SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અભિમાન જતાં ગુણો વિનયાદિ વઘુ વળી, સપુરુષોની સેવાથી મિથ્યા ભાવો જશે ટળી. ૧૭ અર્થ - જો અભિમાન નાશ પામે તો વિનય, લઘુતા, નમ્રતા આદિ અનેક ગુણો વૃદ્ધિ પામે છે. તે ગુણો વડે પુરુષોની સેવા કરતાં અનેક પ્રકારની મિથ્યા માન્યાતાઓ ટળી જાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના આત્મજ્ઞાની થયે સાચી નિરભિમાન-શીલતા, સદ્ગુરુબોઘથી વૃદ્ધિ પામે જ્ઞાન-દયા-લતા. ૧૮ અર્થ - આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી સાચું નિરભિમાનપણું કે જે પોતાનો શીલ અર્થાત સ્વભાવ છે તે પ્રગટ થાય છે. સગુરુના બોઘથી તે વિનયાદિ ગુણો, સમ્યકજ્ઞાન અને સમ્યક્ દયારૂપ ઘર્મની લતાને પોષણ આપી વૃદ્ધિ પમાડશે. ૧૮ાા સન્શાસ્ત્ર-વારિ સિંચાયે સદાચાર-સુપુષ્પથી યશ-સુગંધી ફેલાશે, આત્મધ્યાન-પ્રતાપથી– ૧૯ અર્થ - સન્શાસ્ત્રરૂપી જળનું સિંચન થવાથી તે લતા ઉપર સદાચારરૂપી પુષ્પો ખીલી ઊઠશે. જેથી સુયશરૂપી સુગંઘ ફેલાશે. પછી આત્મધ્યાનના પ્રતાપે આગળ આગળની દશા પ્રાપ્ત થશે. ૧૯ાા કેવલજ્ઞાનની જ્યોતિ મોક્ષસુખો બતાવશે; એમ નિરભિમાનીને શિવ-નારી વઘાવશે. ૨૦ અર્થ :- આત્મધ્યાનવડે શ્રેણિ માંડવાથી કેવળજ્ઞાનરૂપ જ્યોતિ પ્રગટ થશે, અને તે મોક્ષના સુખોનો અનુભવ કરાવશે. એમ નિરભિમાની જીવને મોક્ષરૂપી સ્ત્રી વઘાવશે અર્થાત્ તે વિનયવાન મુમુક્ષુ ઉપરોક્ત ક્રમ પ્રમાણે આગળ વઘીને મુક્તિના શાશ્વત સુખને પામશે. ||૨૦ના ભાગ્યશાળી હશે તેને સદગુરુ-યોગ ગોઠશે, સત્રદ્ધા પામી, આજ્ઞાએ વર્તતાં માન છૂટશે. ૨૧ અર્થ :- જે ભાગ્યશાળી હશે તેને સાચા સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થશે; અને તે તેને ગોઠશે અર્થાત્ ગમશે. તે સદગુરુ પ્રત્યે શ્રદ્ધા આવવાથી તેમની આજ્ઞા ઉપાસતાં તેના માનાદિ કષાયો છૂટી જશે. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” (૨.૫.૭૧૮) //ર૧ાા આખરે પરવસ્તુ તો મૂકવી પડશે બથી, પસ્તાવું ના પડે છેલ્લે, વાસના જો મેંકી દીથી. ૨૨ અર્થ:- આખરે મરણ સમયે, જે પરવસ્તુમાં મેં મારાપણું કર્યું છે તે બધી વસ્તુઓ મૂકવી પડશે. પણ જો તે વસ્તુઓમાં રહેલી વાસના એટલે અંતરની મૂર્છા મૂકી દીધી તો છેલ્લે મરણકાળે પસ્તાવું પડશે નહીં. પરરાા મહત્તા, વાસના જેમાં તેનું માન જ ઉદ્ભવે, માન જેનું કરે જીવો તે પામે ના પરભવે. ૨૩
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy