SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીવવાની ઇચ્છા રાખતો હોય તો મહામેઘ હાથીની આશા ત્યાગી દે. નહીં તો મારી સાથે યુદ્ધ કર. હવે તો બનારસ પાછો જઈ મારો સેવક બનીને રહે તો જ બચી શકે. નહીં તો બચવાનો એના માટે બીજો કોઈ આરો નથી. II૪૦ાા. દૂતે આવી, વાત કહી સૌ; રામ સજાવે લક્ષ્મણને, વાલિ-બૃહ છે ક્રિીડાંગણ સમ સુગ્રીવ ને હનુમાન-મને.” વાલી-સેનાને વન પેઠે લક્ષ્મણ કાપે ક્રોઘ કરી, જાતે વાલી સામે આવ્યો કે શિર ફળ સમ જાય ગરી. ૪૧ અર્થ - વાલીને ત્યાંથી દૂતે આવીને બધી વાત કરી ત્યારે શ્રીરામે લક્ષ્મણને સેનાનાયક બનાવી વાલીને જીતવા માટે સજ્જ કર્યો. વાલીની કરેલી વ્યુહરચનાને તોડવી તે સુગ્રીવ અને હનુમાનને મન રમત સમાન હતી. વાલીની સેનાને લક્ષ્મણ ક્રોઘ કરીને જાણે વજ વડે વનને કાપતા હોય તેમ કાપવા લાગ્યા. સેના નષ્ટ થઈ ત્યારે વાલી પોતે સામે આવ્યો કે લક્ષ્મણે કાન સુધી ખેંચીને તીક્ષ્ણ સફેદ બાણ મારવાથી વાલીનું શિર તાડના ફળની જેમ કપાઈને ઘડ પરથી નીચે પડી ગયું. [૪૧]. સુગ્રીવ પામ્યો અધિપતિપદ કે રામચંદ્ર પાસે આવ્યો, ભક્તિભાવ સહિત સર્વેને કિષ્ક્રિઘા તેડી લાવ્યો. ચૌદ અક્ષૌહિણી સેનાબળ સહ રામ શશી સમ શોભી રહે, શરદ ઋતુનું નિર્મળ નભ પણ “યુદ્ધ-યોગ્ય આ કાળ” કહે. ૪૨ અર્થ:- હવે સુગ્રીવ શ્રીરામ લક્ષ્મણની કૃપાથી પોતાના ગયેલ યુવરાજપદને બદલે પિતાનું સંપૂર્ણ રાજ્ય પામી રાજા થયો. તેથી શ્રી રામચંદ્ર પાસે આવીને ભક્તિભાવ સહિત બઘાને કિષ્ક્રિઘા નગરીમાં તેડી લાવ્યો. ત્યાં ચૌદ અક્ષૌહિણી સેનાબળ સાથે શ્રીરામ ચંદ્રમા સમાન શોભી રહ્યાં છે. એક અક્ષૌહિણી સેનાદળમાં ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ ઘોડા અને ૧,૦૯,૩૫૦ પાયદળનો સમૂહ હોય છે. એનાથી ચૌદ ગણી સેનાના શ્રીરામ નાયક થયા. હવે વર્ષાઋતુ પૂરી થઈને શરદઋતુ જે આસો માસથી કાર્તિક માસ સુધી હોય છે, તે આવી ગઈ. તે સમયે નિર્મળ આકાશ પણ જાણે આ કહેતું હતું કે હવે યુદ્ધ કરવાને માટે આ યોગ્ય સમય છે. ૪રા જગતુપાદ પર્વત પર લક્ષ્મણ સસ દિવસ ઉપવાસ કરે, પ્રજ્ઞસ્વાદિક વિદ્યા સાથી; સુગ્રીવ પણ તે ચિત્ત ઘરે. રામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે વીર ઘણા, પ્રલયકાળ સમ સેના સાથે પંથ વટાવે લંક તણા. ૪૩ અર્થ :- જે જગત્પાદ નામના પર્વત ઉપર શિવઘોષ મુનિ મોક્ષે પઘાર્યા તે જ પર્વત ઉપર જઈને લક્ષ્મણે સાત દિવસ સુધી ઉપવાસ કરીને પ્રજ્ઞપ્તિઆદિ વિદ્યાઓ સિદ્ધ કરી. સુગ્રીવે પણ તે પ્રમાણે કરીને વિદ્યા સાધ્ય કરી. હવે શ્રીરામચંદ્ર, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વગેરે ઘણા વીરો જેમાં છે એવી પ્રલયકાળ સમાન સેનાએ લંકા જવા માટે પંથ કાપવા માંડ્યો. ૪૩ાા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy