SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) સરળપણું ૫૪૧ “માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંઘનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે.” (૨..૨૪૪) . મનમાં હોય તેવું જ કહે રે વચન વડે જન જેહ, વચનથી કરવા કહે રે કરે કાયાથી તેહ. પરમગુરુ અર્થ - સરળ જીવ, મનમાં જેવું હોય તેવું કહે છે. વચનવડે પણ તેમજ બોલે છે. વચન વડે જે કરવા કહે તે પ્રમાણે જ કાયાવડે કરે છે. શ્રી અંબાલાલભાઈએ ખંભાતમાં શ્રી છોટાભાઈને સમાધિમરણમાં સહાય કરવાના ભાવથી વચન આપ્યું. પછી શ્રી છોટાભાઈને પ્લેગ લાગુ પડ્યો, છતાં શ્રી અંબાલાલભાઈએ અંત સુધી તેમની કાયાવડે સંભાળ લઈ સમાધિમરણ કરાવ્યું. તેમને પણ પ્લેગ લાગુ પડ્યો, છતાં “પ્રાણ જાઈ પર વચન ન જાઈ એવું સજ્જન પુરુષોનું વચન સિદ્ધ કરી બતાવ્યું. પણ એમ ત્રિયોગની એકતા રે ઘરે સરળ સુજાણ, પ્રજ્ઞાવંત પુરુષની રે સરળતા સુખ-ખાણ. પરમગુરુ અર્થ - એમ સરળતા ગુણના લાભને જાણનાર સજ્જન પુરુષો મનવચનકાયાના ત્રણે યોગની એકતા વડે વર્તન કરે છે. જે પ્રજ્ઞાવંત પુરુષ છે તેની આચરેલી સરળતા તો આત્મિક સુખની પ્રાણ સમાન છે. “સરળતા એ ઘર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.” (વ.પૃ.૭) IIકા. સરળ જનનું ચિત્તપટ રે ચિંતા-કરચલી હીન, નથી તેને કાંઈ ઢાંકવું રે નથી ગરજ-આઘીન. પરમગુરુ અર્થ - જે સરળ જીવાત્મા છે તેનું ચિત્તપટ એટલે માનસરૂપી પટ ઉપર ચિંતાની કરચલીઓ જોવા મળે નહીં. કારણકે તેને કંઈ ઢાંકવાપણું નથી. જે કંઈ છે તે બધું ખુલ્યું છે. એવા જીવોમાં માયા કપટ ન હોવાથી તે કોઈની ગરજ કરતા નથી કે કોઈને આધીન પણ રહેતા નથી. શા. લોકરંજન કે ભય તણો રે ભાર ઘરે નહિ જેહ, લાભહાનિને ગણે નહિ રે સરળ-શૂરવીર તેહ. પરમગુરુવ અર્થ :- લોકોને રંજન કરવાનો ભય કે ભાર સરળ જીવો મનમાં રાખતા નથી. જે પ્રજ્ઞા સહિત સરળ જીવો છે તે ખરા શુરવીર છે. તે પોતાની સરળતા વડે કંઈ લાભ થાય કે હાનિ થાય તેને ગણતા નથી. દા. માયા-કપટ ના કેળવે રે, મૂરખ પણ નહિ તેહ, સરળતા ફળ વીર્યનું રે ઘરે બુદ્ધિઘન જેહ. પરમગુરુ અર્થ – સજ્જન પુરુષો જીવનમાં માયા કપટ કેળવતા નથી. તે કંઈ મૂરખ નથી. પણ માયાકપટથી થતા ભયંકર દોષો જોઈને તેથી દૂર રહે છે. સરળતા એ આત્મામાં રહેલ વીર્યગુણનું ફળ છે. તેને જે બુદ્ધિ ઘન એટલે પ્રજ્ઞાસહિત સજ્જન પુરુષો છે તે જ ઘારણ કરી શકે છે. ગાલા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy