SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ભગવાને દાનધર્મ ઉપદેશ્યો, પણ તે સફળ ક્યારે થાય? તો કે જીવનમાં નિયમિતપણું આવે તો. નિયમિતપણું એટલે મર્યાદાપૂર્વકનું વર્તન. જે જે ભૂમિકામાં જીવ હોય તે તે ભૂમિકાને અનુરૂપ મર્યાદાપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિ કરે કે આત્મસ્વભાવમાં વર્તી જે જીવન વ્યતીત કરે તે નિયમિતપણું છે. એ વિષયના પ્રકારો નીચેના પાઠમાં જણાવવામાં આવે છે ઃ— ३८८ (૩૨) નિયમિતપણું (રાગ : ખમાજનાલ ઘુમાલી, ‘વૈષ્ણવ જન' જેવો) (શ્રી શ્રેયાંસજિન અંતરજામી આતમરામી નામી રે—એ રાગ) આત્મહિતાર્થે નિયમિત વૃત્તિ શીખવી સદ્ગુરુ રાયે રે, નિયમસાર સ્વરૂપ સદ્દગુરુના ચરણ ધરું ઉરમાંયે ૨ે. આત્મ અર્થ :– આત્માના ક્લ્યાણ અર્થે નિયમિતવૃત્તિ એટલે મર્યાદાપૂર્વક વર્તન કરવાનું તે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુએ શીખવ્યું છે. માટે તે સદ્ગુરુ ભગવંતના ચરણકમળ જે નિયમસાર એટલે શુદ્ધઆત્મસ્વરૂપમય છે તેને સહા હું હૃદયમાં ધારણ કરું છું. ।।૧।। સહજ સ્વભાવે શુદ્ધ સ્વરૂપે સ્થિતિ, નિયમ કહાયે રે, સમ્યક્ દર્શન-જ્ઞાન-ચ૨ણમાં સતત સ્થિર રહાર્ય રે. આત્મ અર્થ :— આત્માનો સહજ સ્વભાવ તે શુદ્ધ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેને શ્રી ભગવંતે નિયમ કહ્યો છે. પછી તેના અભ્યાસે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્રમાં સતત એટલે નિરંતર સ્થિર રમી શકાશે. ॥૨॥ અનંત ચતુષ્ટય શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રે, એ જ પ્રયોજન રૂપ કાર્ય તે નિયમ સ્વરૂપ મનોજ્ઞ રે. આત્મ અર્થ :– આત્માની શુદ્ઘદશા તે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યથી યુક્ત છે. એવો નિશ્ચય કરવા યોગ્ય છે. તે શુદ્ધ દશાને પ્રાપ્ત કરવી એ જ જીવનું પ્રયોજનભૂત કાર્ય છે. અને એ શુદ્ધદશા જ નિયમસ્વરૂપ એટલે સ્વભાવસ્વરૂપ છે. અને મનોજ્ઞ એટલે મનને સદા આનંદ પમાડનાર છે. IIII સ્વસ્વરૂપની સમ્યક્ રૃચિ, તેનું જ જ્ઞાન પ્રમાણ રે, અવિચલ તીનતા તેમાં તે નિયમથી નિર્વાણ રે. આત્મ અર્થ :— પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની સાચી રુચિ જેને પ્રગટ થઈ તેનું જ જ્ઞાન પ્રમાણભૂત છે. તથા તે સહજ સ્વરૂપમાં અવિચલ એટલે અડોલ સ્થિરતા જે જીવ કરે તે નિયમથી નિર્વાણ એટલે મોક્ષને પામે છે. ઝા સ્વરૂપ-સ્થિરતા રૂપ નિયમનો કર અભ્યાસ સદાય રે, અનંત કાળ સુધીની સ્થિરતા તે જ મોક્ષ મનાય રે. આત્મ અર્થ :— માટે સ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ નિયમનો અર્થાત્ સ્વભાવનો હે જીવ! તું સદા અભ્યાસ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy