમવું ધૂળમાં, લક્ષ જો, વિવેક વિના એ બાળવયે શુભ શું ટકે રે લો? ૭ અર્થ:- બાલ્યાવસ્થાના દુઃખ તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. બાળકને ભૂખ કે તરસ લાગી હોય
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy