SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુગ્રીવ ને હનુમાન વિમાને સૂર્ય-ચંદ્ર સમ મન હરતા, દુશ્મન-દર્પ તિમિર ઓસરતું, ઊલસે વિદ્યાઘર વરતા. ૬ અર્થ - અંજન-પર્વત નામના હાથી ઉપર આરૂઢ થઈને રામ ચાલવા લાગ્યા. વિજય-પર્વત નામના હાથી ઉપર ચઢીને લક્ષ્મણ શત્રુઓના સમૂહને જોવા લાગ્યા. સુગ્રીવ અને હનુમાન વિમાન ઉપર ચઢી સૂર્ય અને ચંદ્ર સમાન બની મનુષ્યોનું મન હરવા લાગ્યા. આવી વિદ્યાઘરોની ઉલ્લાસ પામતી વીરતા અને તેજના પ્રભાવે દુશ્મનોનો દર્પ એટલે ગર્વરૂપી અંધકાર નાશ પામવા લાગ્યો. કા. નાદ નગારાંના નિષ્ફર તાડનથી ઘોર કરે ત્યારે, તિરસ્કાર શગુનો કરતા ભરતા હીપ-દિશા ચારે; હયહેષારવ, ગજગર્જન ને ઘનુષ્યના ટંકાર થતા, શસ્ત્ર, અસ્ત્ર ઊછળે ચળકે બહુ, સુભટ નીડર બની ત્યાં ફરતા. ૭ અર્થ :- નગારાં પર પડતા નિષ્ફર તાડન એટલે નિર્દય પ્રહાર વડે તે ઘોર નાદ કરતા હતા. તે અવાજો જાણે શત્રુઓના તિરસ્કાર કરતા હોય તેમ ચારે દ્વીપોની દિશાઓને ભરી દેતા હતા. તે યુદ્ધ મેદાનમાં ઘોડાઓ હેષારવ કરતા, હાથીઓ ગર્જના કરતા અને ઘનુષ્યના ટંકાર થતા સંભળાતા હતા. સુભટોના હાથમાં રહેલ મારવાનું હથિયાર તે તલવાર આદિ શાસ્ત્ર અને બાણ વગેરે ફેંકવાના હથિયાર તે અસ્ત્ર બહુ ચળકતા ઊછળતા જણાતા હતા. અને ત્યાં સુભટો નીડર બનીને ફરતા હતા. ||ળી તિરસ્કાર રાવણનો કરતા મહારથી વ્યંગે વદતા, “એક ચક્રથી પરાક્રમી તે, અમે વૃથા બબ્બે ઘરતા.” મહાસાગર સમ સેનામાં મોજાં સમ અશ્વગ્રીવા ભાળો, ધ્વજા દંડ સહ ગજ, રથ, રૂડા વહાણ સમા બહુ નિહાળો. ૮ અર્થ :- રાવણનો તિરસ્કાર કરતા મહારથી લંગમાં એમ બોલતા હતા કે આ રાવણ તો એક ચક્રથી પરાક્રમી કહેવાય છે તો આપણે રથને વૃથા બે ચક્ર રાખ્યા છે. મહાસાગર સમાન આ સેનામાં મોજાં સમાન અશ્વગ્રીવા એટલે ઘોડાઓની ગર્દન દેખાય છે અને ધ્વજાના દંડ સાથે હાથી કે વહાણ જેવા રૂડા રથ ઘણા જ દ્રષ્ટિગોચર થાય છે. દા. પવન વહે પાછળથી તેથી ધ્વજા બથી અરિભણી ઊંડે, દિંડ લગામ ખમાય ન જાણે હય સમ, તેથી બહુ ફફડે; ઘૂળ વંટોળ, તિમિર-પછેડે હણવા જાણે સૌ મથતી, અથવા વૃદ્ધ જનોની જાણે દંડ ગ્રહી મશ્કરી કરતી. ૯ અર્થ :- પવન પાછળથી વહેતો હતો. તેથી બઘી ઘજાઓ શત્રુઓ ભણી ઊડતી હતી. તે ઘજાઓ, પોતાની લાકડીરૂપ લગામને, જાણે કે ઘોડાની લગામ સમાન ખમાતી ન હોય તેમ તે બહુ ફફડાટ કરતી હતી. વળી તે ઘજાઓ ધૂળના વંટોળિયાથી વ્યાપેલ અંધકારમાં ઢંકાઈને જાણે સૌને હણવા મથતી હોય તેમ જણાતું હતું. અથવા તે ઘજાઓ જાણે વૃદ્ધ પુરુષોની લાકડીને પકડી તેને હલાવીને તેમની મશ્કરી
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy