SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હનુમાનનું પ્રસન્ન વદન એટલે મુખ જોઈને શ્રીરામ પ્રમોદસહિત પૂછવા લાગ્યા કે મુજ પ્રાણપ્રિયા સતી સીતાને જોઈ? તે ક્ષેમકુશળ છે? તેનો ઉત્તર હનુમાને અતિ વિસ્તારથી આપ્યો. તેથી રઘુકુળના પતિ શ્રીરામનું મન રંજિત થયું. ફરી કહેવા લાગ્યા કે રાવણ સ્વભાવથી તો અભિમાની છે જ. તેમાં વળી ચક્રરત્ન પ્રગટ થવાથી તે અભિમાનના મદમાં વૃદ્ધિ થવા લાગી છે. છેલ્લા અપશુકન-સૂચક ઉત્પાતો લંકામાં ઉત્પન્ન થતા, રામવિજયનાં ચિહ્ન ગણું તે રાવણ-મૃત્યું સૂચવતા. વિદ્યાઘર સેવક તેના સૌ નિપુણ બહું, વિચાર કરો, તમે ગમે તે રીતે સીતાને તુર્ત લાવવા ચિત્ત ઘરો.” ૧૮ અર્થ - અપશુકનને સૂચવનારા અનેક ઉત્પાતો લંકામાં થયા છે, તેને હું રાવણની મૃત્યુના સૂચક ગણું છું. અને શ્રી રામની વિજયના તે ચિહ્ન માનું છું. રાવણના સર્વ વિદ્યાઘર સેવકો બહુ કુશળ છે. માટે સર્વ વાતનો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરી જેવી રીતે શક્ય હોય તેમ, ગમે તે રીતે સીતાજીને શીધ્ર લાવવાનો નિશ્ચય કરવો જોઈએ. /૧૮ના સુણી વાત તે હનુમાનને સેનાનાયક રામ કરે, સુગ્રવને યુવરાજપટ્ટ દે, અંગદ કહે તે ચિત્ત ઘરે; અંગદ કહે: હે! દેવ, ત્રિવિઘ નૃપ: ઘર્મજયી ને લોભજયી અસુરજયી; રાવણ સમ માગે દંડ-ભેદ ઉપાય-જયી. ૧૯ - હનુમાનની બધી વાત સાંભળી યોગ્ય વિચાર કરીને હનુમાનને શ્રીરામે સેનાપતિ બનાવ્યા. અને સુગ્રીવને યુવરાજપદ આપ્યું. અને અંગદમંત્રી જે કહેવા લાગ્યા તે તરફ શ્રીરામે પોતાનું ચિત્ત કર્યું. અંગદ કહે : હે દેવ! રાજા ત્રણ પ્રકારના હોય છે. ઘર્મજયી, લોભજયી અને અસુરજયી. તેમાં રાવણ તો ત્રીજો અસુરજયી રાજા હોવાથી ભેદ અને દંડની આ બે નીતિને જ લાયક છે, તો પણ ક્રમનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. ||૧૯યા. લોભજયી દાને રીઝે છે, ઘર્મજયી સહ સામ ઘટે; તોપણ સામ પ્રથમ ક્રમ સૌમાં, સમજ ફરે તો કલહ મટે. સેનાપતિ જઈને સમજાવે તો તે કાર્ય તુરત પતશે, શાસ્ત્રજ્ઞો વિદ્યાબળવાળા વિરલા તેવા નર જડશે.” ૨૦ અર્થ - લોભજયી રાજા દાન આપવાથી રીઝે છે. ઘર્મજયી રાજાની સાથે સામ એટલે શાંતિનો વ્યવહાર કરવો જોઈએ. તો પણ સામ-દામ-દંડ-ભેદ-નીતિના ક્રમમાં સૌથી પ્રથમ સામ એટલે શાંતિપૂર્વક સામાપક્ષને સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે સમજી જાય તો ક્લેશના કારણો પણ મટી જાય છે. સેનાપતિ જઈને રાવણને સમજાવે તો સીતાને મેળવવાનું કાર્ય તુરત પતી જશે. આપણા સેનાપતિ હનુમાન જેવા શાસ્ત્રને જાણવાવાળા કે વિદ્યાબળવાળા ચતુર નર બીજા કોઈ વિરલા જ મળશે. ||૨૦ના રામચંદ્ર કહેઃ “કાર્યકુશળ હનુમાન સમાન ન કોઈ દીસે, પ્રભાવશાળી માર્ગ, નહિ તણાય તે પરતેજ વિષે, શત્ર પ્રતિ વર્તનની નીતિ યથાર્થ રીતે તે સમજે; માટે વિર હનુમાન, પ્રથમ તું શીધ્ર વિભીષણ પાસ જજે. ૨૧
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy