SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ હાંરે ભલે અંઘારી રાતે બહુ તારા હોય જો, તેથી શું તા૨ા-તેજ રવિથી ચઢે અતિ રે લો? હાંરે વ્હાલા અર્થ :– હવે આત્મકલ્યાણનો ઇચ્છુક એવો શ્રેય પોતાની વાત રાજસભામાં રજુ કરે છે ઃ— જગતમાં ગરીબ લોકો ઘણા છે. તેથી શું ગરીબાઈની વિશેષતા ગણાય છે? અર્થાત્ તે આઠરવા યોગ્ય મનાય છે? જેમ જગતમાં મુસલમાન કે ખ્રિસ્તી કે સ્વામીનારાયણ ધર્મને માનનારા લોકો ઘણા હોય તેથી તે જ ધર્મ સાચો અને બીજા ખોટા એક કેમ કહી શકાય. અંધારી રાત્રિએ ઘણા તારા દેખાય તેથી શું તેનું તેજ સૂર્ય કરતાં વથી જાય છે? નહીં. તેમ ભલે થોડા હોય પણ સત્ય તે સત્ય જ છે. જ્ઞા હાંરે પ્રભુ. પ્રેય સમો ઠગ જગમાં નહિ દેખાય જો, મૃગજળ સમ તે હરણ-મરણને સાધતો રે લો; હાંરે જુઓ, સંગીતની પ્રિયતાથી મૃગ લોભાય જો, શિકારીના શથી પ્રાણ ગુમાવતો રેલો. હાંરે વ્હાલા = અર્થ :— હે નાથ ! આ સંસારમાં સુખ છે એમ ઉપરથી બતાવનાર આ પ્રેય સમાન બીજો કોઈ ઠગ આ જગતમાં દેખાતો નથી. જેમ મૃગજળને લેવા દોડી હરણ મરણને શરણ થાય છે. તેમ ઇન્દ્રિયોના ભોગોમાં બહુ સુખ છે એમ માનીને સંસારી પ્રાણી પણ તેમાં જ ફસાઈ જઈ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને જ ભોગવે છે. જેમકે કાનને સંગીત પ્રિય છે. પણ હરણ સંગીતની પ્રિયતાને કારણે લોભાય છે અને શિકારીના સર એટલે બાળથી પોતાના પ્રાણ પણ ગુમાવી દે છે. ।।૭।। હાંરે કેવું દીપક દેખી પતંગ-મન ખેંચાય જો, ઝગમગતી જ્યોતિમાં પડી બળી મરે, અરે! રે લો; હાંરે કોરે કાષ્ઠ ભ્રમર પણ કમળ-સુગંધે લીન જો, કમળ બિડાતાં કૈદ સહી ગજમુખે મરે રે લો. હાંરે વ્હાલા અર્થ :– દીપકને જોઈ પતંગીયાનું મન પણ તે તરફ આકર્ષાય છે અને આશ્ચર્ય છે કે તેની ઝગમગતી જ્યોતમાં વારંવાર પડી તે મરી જાય છે. વળી ભમરો જે કાષ્ઠ એટલે લાકડાને પણ કોતરી શકે તેવો હોવા છતાં, કમળપુષ્પની સુગંધીમાં લીન થઈ જવાથી કમળ બિડાતા તેમાં જ કેદી સમાન બની બીડાઈને રહે છે. પછી હાથી આવીને કમળને તોડી ખાય ત્યારે હાથીના મુખમાં મરણ પામે છે. “પતંગિયું, માછલી આદિ એક એક વિષયને આઘીન તીવ્રતાને લીઘે મરણને પામે છે, તો આપણે પાંચ ઇન્દ્રિયો છે તેનો તીવ્રપણે ઉપયોગ થાય તો શી દશા થાય? માટે ઇન્દ્રિયોના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડુ કરનાર ઇન્દ્રિયો છે.' બોઘામૃત ભાગ-૧ (પૃ.૩) IIII હાંરે . ભલા એકલશૃંગી મુનિ રસવશ લપટાય જો, તપસી લપસી રામબનેવી બની ગયા રે લો; હાંરે સ્ત્રી-રત્નની લટ સ્પર્શી સંસ્મૃતિ-પાય જો, મોક્ષમાર્ગ ભૂલી નરકગાર્મી ચક્રી થયા રે લો. હાંરે વ્હાલા અર્થ :– એક્લેશૃંગી મુનિ રસને વશ થવાથી વાસનામાં લપટાઈ ગયા. તપશ્ચર્યા કરનારા તપસી પણ જિલ્લો ઇન્દ્રિયને વશ થવાથી લપસી જઈને રામના બનેવી બની ગયા.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy