SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ આકાશ અનંત પ્રદેશી છે. ઉપરોક્ત પાંચ અજીવ દ્રવ્યો સાથે જીવ દ્રવ્યને જોડતા કુલ છ દ્રવ્યો વિશ્વમાં વિદ્યમાન છે. એ છએ પોતપોતાની સત્તા ધરાવે છે. છએનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્ય પોતાની સત્તા ખોઈને બીજા સાથે કદી પણ મળી શકે નહીં; એ દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ છે. ।।૧૩।। શિવપદ જૅવ ભૂલી ગયો, રહ્યો કર્મને સંગ, સંગ અનાદિ કાળનો, ટળ્યે થવાય અસંગ. ૧૪ ૪૦૪ = અર્થ :– જીવ પોતાના શિવપદ એટલે મુક્તપદને અર્થાત્ પોતે સર્વ કર્મોથી મુક્ત થઈ શકે છે એવા શુદ્ધ આત્મપદને ભૂલી ગયો છે. કારણ કે અનાદિથી જીવને કર્મનો સંગ સદા રહેલ છે. તે અનાદિકાળના કર્મસંગને ટાળવાથી જ જીવ પોતાના અસંગ શુદ્ધ આત્મસ્વરૂપને પામી શકે છે. ।।૧૪।। કર્મ-સંતતિ હેતુને સમજી કરો ઉપાય; બીજ બાળ્યે તરુ-સંતતિ તુર્ત જ અટકી જાય. ૧૫ અર્થ :- કર્મ-સંતતિ એટલે કર્મોની પરંપરા જે અનાદિથી ચાલી આવે છે તેનું કારણ શું છે? તે સમજીને તે કારણોને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. જેમ ઝાડનું બીજ બાળી નાખવાથી તે ઝાડ દ્વારા નવા બીજવડે થતી અનંત ઝાડની સંતતિ તુર્ત જ અટકી જાય છે. તેમજ કર્મોના મૂળને બાળી નાખવાથી તે કર્મોની સંતતિ અર્થાત્ પરંપરા તે પણ સહજે અટકી જાય છે. “જીવને બંઘનના મુખ્ય હેતુ બે : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે. રાગને લીઘે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ ક્ર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ મંબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંઘનો સાંપરાયિક અભાવ. રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ મિથ્યાત્વ એટલે અસમ્યક્દર્શન છે. સમ્યજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યક્દર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યચારિત્ર પ્રગટે છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ." (વ.પૃ.૮૧૯) ॥૧૫॥ કર્મપ્રવાહ વહી રહ્યો નદીજળ પામી ઢાળ, સમુદ્ર-સપાટી પાર્ટીને પછી નહિ વહે નિહાળ, ૧૬ અર્થ :— નદીનું જળ ઢાળ પામીને તે તરફ વહે છે. તેમ શુભાશુભભાવને કારણે કર્મનો પ્રવાહ પણ -- વહી રહ્યો છે. સમુદ્રની સપાટી પામી પછી નદીનું જળ વહેતું નથી. તેમ જીવમાં શુદ્ધભાવ ઊપજ્યે કર્મનો પ્રવાહ પણ વર્તતો નથી. ।।૧૬। તેમ જ શુભ-અશુભ બે જીવ-ભાવો ગણ ઢાળ, પુણ્ય-પાપરૂપ કર્મનો વચ્ચે પ્રવાહ, નિહાળ, ૧૭ અર્થ :– જીવના શુભ અશુભ બે ભાવોને તું ઢાળ સમાન જાણ. તેથી પુણ્ય અને પાપરૂપ કર્મનો પ્રવાહ તે તરફ વહે છે. ૧૭૬ા પુદ્ગલ-અણુ મી વર્ગણા બને અનેક પ્રકાર; જીવ-વિભાવ નિમિત્તથી વહે જીવ ભણી, વિચાર. ૧૮
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy