SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) શરીર ૪૪૩ રોષ, તોષ, સંકલ્પ સૌ મૂકવાથી મુક્તિ, શી બાઘા તજતાં તને?” એવી યોજે યુક્તિ. રાજ. ૩૦ અર્થ :- રોષ એટલે દ્વેષ અને તોષ એટલે રાગ તથા મનના સંકલ્પ વિકલ્પ મૂકવાથી જીવનો મોક્ષ થાય છે. તો મનને પૂછવું કે તારા આ બધા દુઃખના કારણોને મૂકતા તને કંઈ બાઘા આવે છે ? એવી યુક્તિ યોજીને મનને સમજાવતા તે સમજી જાય છે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાથા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) //૩૦ની ‘ઉપદેશું હું અન્યને” “મને કોઈક બોથે, બાહ્ય વિકલ્પો એ તજી, કેમ શાંતિ ન શોધે? રાજ. ૩૧ અર્થ - હું બીજાને ઉપદેશ આપી તેનું અજ્ઞાન દૂર કરું અથવા મને કોઈ બોઘ કરે આવા બાહ્ય વિકલ્પો મૂકીને આત્માની નિર્વિકલ્પ શાંતિને કેમ શોઘતો નથી? ‘સ્વરૂપ સમજાવું હું', “મને હો ઉપદેશક', ઉન્મત્ત મત એ મારો, આત્મા તો નિર્વિકલ્પ સમાધિશતક /૩૧. અસંગ ભાવ ન ઊપજે, કરો કલ્પના કોટિ, સત્સંગથી જ પમાય છે, બીજે થશો ન ખોટી. રાજ૦ ૩૨ અર્થ - મૌનવ્રત ઘારણ કરીને પણ કોટિ કલ્પનાઓ મનવડે કરીએ, તો અસંગ ભાવ ક્યાંથી ઉત્પન્ન થશે? તે તો સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. માટે બીજે ક્યાંય ખોટી થશો નહીં. પણ સત્સંગમાં મૌન ઘારણ કરીને માત્ર આત્મભાવને જ પોષજો, જેથી આત્માની અસંગદશા પ્રગટ થશે. “સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર “સત્સંગતિ ગંગાજળ, સ્નાન કરે જે ભવ્ય; તેને તીર્થ તપાદિનું, રહે નહીં કર્તવ્ય.” મૌનપણું એટલે મુનિપણું ઘારણ કરીને સદેવ આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે છે, અને શરીર જે સપ્ત દુર્ગઘમય ઘાતુનું બનેલ છે તેવો ભાવ સદા જાગૃત રાખી તે તરફ લક્ષ આપતા નથી. તે શરીરનું ખરેખર સ્વરૂપ કેવું છે તે આ શરીર નામના પાઠમાં સ્પષ્ટ જણાવે છે : (૩૯) શરીર /E ) . (રાગ-જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો.) . જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીર ભાવે દુષમ આ કળિકાળમાં રે લો; રહે ન જેને દેહઘાર રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી એ ગુરુ રહો ખ્યાલમાં રે લો. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ આ ભયંકર દુષમ કળિકાળમાં પણ અશરીરીભાવે
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy