SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ fe 5 જે જગમાં લેપાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ઘરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૃપ રમા; મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો, 3 વારંવાર કરું હું વંદન ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. ૧ , અર્થ :- જે જગતની મોહમાયામાં કે વિષયકષાયમાં લેપાયા નહીં એવા શૂરવીર બીજા શ્રી રામ સમાન શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંત, અચળ શૈર્ય ઘારણ કરીને નિશદિન પોતાની જ આત્મસ્વરૂપમય રમા એટલે સ્ત્રીમાં રમણતા કરી રહ્યાં છે. તેમ શ્રી રામ પણ જ્યારે રાજ્યકર્તા હતા ત્યારે મોહમાયાથી નિર્લેપ રહ્યા હતા. તેમજ ધ્યાનમાં તન્મય સમયે બારમા અય્યત દેવલોકમાં ઉત્પન્ન થયેલ સીતાના જીવ સીતેન્દ્ર આવી અનેક અનુકૂળ ઉપસર્ગ શ્રી રામને ચલિત કરવા માટે કર્યા, છતાં પોતે આત્મસ્વરૂપના ધ્યાનમાં જ અચળ શૈર્ય ઘારણ કરીને સ્થિર રહ્યા હતા. એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં મારું મન સદાય લીન રહો એમ વારંવાર વંદન કરીને આપની પાસે એ જ યાચના કરું છું કે શ્રી ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રવાહ સદૈવ મારા મનમાં વહ્યા કરો. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાની અંતરંગ ઉર્મિઓ ભાવસહિત અત્રે પ્રદર્શિત કરે છે. જેના શ્રી રામ-લક્ષ્મીઘરની સુંદર કથા કહું સંક્ષેપ કરી, મહા પુરુષોએ વિસ્તારે કહી રામાયણ ગ્રંથ ભરી. ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નનગરમાં રાજ્ય કરે, પ્રજાપતિ નામે નૃપતિ; નૃપપુત્ર ચંદ્રચૂલ નામ ઘરે. ૨ અર્થ - હવે શ્રી રામ કે જે આત્મલક્ષ્મીને ઘારણ કરનાર છે અને જેનો અવતાર ભગવાન મુનિસુવ્રતના સમયમાં થયેલ છે, એવા મહાપુરુષની સુંદર કથાને અત્રે સંક્ષેપમાં વર્ણવું છું; કે જે કથાને રામાયણ ગ્રંથમાં મહાપુરુષોએ બહુ વિસ્તારથી કહેલ છે. ભરત ક્ષેત્રમાં મલય દેશના રત્નપુર નગરમાં શ્રી પ્રજાપતિ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને ગુણકાંતા રાણીથી જન્મેલ એક જ પુત્ર છે. જેનું નામ ચંદ્રચૂલ છે. રા. મંત્રી-પુત્રનું નામ વિજય, યુવરાજ ઉપર બહુ પ્રેમ ઘરે, લાડકવાયા બન્ને ઉદ્ધત, સ્વચ્છંદી થઈ ફર્યા કરે. નગરશેઠ કુબેરની કન્યા દત્ત શેઠને વરવાની, રાજકુમારે રૂપ-પ્રશંસા સુણી કરી મતિ હરવાની. ૩ અર્થ - રાજાના મંત્રીના પુત્રનું નામ વિજય છે. જે યુવરાજ ચંદ્રચૂલ ઉપર બહુ પ્રેમ રાખે છે. બન્ને પુત્રો પોતપોતાના પિતાઓને અત્યંત પ્રિય છે. તેથી લાડકોડથી તેમનું લાલન-પાલન થાય છે. તે લાડકવાયા હોવાથી બન્ને પુત્રો ઉદ્ધત અને સ્વચ્છંદી થઈ જ્યાં ત્યાં ફર્યા કરે છે. તે જ નગરમાં નગરશેઠ કુબેરની પુત્રી કુબેરદત્તા નામે હતી. તેના લગ્ન વૈશ્રવણ શેઠના પુત્ર દત્ત સાથે થવાના હતા. કુબેરદત્તાના રૂપની પ્રશંસા પાપી એવા અનુચરથી સાંભળી રાજકુમાર ચંદ્રચૂલને તેને હરણ કરવાની કુબુદ્ધિ ઊપજી. //૩ તૈયારી જાણી કુબેરે પ્રજાપતિને અરજ કરી; કુમારને ફાંસીની આજ્ઞા નૃપે કરી નિજ ફરજ સ્મરી.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy