SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૩ રાવણ હે, “એ ભૂલ જનકની, કેમ રામને પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી, મને યોગ્ય તે અહીં આવી. ૨૯ અર્થ :— પણ હનુમાન પોતાના દૂતકાર્યનું સ્મરણ કરીને મીઠા વચને કહેવા લાગ્યા : સીતા સતીને સોંપી ઘો. પરસ્ત્રીનું હરણ કરવું એ કંઈ શૂરવીરની શોભા નથી. સીતાને માયાવડે છેતરીને તમે લાવ્યા છો. આ કપટ પ્રગટ જગજાહેર છે. માટે આ થયેલ ભૂલને સીતાને પાછી સોંપી સુધારી લો. ત્યારે રાવણ કહે આ ભૂલ જનકરાજાની છે. તેણે સીતા રામને કેમ પરણાવી? ત્રણે ખંડની મિલકત મારી છે. તે મને યોગ્ય છે; માટે હું તેને અહીં લાવ્યો છું. ।।૨૯।। યોગ્યગ્રહણમાં અપકીર્તિ શી? સર્પ-ફણા પર મણિ ગણી, સીતા લેવા સાહસ કરતો, બુદ્ધિ બગડી રામ તણી. કહે વિભીષણ : ‘વાદ નિરર્થક કરવાથી નહિ કાંઈ વળે, આર્ય અકાર્ય કરી ન સુધારે તો પસ્તાવે વ્યર્થ બળે.” ૩૦ ૫૦૭ અર્થ :— ફરી રાવણ કહેવા લાગ્યો ઃ મારા યોગ્ય વસ્તુને ગ્રહણ કરવામાં અપકીર્તિ શું? દૃષ્ટિ વિષ સર્પની ફણા ઉપર રહેલ મણિને કોઈ લેવા ઇચ્છે તો તેનું મરણ જ થાય તેમ સીતાને લેવા રામ સાહસ કરે છે તે તેની બુદ્ધિ બગડી ગઈ જણાય છે. ત્યારે વિભીષણ હનુમાનને કહેવા લાગ્યા : હવે નિરર્થક વાદ કરવાથી કાંઈ વળે તેમ નથી. આર્ય થઈ અકાર્ય કરીને પણ તેને સુધારે નહીં તો અંતે પોતાના અકાર્યમાં કરેલ વ્યર્થ બળથી તેને પસ્તાવું જ પડશે. ।।૩૦|| છે! હનુમાન, જતો અે પાછો, નિહ તો વાત વધી જાશે, લંકાપતિના ક્રોંઘાનલથી રાખ રખે તું ઝટ થાશે.” હનુમાન કહે : 'કામાંઘ ન દેખે પુછ્યપુંજ નિજ પ્રજ્વલતો, સતી સીતાના નિઃસાસાથી સળગ્યું આ રાક્ષસકુળ, જો.” ૩૧ અર્થ :— વળી વિભીષણ કહે : હે હનુમાન, તું પાછો પોતાના ઘરે જતો રહે. નહીં તો વાત નિરર્થક વધી જશે અને આ લંકાપતિ રાવણની ક્રોધાગ્નિથી રખે ને તું શીઘ્ર રાખ બની જશે. ઉત્તરમાં વિભીષણને હનુમાને કહ્યું : કામથી અંધ થયેલો પ્રાણી પોતાના પ્રજ્વલિત થતાં પુણ્યપુંજને નથી જોઈ શકતો, તેમજ સતી સીતાના નિઃસાસાથી પોતાનું રાક્ષસકુળ પણ સળગી ગયું છે તેનું પણ તેને ભાન આવતું નથી. ।।૩૧।। એમ કરી ઊડ્યો ગગને તે શીઘ્ર સીતા પાસે આવી, સમાચાર સીતાના લઈ જઈ, કહે રામને સમજાવીઃ “દુરાગ્રહી. રાવણ નહિ કોઈ રીતે સીતાજી તજશે, તેથી યુદ્ધ ત્વરાથી કરવા તૈયારી કરવી પડશે.’’૩૨ અર્થ :– એમ કહીને હનુમાન ત્યાંથી આકાશમાં ઊડીને શીઘ્ર સીતા પાસે આવ્યો. તેમના સમાચાર લઈ જઈ રામને બધી હકીકત સમજાવીને કહેવા લાગ્યા કે દુરાગ્રહી રાવણ કોઈ રીતે પણ સીતાજીને તજશે નહીં. માટે તેની સાથે યુદ્ધ કરવાની તૈયારી શીઘ્ર કરવી પડશે. ।।૩૨।। *
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy