SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રામની પાસે લાવીને નાખે છે. તે જોઈને રામનું હૃદય મોહથી મૂંઝાવા લાગ્યું ત્યારે વિભીષણે તુરત કહ્યું કે આ બધું રાવણનું માયા કપટ છે. સતી સીતાને આપ વિના બીજો કોઈ માતાનો જણ્યો નથી કે તેને સ્પર્શી શકે. ||૧૩ાા રામ સચેત થઈ સંહારે રાવણ-સેના રહી-સહી, યુદ્ધ તજી નાઠો રાવણ પણ માયાયુદ્ધ બુદ્ધિ લહી; સિંહવાહિની-વિદ્યા-રથ લઈ રામ પડ્યા રાવણ કેડે, ઇન્દ્રજિત પ્રતિ લડવા લક્ષ્મણ વિદ્યાબળથી ગગન ઊડે. ૧૪ અર્થ :- વિભીષણની વાત સાંભળી શ્રીરામ ફરીથી સચેત થઈને રહી-સહી રાવણની સેનાનો સંહાર કરવા લાગ્યા. ત્યારે રાવણ યુદ્ધ તજીને નાઠો. પણ હવે તેની બુદ્ધિમાં માયામય યુદ્ધ કરવાની ઇચ્છા થવાથી આકાશમાં જઈ પહોંચ્યો. ત્યારે સિંહવાહિની વિદ્યાવડે આકાશગામી સિંહરૂપ રથ ઉપર ચઢીને શ્રીરામ રાવણની પાછળ પડ્યા અને ઇન્દ્રજિત પ્રત્યે લડવા માટે લક્ષ્મણ ગરૂડવાહિની વિદ્યાના બળે ગરૂડ ઉપર ચઢીને આકાશમાં ઉડવા લાગ્યા. //૧૪ો. કુંભકર્ણ સહ સુગ્રીવ ને હનુમાન લડે રવિકીર્તિ પ્રતિ, ઇન્દ્રકેતુ સાથે અંગદ, ખર-દૂષણ નીલને જામે અતિ, રામપ્રતાપે રાવણ હઠતો નીરખી ઇન્દ્રજિત ઝટ આવે, રામચંદ્ર ઝટ શક્તિપ્રહારે ઇન્દ્રજિતને પટકાવે. ૧૫ અર્થ - કુંભકર્ણ સાથે સુગ્રીવ, હનુમાન લડે સેનાપતિ રવિકીર્તિ સાથે, ઇન્દ્રકેતુ સાથે અંગદ અને ખર-દૂષણ સાથે નીલ વિદ્યાઘરને લડાઈ અતિ જામી. રામના પ્રતાપે રાવણને પાછો હઠતો જોઈ ઇન્દ્રજિત ઝટ ત્યાં આવ્યો કે શ્રી રામચંદ્ર શક્તિવડે પ્રહાર કરીને ઇન્દ્રજિતને ઝટ પાડી દીધો. ||૧પાા શસ્ત્ર લઈ રાવણ દોડ્યો ત્યાં વચમા લક્ષ્મણ ઘૂસી ગયા, શરપિંજરમાં પૂરે રાવણ, વિદ્યાબળથી મુક્ત થયા. તેથી રાવણ લક્ષ્મણ હણવા ચક્ર ચલાવે ક્રોઘ કરી, પ્રદક્ષિણા દઈ લક્ષ્મણના દક્ષિણ કર પર તે રહ્યું ઠરી. ૧૬ અર્થ :- ત્યાં શસ્ત્ર લઈને રાવણ શ્રીરામને હણવા દોડ્યો કે વચમા શીધ્ર લક્ષ્મણ ઘૂસી ગયા. તે સમયે માયામય હાથી ઉપર ચઢીને ઉપરાઉપરી બાણવર્ષા કરીને રાવણે લક્ષ્મણને શરપિંજરમાં પૂરી દીઘા. પણ બંઘવિમોચની નામની વિદ્યાના બળે તે શરપિંજનારને તોડી લક્ષ્મણ બહાર નીકળી ગયા. આ જોઈ રાવણ ઘણો ક્રોધિત થયો અને લક્ષ્મણને હણવા માટે ચક્રને આદેશ આપ્યો. તે ચક્ર લક્ષ્મણની પ્રદક્ષિણા દઈને તેમના જમણા હાથ ઉપર આવીને ઊભું રહી ગયું. I/૧૬ પરાક્રમમૂર્તિ લક્ષ્મણ છેદે રાવણ-મસ્તક ચક્ર વડે, પાપે નરક ગતિ બાંઘેલી તેથી મારી નરકે જ પડે. વિજયશંખ પૂરી શત્રને અભયદાન લક્ષ્મણ દેતા, ભ્રમર સમા રાવણના મંત્રી રામચરણકજ સુખ લેતા. ૧૭ અર્થ :- પરાક્રમની મૂર્તિ એવા લક્ષ્મણે તે જ ચક્રવડે ત્રણ ખંડના અધિપતિ રાવણનું મસ્તક છેદી
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy