SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ શ્રવણ, કીર્તન, ચિંતના, વંદન, સેવન, ધ્યાન, પ્રભુજી; લઘુતા, સમતા, એકતા-નવધા ભક્તિ-નિદાન, પ્રભુજી. રાજ, અર્થ :- ભક્તિ કરવાના પણ નવ પ્રકાર જ્ઞાની પુરુષોએ આ પ્રમાણે જણાવેલ છે : ભગવાનના બોઘનું શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન એટલે ગુણગાન કરવું, તેમના વચનોનું ચિંતન-મનન કરવું, વિનયપૂર્વક તેમને નમસ્કાર કરવા, પૂજ્ય પુરુષોની સેવાચાકરી કરવી, ઘર્મધ્યાન કરીને વૃત્તિને સ્થિર કરવી, ગુણ પ્રગટતાં પણ લઘુતા ઘારણ કરવી, રાગદ્વેષ રહિત સમભાવમાં આવવું અને પરમગુરુના સ્વરૂપમાં ઐક્યપણાનો ભાવ ઊપજવો તે એકતા ભક્તિ છે. આ નવઘાભક્તિ પણ સ્વદેશરૂપ મોક્ષ પ્રાપ્તિનું બળવાન નિદાન એટલે કારણ છે. ભક્તિ એ મોક્ષનો ઘુરંથર માર્ગ મને લાગ્યો છે.” શ્રીમદ્ રાજચંદ્ર /૩૧. ઘોઘ સમાં સબોઘથી ટળતાં પૂર્વિક પાપ, પ્રભુજી; આત્મિક બળ ઉજ્જવળ બને, એ સત્સંગ-પ્રતાપ, પ્રભુજી. રાજ અર્થ – સત્પરુષના સદ્ગોઘરૂપ ઘોઘવડે જીવોના પૂર્વે કરેલા સંચિત પાપરૂપ મળ ધોવાઈ જાય છે, અને તેમના આત્માનું બળ ઉજ્વળતાને પામે છે અર્થાત નિર્મળ બને છે. નિર્મળ આત્માઓની ક્રમપૂર્વક સંપૂર્ણ શુદ્ધિ થયે તે મોક્ષરૂપ સ્વઘામમાં જઈ, સર્વકાળ અનંતસુખમાં બિરાજમાન થાય છે. આ સ્વઘામ મોક્ષમાં લઈ જવાનો બધો પ્રતાપ સત્સંગરૂપી કલ્પવૃક્ષનો છે; એમ પરમકૃપાળુદેવ જણાવે છે. આજે અહીં આવ્યા છો તો કમાણીના ઢગલા થાય છે. દર્શન કરવા મળશે, આત્મહિત માટે સત્સંગમાં આત્માની વાત સાંભળવા મળશે, એવા ભાવથી સમાગમ માટે અહીં આવવા ભાવ કર્યા ત્યાં ડગલે ડગલે જગનનું ફળ કહ્યું છે. તીર્થયાત્રા ઘણી કરી, પણ સાચો દેવ કયો? આત્મા. તે જાણ્યો છે જેણે એવા સપુરુષની વાણી સાંભળતા કોટિ કર્મ ખપી જાય છે, પુણ્યના ઢગલા બંઘાય છે.” (ઉપદેશામૃત) //૩રા. સ્વદેશરૂપ મોક્ષમાં શાશ્વત નિવાસ કરવો હોય તો મન, વચન, કાયાના યોગને પ્રથમ શુભમાં પ્રવર્તાવવા પડશે, તો જ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થશે. પ્રશસ્ત એટલે શુભ. યોગ એટલે મન,વચન, કાયાના યોગ. એ ત્રણેય યોગને શુભમાં પ્રવર્તાવવા તે પ્રશસ્ત યોગ. (૪૭) પ્રશસ્ત યોગ (રાગ ખમાજનાલ ઘુમાળી) (વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી, પનામી રે–એ રાગ) વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે; પરમ યોગ પ્રગટાવે હૃદયે, શાંત-સુથારસ ઘારી રે. વંદું. અર્થ – હું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં વંદન કરું છું કે જેના મન વચન કાયાના યોગ અવંચકકારી છે અર્થાત્ જેના યોગ કોઈને ઠગનાર નથી.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy