SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) સ્વ-દેશ-બોઘ શકતા નથી. અહોહો! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ- છા, જ઼ાઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાય, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ- ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરતિ છે; લજ્જાદીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૫૨૫ ૪. દેવગતિ- પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, ક્ષુધા ઇત્યાદિથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમતિ મોક્ષ એ ગતિથી પમાય છે.'' (વ.પૃ.૭૦) “મનુષ્યભવ દુર્લભ છે—ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલો મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (પૃ.૧૧૮) ||૩|| એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોધ લગાર, પ્રભુજી; જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ અર્થ :— આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સત્પુરુષના યોગસહિત દેવદુર્લભ માનવજન્મ પામીને સ્વધામરૂપ મોક્ષને માટે સત્પુરુષના બોધની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે. “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રક્તિ એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! ” (વ.પૃ.૫૨) આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનીંદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે ‘નર નથી પણ વાનર જ છે.' ‘વિદ્યા વિત્રિના પશુમિ: માના' આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.' ।।૪। ધન્ય! મુનિ જે જાગિયા, રહ્યા સદાય અસંગ, પ્રભુજી; મોહ ફંદે ન ફસાય તે, ત્યાગી સંગ-પ્રસંગ, પ્રભુજી. રાજ - અર્થ :— તે મુનિ મહાત્માઓને ધન્ય છે કે જે આ અનાદિની મોહનીંદ્રામાંથી જાગૃત થઈને સદાય આત્માના અસંગ અપ્રતિબદ્ધ સ્વરૂપમાં લીન રહે છે. અને જે સદાય સંસારના સંગ પ્રસંગનો ત્યાગ કરી ફરીથી સ્ત્રી પુત્રાદિરૂપ મોહની જાળમાં કદી ફસાતા નથી. III એવી દશા નથી ત્યાં સુઘી ઉપાસવો સત્સંગ, પ્રભુજી; અલ્પ આરંભ-પરિગ્રમે ટળે અસત્સંગ-રંગ, પ્રભુજી. રાજ
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy