SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨ ४८८ સીતા સાથે પ્રેમકલહ પતાવીને શ્રી રામ પર્વતની ચારે બાજુ ફરતા હતા; ત્યારે વૃદ્ધ સ્ત્રીનો વેષ ઘરી સુર્પણખા સીતા જ્યાં બધી સખીઓ સાથે વૃક્ષ નીચે બેઠેલ છે ત્યાં આવી પહોંચી. ||૧૬ાા ડોસ કહે : “કહો કેવા પુણ્ય તમે રમો નૃપતિ સંગે, હું પણ તેમ કરી આ નૃપની રાણી બની રમું નવરંગે.” લક્ષ્મણપત્નીવર્ગ હસી કહેઃ “ચિત્ત તરુણ આ ડોસી તણું.” ડોસી કહે “મુજ હાંસી કરો નહિ, ઑવન તમારું સફળ ગણું.”૧૭ અર્થ - ડોસીમાનું રૂપ બનાવી સુર્પણખા કહેવા લાગી : અહો કેવા પુણ્યવડે તમે આ રાજા સાથે રમો છો. હું પણ તેનું પુણ્ય કરીને આ રાજાની રાણી બની તેમની સાથે નવરંગે રમું. ત્યારે લક્ષ્મણના પત્નીવર્ગે હસીને કહ્યું કે આ ડોસીમા થઈ ગયા છતાં હજુ તેમનું મન તો જવાન છે. ત્યારે ડોશીમા કહે : મારી હાંસી કરો નહીં. હું તો તમારું જીવન સફળ ગણું છું. I/૧૭થા કરુણા આણી કહે સતાઃ “રે! સ્ત્રીભવમાં શું સુખ માને? જણાય અજાણી આત્મહિતથી, સફળ ર્જીવન માને આને? સ્ત્રીભવ અનુભવતી આ સર્વે અનિષ્ટ ફળ પામી પાપે, વિષય-સુંખની ઇચ્છા પાછી પરભવમાં દુર્ગતિ આપે. ૧૮ અર્થ – તે સમયે દયા લાવીને સતી સીતાએ કહ્યું : માજી! તું આ સ્ત્રીભવમાં શું સુખ માને છે ? તું આત્માનું હિત શામાં છે, એથી અજાણ જણાય છે, તેથી આવા સ્ત્રી અવતારને તું સફળ જીવન માને છે. સ્ત્રીભવમાં અનેક દુઃખ અનુભવતી આ સર્વે પાપના અનિષ્ટ ફળને પામી છે. આ સ્ત્રી પર્યાય મહાપાપનું ફળ છે વળી વિષય સુખની વાંછા રાખવાથી ફરી તે પરભવમાં દુર્ગતિ જ આપશે. //૧૮ અનિષ્ટ-લક્ષણવંતી કન્યા કોઈ ન પરણે, દુખી રહે; કુટુંબ-કેદ કુલ-રક્ષા કાજે મરણ સુધી સ્ત્રી માત્ર સહે. પિયર સાસરે શોકરૂપ જો વંધ્યા રહે દુર્ભાગ્ય વડે; અપંગ, રોગ થયે પતિ તજતા; કલહકારી પતિ નિત્ય નડે. ૧૯ અર્થ :- સ્ત્રીભવમાં કેવા કેવા દુઃખ છે, તે સીતા સતી હવે સુર્પણખાને સમજાવે છે – અનિષ્ટ લક્ષણવાળી કે કુરૂપવાન કન્યા હોય તો તેને કોઈ પરણે નહીં. તેથી શોક સહિત તેને ઘરમાં જ રહેવું પડે છે. કુટુંબમાં કેદ સમાન મરણ પર્યત રહીને તેને કુલની રક્ષા કરવી પડે છે. જો દુર્ભાગ્યવશ લગ્ન કરીને વંધ્યા એટલે પુત્ર વગરની રહે તો પિયરમાં અને સાસરે બન્ને ઘરમાં તે શોકનું કારણ થાય છે. અપંગ કે રોગી થઈ જાય તો તેનો પતિ પણ તેને છોડી દે છે. અથવા પતિ કલહ કરનાર મળ્યો તો તેને તે નિત્ય પીડે છે. II૧૯ાા. દુખદાવાનલના સંતાપે બળે જેમ વેલી વનની, માસે માસે કોઈ અડે નહિ, સદાય શંકા સ્ત્રીજનની. ચક્રવર્તીની પુત્રીનું પણ પરાધીન જીવન જાણો, શોક્ય તણા સંતાપ સહે બહુ માનભંગ-ભય મન આણો. ૨૦
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy