SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હે નાથ! આ તારી ભક્તિના નવેય પ્રકાર તત્ત્વસ્વરૂપ છે. અર્થાત્ આત્મતત્ત્વને જ પ્રાપ્ત કરાવનારા છે. તેનો મર્મ સમજાવી મારી સર્વ શંકાઓ અર્થાત મિથ્યા માન્યતાઓનો નાશ કરો અને આપના જેવો મને ચિદ્રુપ અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ બનાવો. /૩ણા જીવ-અર્જીવ ડ્રેપ વિશ્વ આ, સમજાવે જિનભૂપ; મૂળ દ્રવ્ય ષટું જાણવાં, શાશ્વત્ નિજ નિજ રૂપ.૪ હવે શ્રી ગુરુ ઘર્મનો મર્મ સમજાવવા માટે જગતમાં રહેલ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવે છે : અર્થ:- આ વિશ્વ, જીવ અને અજીવરૂપ બે તત્ત્વોનું બનેલું છે. એમ શ્રી જિનેશ્વર ભગવંત જણાવે છે. તેમાં મૂળ દ્રવ્ય જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ છે. તે સર્વ પોતપોતાની શાશ્વત સત્તામાં રહેલ છે એમ જાણવું. (૪ જીવ-જાતિ તો એક છે, જીવ પ્રત્યેક અનંત; લક્ષણ છૅવનું જ્ઞાન જો, શુદ્ધ જીવ ભગવંત. ૫ હવે જીવદ્રવ્યના સ્વરૂપનું વર્ણન કરે છે : અર્થ - છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય તે ચૈતન્ય જાતિનું છે. જગતમાં રહેલ સર્વ જીવો એ જ પ્રકારે ચૈતન્ય જાતિના છે. છતાં પ્રત્યેક જીવનું અસ્તિત્વ, સત્તા અપેક્ષાએ જોતાં ભિન્ન ભિન્ન છે. તથા સંખ્યા અપેક્ષાએ જોતાં તે જીવો અનંત છે. તે જીવોનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા અરૂપી એવા જીવની ઓળખાણ થાય છે. ભગવાન છે તે સર્વકર્મમળથી રહિત શુદ્ધ જીવનો પ્રકાર છે. પાા શુદ્ધ અશુદ્ધ જીંવો વિષે જ્ઞાન નિરંતર દેખ; જીવ વિના જડશે નહીં જ્ઞાન-કિરણની રેખ. ૬ અર્થ - શુદ્ધ એટલે મુક્ત જીવ અને અશુદ્ધ એટલે સંસારી જીવોમાં જ્ઞાનગુણ નિરંતર વિદ્યમાન દેખાય છે તથા જીવ વિના એ જ્ઞાનગુણના કિરણની રેખા બીજા કોઈ દ્રવ્યમાં શોઘતાં પણ મળી શકશે નહીં. કેમકે જ્ઞાન એ જીવનો વિશેષ ગુણ અથવા અસાધારણ ગુણ છે. કા. કર્મતણા સંબંઘથી જીવ અશુદ્ધ જણાય, તત્ત્વોની શ્રદ્ધા થયે કર્મ-કલંક હણાય. ૭ અર્થ - કર્મોના સંબંધને કારણે જ જીવ અશુદ્ધ જણાય છે. કર્મ સંગ જીવ મૂઢ છે, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ” –આલોચનાદિ પદસંગ્રહ જીવાદિ નવેય તત્ત્વોને શ્રદ્ધાન થવાથી પોતાના કર્મકલંક પણ નાશ પામવા લાગે છે. “જીવ જૂદા પુદ્ગલ જાદા, યહી તત્ત્વકા સાર; અન્ય સભી વ્યાખ્યાન ભી, યાહી કા વિસ્તાર.” ||૭ની અજીવ પાંચ પ્રકારનાં : પુગલ પરિચિત નિત્ય, સ્પર્શ, રૂપ, રસ, ગંઘ ગુણ; શબ્દો ઢંઘ અનિત્ય. ૮ હવે અજીવ દ્રવ્યના પાંચ ભેદ સમજાવે છે. અર્થ - વિશ્વમાં રહેલ અજીવ તત્ત્વો પાંચ પ્રકારના છે. તેમાં પહેલું અજીવ તત્ત્વ પુદગલ છે. તે
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy