SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) દાન ૩૮૫ મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યકદર્શનવાળા જીવોને જઘન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યકષ્ટિ કે સમ્યકષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિપણું પામે તો મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાદ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંઘે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્રદર્શન પણ ન હોય તેને દાન ભક્તિસહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું.” –ોઘામૃત ભાગ-૩ (પૃ.૫૨૯) ઉત્તમ મુનિ-દાને રે મળે ફળ ઉત્તમ જે, કુપાત્રને દાને રે બૂરું ફળ રે! નીપજે. જ્ઞાની ૭૩ અર્થ - ઉત્તમ આત્મજ્ઞાની મુનિને દાન આપવાનું ફળ ઉત્તમ મળે છે. પણ કુપાત્ર જીવો કે જેને વ્રત પણ નથી અને સમ્યક્દર્શન પણ નથી તેના મિથ્યાત્વને દાન વડે પોષણ આપવાથી તેનું બુરું ફળ આવે છે. દાન આપનારને પણ તે સંસારમાં રઝળાવે છે. કઠિયારાનું દ્રષ્ટાંત – કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને ચાલ્યા ગયા. તેની સ્ત્રી જે રોટલા બનાવતી હતી, તેને થયું એ ક્યાંથી આવ્યો કે મારે બે રોટલા વઘારે ટીપવા પડશે. તેના ફળમાં કઠિયારો મરીને દેવનો ભવ લઈ પછી રાજા થયો અને કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી. એમ કરેલા ભાવોનું ફળ તે તે પ્રમાણે મળે છે. -ઉપદેશામૃત (પૃ.૩૧૫ના આધારે) II૭૩ દાન દેતાં અપાત્રને રે સવિધિ છતાં ન ફળે, ઘી જો રાખમાં રેડ્યું રે કહો ક્યાંથી પુષ્ટિ મળે? જ્ઞાની. ૭૪ અર્થ - અન્યદર્શની અપાત્ર જીવોને વિધિપૂર્વક એટલે ભાવભક્તિસહિત દાન દેવા છતાં પણ તે વ્યર્થ જાય છે. જેમકે ઘી રાખમાં રેડ્યું હોય તો તે શરીરને ક્યાંથી પુષ્ટિ આપે; તે તો વ્યર્થ જ જાય છે. ચંદનબાળાનું દ્રષ્ટાંત - “યોગ્ય સમયે સુપાત્રને થોડું પણ દાન આપ્યું હોય તો તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપનો નાશ કરનાર થયા.” શ્રી વીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયો તે વખતે દેવોએ સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. તેનાથી થનાવહ શ્રેષ્ઠીનું ઘર ભરાઈ ગયું. તે જોઈને પાડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે –“માત્ર અડદના બાકળા આપવાથી દુર્બલ તપસ્વી જો આટલી બધી સમૃદ્ધિ આપે છે, તો હું કોઈ પુષ્ટ અંગવાળા મુનિને ઘી તથા સાકર સહિત પરમાવડે સંતોષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરું.” પછી તે કોઈ હૃષ્ટપુષ્ટ શરીરવાળા મુનિવેશ ઘારીને બોલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશધારી સાધુએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે - “હે મુગ્ધા! મારા તપ વડે અને તારા ભાવવડે તેમજ આઘાર્મિક (ઉદૈશિક) આહારના દાનવડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની નહીં, કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.' ઇત્યાદિક કહીને તે ડોશીને પ્રતિબોઘ પમાડ્યો. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (પૃ.૨૯) //૭૪ો પાત્ર આઘારે પાણી રે અનેક આકાર કરે, તેમ પાત્ર પ્રમાણે રે જીવ ઉલ્લાસ ઘરે. જ્ઞાની ૭૫
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy