SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દશરથ વારે તોપણ બન્ને કહે : “નિષેઘો સ્નેહવશે, તોપણ ઉન્નતિના ઉત્સુક નર નહિ ઉત્સાહ કદી તજશે. શૂરવીરતાનો સંભવ જ્યાં સુથ, પુણ્યસ્થિતિ જ્યાં સુધી દસે, ત્યાં સુથી શત્રુ પર જય કરવા રાજપુત્રનું મન તલસે. ૫ અર્થ:- પિતાશ્રી દશરથ વારતા છતાં બન્ને પુત્રો કહેવા લાગ્યા, આપ સ્નેહવશ અમને ત્યાં જવાનો નિષેઘ કરો છો, તો પણ ઉન્નતિ સાઘવાના ઉત્સુક એવા નરો પોતાના ઉત્સાહને કદી છોડતા નથી. જ્યાં સુધી શૂરવીરતાનો સંભવ છે તેમજ પુણ્યની સ્થિતિ પણ જ્યાં સુઘી અનુકૂળ દેખાય છે ત્યાં સુધી શત્રુઓ ઉપર વિજય મેળવવાની કામના રાજપુત્રના અંતરમાં રહ્યા કરે છે. //પા નિષ્ફળ તરુ પક્ષીગણ તજતાં, તેમ નિરુદ્યમીને તજશે - સર્વ સંપદા એકી સાથે, કોઈ કામ નહિ કરી શકશે.” શૂરવીર સંતાનોને ઘટતાં વચન સુણી નૃપ હર્ષ ઘરે, રાજમુગટ ઘરી રામ-શિરે, નૃપ લક્ષ્મણને યુવરાજ કરે. ૬ અર્થ:- ફળ વગરના વૃક્ષને જેમ પક્ષીગણ તજી દે છે તેમ ઉદ્યમ વગરના પુરુષને સર્વ સંપત્તિ એક સાથે તજી દેશે પછી તે કોઈ કામ કરી શકશે નહીં. શૂરવીર સંતાનોને ઘટતાં એવા વચન સાંભળી રાજા દશરથે હર્ષિત થઈ શ્રી રામના શિર પર રાજમુગુટ ઘર્યું. અને શ્રી લક્ષ્મણને યુવરાજની પદવી પ્રદાન કરી. કા. ભૂપતિ-વિભૂતિ પ્રગટે તેવી આશિષ દે નૃપ ખરા ઉરે, દશરથ રાય વિદાય દઈ કહે : “વસો બનારસ શુભ નગરે.” નગર પ્રવેશ કરે બે ભાઈ, નગરજનો ઉત્સવ કરતા, દાન-માનથી સંતોષી પુરજનનું હિત વીર ઉર થરતા. ૭ અર્થ - રાજ-વૈભવ પ્રગટે એવી અંતરની ખરી આશિષ આપતાં રાજા દશરથ તેમને વિદાયની આજ્ઞા સહ કહેવા લાગ્યા કે ભલે તમે શુભનગર એવા બનારસમાં વાસ કરો અને સ્વપરહિતમાં સદૈવ તત્પર રહી મનુષ્યભવને સફળ કરો. શ્રી રામ અને શ્રી લક્ષ્મણ બન્ને ભાઈઓએ નગર બનારસમાં પ્રવેશ કર્યો ત્યારે નગરજનોએ મોટો ઉત્સવ કર્યો. ત્યાં રહી પ્રજાજનોને સદા દાન તથા માન આપી સંતુષ્ટ કરવા લાગ્યા. નગરજનોનું હિત સદા હૃદયમાં ઘારણ કરીને તે વીરનો રાજ્ય કરતા ત્યાં રહેવા લાગ્યા. ||શા પૂર્વ મર્યાદા તોડે નહિ, નીતિ-પુરઃસર રાજ્ય કરે, જન-કલ્યાણક કાર્યો તત્પર નવીન નૃપ બહુ હોંશ ઘરે; રામરાજ્ય' જગમાં પંકાયું, દુષ્ટ ડરે નૃપદંડ થકી, શિષ્ટ તણું સન્માન થતાં તે પંડિતપુર બન્યું નક્કી. ૮ અર્થ - પૂર્વજોએ નિશ્ચિત કરેલ મર્યાદાનું તે કદી ઉલ્લંઘન કરતા નથી તેમજ પૂરેપૂરી નીતિ સહ રાજ્ય કરવા લાગ્યા. લોકોનું કલ્યાણ અર્થાત્ કેમ ભલું થાય એવા જ સર્વ કાયમાં નવીન રાજાના હૃદયમાં બહુ હોંશ હોવાથી તેમાં જ તે તત્પર રહેવા લાગ્યા.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy