SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મળતાં સીતાની ચિંતા હવે વળી વધી ગઈ. મારા પ્રેમ પિતાનો સ્મરી, પત્ર તે ખોલી વાંચે રામ હવે : શ્રી અયોધ્યા પુરપતિ દશરથ પ્રેમાલિંગન સહ સેંચવે. કુમારયુગલની કુશલતા ચહીં સમાચાર વિદિત કરે : દક્ષિણમાં લંકાપતિ રાવણ અન્યાયે મદમત્ત ફરે. ૪૩ અર્થ :- પિતાના પ્રેમને સ્મરી, શ્રીરામ પત્ર ખોલીને વાંચે છે. તેમાં લખેલ છે કે અયોધ્યાપુરીપતિ દશરથ, પુત્રોને પ્રેમ આલિંગન સાથે બેયકુમારોની કુશળતા ચાહીને સમાચાર વિદિત કરે છે કે દક્ષિણ દિશામાં લંકાપતિ રાવણ અન્યાયપૂર્વક પ્રવર્તીને મદમત્ત એટલે મારા જેવો કોણ છે એવા અભિમાનથી ઉન્મત્ત થઈને ફરે છે. II૪૩ાા કલહ-પ્રિય નારદ સીતાની રૂ૫-પ્રશંસા ખૂબ કરે, સ્ત્રીલંપટ રાવણ તે સુણતાં સતી સીતા પ્રતિ મોહ ઘરે; ઘરી રામ રૅપ હરી સીતા સતી, લંકામાં લંકેશ ગયો, દુષ્ટ દુષ્ટતા સાથી મરવા માટે તે તૈયાર થયો. ૪૪. અર્થ - કલહપ્રિય નારદે સીતાના રૂપની પ્રશંસા રાવણ સમક્ષ ખૂબ કરી. તે સાંભળીને સ્ત્રીઓમાં આસક્ત એવો રાવણ સતી સીતા પ્રત્યે મોહિત થઈ ગયો. જેથી રામનું રૂપ ઘારણ કરીને તે લંકાપતિ રાવણ સીતા સતીને લંકામાં લઈ ગયો છે. દુષ્ટ એવો તે પોતાની દુષ્ટતા સાથીને હવે મરવા માટે તૈયાર થયો છે. ૪૪ રાવણ હણવાની તૈયારી થતાં સુથી ઘીરજ ઘારી તન-રક્ષા કરી નિર્ભય રહેવા શિક્ષા ઉર દે ઉતારી એવો દૂત મુદ્રા લઈ સીતા કને રવાના શીઘ્ર કરો, બને બંધુ દીર્ઘદ્રષ્ટિથી શોક, ઉતાવળ પરિહરો.” ૪૫ અર્થ :- રાવણને હણવાની તૈયારી થતાં સુધી સતી સીતા ઘીરજને ધારણ કરીને પોતાના શરીરની રક્ષા કરે તથા નિર્ભય રહે એવી શિક્ષા તેના હૃદયમાં ઉતારી શકે એવા કોઈ દૂતને શ્રી રામચંદ્રની મુદ્રા લઈને શીધ્ર રવાના કરો. તેમજ બન્ને ભાઈઓ પણ દીર્ઘદ્રષ્ટિ રાખીને શોક અને ઉતાવળને પરિહરજો. અને ખૂબ વિચારીને તેનો ઉપાય કરજો. ૪પાા શિરછત્રનો પત્ર સુણીને લક્ષ્મણ ક્રોથ ઘરી ઘરેંકે - “સિંહશિશુ સાથે સસલું શું વિરોઘ કરી રહેશે ખડું કે? વિનાશકાળે વિપરીત બુદ્ધિ' પાપીને સૂઝે પાપે, સતી સીતાફૅપ દાવાનલથી લંકાવન બળશે આપે.”૪૬. અર્થ :- શિરછત્ર એવા પિતાશ્રીના પત્રનો ભાવ સાંભળીને લક્ષ્મણ ક્રોઘ કરીને ઘડૂકી ઊઠ્યા કે સિંહના બચ્ચા સાથે વિરોઘ કરીને સસલું ક્યારેય ઊભું રહી શકશે ખરું? જેમ વિનાશકાળે પાપીને વિપરીત બુદ્ધિ સૂઝે છે, તેમ સતી સીતારૂપ દાવાનલના તેજ પ્રતાપે લંકાનું વન આપોઆપ બળી જશે. II૪૬ાા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy